HBD જેનિલિયા ડિસૂઝા: જાણો અભિનેત્રી કઈ રીતે પડી રિતેશ દેશમુખના પ્રેમમાં

Updated: Aug 05, 2020, 15:52 IST | Rachana Joshi
  • અભિનેત્રી અને મોડેલ જેનિલિયા ડિસૂઝાનો જન્મ પાંચ ઓગસ્ટ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેત્રીએ હિન્દી ફિલ્મો સિવાય તેલુગુ, તામિળ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં તે રાષ્ટ્રીય ફુટબોલ પ્લેયર અને રાજ્ય સ્તરની એથલિટ પણ રહી ચુકી છે.

    અભિનેત્રી અને મોડેલ જેનિલિયા ડિસૂઝાનો જન્મ પાંચ ઓગસ્ટ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેત્રીએ હિન્દી ફિલ્મો સિવાય તેલુગુ, તામિળ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં તે રાષ્ટ્રીય ફુટબોલ પ્લેયર અને રાજ્ય સ્તરની એથલિટ પણ રહી ચુકી છે.

    1/16
  • જેનિલિયાએ 15 વર્ષની ઉંમરમાં જ મોડલિંગ શરૂ કરી દીધું હતું. જોકે તેની ફિલ્મ કારકિર્દિ બહુ લાંબી નહોતી પણ તેનો અભિનય આગવી છાપ પાડે છે. જેનિલિયાને ક્યૂટનેસને લીધે બહુ ઓળખવામાં આવે છે. તેના અવાજ, અંદાજ અને અભિનયના લાખો ચાહકો છે.

    જેનિલિયાએ 15 વર્ષની ઉંમરમાં જ મોડલિંગ શરૂ કરી દીધું હતું. જોકે તેની ફિલ્મ કારકિર્દિ બહુ લાંબી નહોતી પણ તેનો અભિનય આગવી છાપ પાડે છે. જેનિલિયાને ક્યૂટનેસને લીધે બહુ ઓળખવામાં આવે છે. તેના અવાજ, અંદાજ અને અભિનયના લાખો ચાહકો છે.

    2/16
  • જેનિલિયા અને રિતેશ દેશમુખની લવસ્ટોરી એકદમ જુદી અને જાણવા જેવી છે. બન્નેએ એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યા પછી 2012માં લગ્ન કર્યા હતાં.

    જેનિલિયા અને રિતેશ દેશમુખની લવસ્ટોરી એકદમ જુદી અને જાણવા જેવી છે. બન્નેએ એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યા પછી 2012માં લગ્ન કર્યા હતાં.

    3/16
  • રિતેશ અને જેનિલિયાની મુલાકાત 2002માં પહેલી વાર ફિલ્મ 'તુજે મેરી કસમ'ના શૂટિંગ વખતે થઈ હતી.

    રિતેશ અને જેનિલિયાની મુલાકાત 2002માં પહેલી વાર ફિલ્મ 'તુજે મેરી કસમ'ના શૂટિંગ વખતે થઈ હતી.

    4/16
  • બન્નેની પ્રથમ મુલાકાત હૈદ્રાબાદ એરપોર્ટ પર થઈ હતી. રિતેશને પહેલાં જ જાણ કરવામાં આવી હતી કે હિરોઈન એરપોર્ટ પર તેની રાહ જોતી હશે. પણ રિતેશ જ્યારે એરપોર્ટ પર પહોચ્યો ત્યારે જેનિલિયાએ તેની સાથે યોગ્ય વર્તન નહોતું કર્યું.

    બન્નેની પ્રથમ મુલાકાત હૈદ્રાબાદ એરપોર્ટ પર થઈ હતી. રિતેશને પહેલાં જ જાણ કરવામાં આવી હતી કે હિરોઈન એરપોર્ટ પર તેની રાહ જોતી હશે. પણ રિતેશ જ્યારે એરપોર્ટ પર પહોચ્યો ત્યારે જેનિલિયાએ તેની સાથે યોગ્ય વર્તન નહોતું કર્યું.

    5/16
  • જેનિલિયાને પહેલાથી જ ખબર હતી કે રિતેશ મુખ્ય પ્રધાનનો દીકરો છે. એટલે જેનિલિયાએ ધારી લીધું હતું કે રિતેશમાં બહુ જ ઘમંડ હશે. એટલે તેણે રિતેશને ક્યારેય ભાવ જ ન નહોતો આપ્યો.

    જેનિલિયાને પહેલાથી જ ખબર હતી કે રિતેશ મુખ્ય પ્રધાનનો દીકરો છે. એટલે જેનિલિયાએ ધારી લીધું હતું કે રિતેશમાં બહુ જ ઘમંડ હશે. એટલે તેણે રિતેશને ક્યારેય ભાવ જ ન નહોતો આપ્યો.

    6/16
  • રિતેશે સામે ચાલીને જેનિલિયા સાથે દોસ્તી કરી હતી. પ્રથમ મુલાકાતમાં રિતેશે જ્યારે જેનિલિયા સાથે હાથ મિલાવ્યો ત્યારે હાથ મિલાવ્યા બાદ જેનિલિયા આમતેમ જોવા લાગી હતી. જે રિતેશને બિલકુલ નહોતું ગમ્યું. પ્રથમ મુલાકાતમાં જેનિલિયાએ આટલો ભાવ ખાધો તે રિતેશને બિલકુલ નહોતું ગમ્યું.

    રિતેશે સામે ચાલીને જેનિલિયા સાથે દોસ્તી કરી હતી. પ્રથમ મુલાકાતમાં રિતેશે જ્યારે જેનિલિયા સાથે હાથ મિલાવ્યો ત્યારે હાથ મિલાવ્યા બાદ જેનિલિયા આમતેમ જોવા લાગી હતી. જે રિતેશને બિલકુલ નહોતું ગમ્યું. પ્રથમ મુલાકાતમાં જેનિલિયાએ આટલો ભાવ ખાધો તે રિતેશને બિલકુલ નહોતું ગમ્યું.

    7/16
  • પ્રથમ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે ધીમે ધીમે જેનિલિયાને અહેસાસ થયો કે રિતેશમાં જરા પણ ઘમંડ નથી અને દિલનો બહુ જ સારો છે. પછી બન્ને વચ્ચે મિત્રતા વધવા લાગી.

    પ્રથમ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે ધીમે ધીમે જેનિલિયાને અહેસાસ થયો કે રિતેશમાં જરા પણ ઘમંડ નથી અને દિલનો બહુ જ સારો છે. પછી બન્ને વચ્ચે મિત્રતા વધવા લાગી.

    8/16
  • 24 વર્ષનો રિતેશ 16 વર્ષની જેનિલિયા સાથે આર્કીટેક્ચરની વાતો કરતો અને જેનિલિયા તેની સાથે ભણવાની વાતો શૅર કરતી. સેટ પર તેઓ સાથે જ સમય વિતાવતા. ત્યારે તેઓને અહેસાસ પણ નહોતો કે આ દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં અને પછી લગ્નમાં પરિણમશે.

    24 વર્ષનો રિતેશ 16 વર્ષની જેનિલિયા સાથે આર્કીટેક્ચરની વાતો કરતો અને જેનિલિયા તેની સાથે ભણવાની વાતો શૅર કરતી. સેટ પર તેઓ સાથે જ સમય વિતાવતા. ત્યારે તેઓને અહેસાસ પણ નહોતો કે આ દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં અને પછી લગ્નમાં પરિણમશે.

    9/16
  • હૈદ્રાબાદમાં ફિલ્મનું શૂટિંગ પતાવ્યા પછી રિતેશ દેશમુખ મુંબઈ પાછો ફર્યો ત્યારે તેને જેનિલિયાની બહુ યાદ આવતી પણ ફોન કરતા અચકાતો. કારણકે તેનું માનવું હતું કે, એક છોકરીને આટલો જલ્દી ફોન કરવો યોગ્ય નથી.

    હૈદ્રાબાદમાં ફિલ્મનું શૂટિંગ પતાવ્યા પછી રિતેશ દેશમુખ મુંબઈ પાછો ફર્યો ત્યારે તેને જેનિલિયાની બહુ યાદ આવતી પણ ફોન કરતા અચકાતો. કારણકે તેનું માનવું હતું કે, એક છોકરીને આટલો જલ્દી ફોન કરવો યોગ્ય નથી.

    10/16
  • બીજી બાજુ જેનિલિયાને પણ રિતેશ તરફ આકર્ષણ થઈ ગયું હતું.

    બીજી બાજુ જેનિલિયાને પણ રિતેશ તરફ આકર્ષણ થઈ ગયું હતું.

    11/16
  • એવું નથી કે બન્નેને પહેલી જ નજરમાં પ્રેમ થઈ ગયો હતો. બન્નેને એકબીજાની દોસ્તીની આદત થઈ ગઈ હતી અને પછી ધીમે ધીમે આ દોસ્તી પ્રેમમાં પરિણમી હતી.

    એવું નથી કે બન્નેને પહેલી જ નજરમાં પ્રેમ થઈ ગયો હતો. બન્નેને એકબીજાની દોસ્તીની આદત થઈ ગઈ હતી અને પછી ધીમે ધીમે આ દોસ્તી પ્રેમમાં પરિણમી હતી.

    12/16
  • ત્યારબાદ બન્નેએ ફિલ્મ 'મસ્તી'માં સાથે કામ કર્યું હતું. બન્નેનો સંબંધ પહેલી ફિલ્મથી જ શરૂ થયો હતો. પરંતુ તેમણે મીડિયામાં જાહેરાત નહોતી કરી. બન્ને હંમેશા એમ જ કહેતા કે માત્ર દોસ્તી જ છે. તેઓએ આ પ્રેમ સંબંધ ક્યારેય ઓપન નહોતો કર્યો.

    ત્યારબાદ બન્નેએ ફિલ્મ 'મસ્તી'માં સાથે કામ કર્યું હતું. બન્નેનો સંબંધ પહેલી ફિલ્મથી જ શરૂ થયો હતો. પરંતુ તેમણે મીડિયામાં જાહેરાત નહોતી કરી. બન્ને હંમેશા એમ જ કહેતા કે માત્ર દોસ્તી જ છે. તેઓએ આ પ્રેમ સંબંધ ક્યારેય ઓપન નહોતો કર્યો.

    13/16
  • તમને જણાવી દઈએ કે, રિતેશ દેશમુખના પિતા વિલાસરાવ દેશમુખને જેનિલિયા સાથેનો આ સંબંધ મંજૂર નહોતો. પરંતુ બન્ને એકબીજાને બહુ પ્રેમ કરતા હોવાથી જુદા થવા તૈયાર નહોતા. એટલે આખરે વિલાસરાવ દેશમુખને જેનિલિયા અને રિતેશના પ્રેમ સામે નમતુ મુકવુ પડયું હતું.

    તમને જણાવી દઈએ કે, રિતેશ દેશમુખના પિતા વિલાસરાવ દેશમુખને જેનિલિયા સાથેનો આ સંબંધ મંજૂર નહોતો. પરંતુ બન્ને એકબીજાને બહુ પ્રેમ કરતા હોવાથી જુદા થવા તૈયાર નહોતા. એટલે આખરે વિલાસરાવ દેશમુખને જેનિલિયા અને રિતેશના પ્રેમ સામે નમતુ મુકવુ પડયું હતું.

    14/16
  • દસ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી ત્રીજી ફેબ્રુઆરી 2012ના રોજ બન્નેના વિધીસર લગ્ન થયા હતા. જેનિલિયા ક્રિશ્ચયન હોવાથી પહેલાં ચર્ચમાં ક્રિશ્ચિયન રીતિરિવાજો સાથે લગ્ન કર્યા હતા અને પછી રિતેશ મહારાષ્ટ્રીયન છે એટલે તેમણે સાત ફેરા લીધા હતાં.

    દસ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી ત્રીજી ફેબ્રુઆરી 2012ના રોજ બન્નેના વિધીસર લગ્ન થયા હતા. જેનિલિયા ક્રિશ્ચયન હોવાથી પહેલાં ચર્ચમાં ક્રિશ્ચિયન રીતિરિવાજો સાથે લગ્ન કર્યા હતા અને પછી રિતેશ મહારાષ્ટ્રીયન છે એટલે તેમણે સાત ફેરા લીધા હતાં.

    15/16
  • નવેમ્બર 2014માં જેનિલિયા અને રિતેશ પહેલી વાર માતા-પિતા બન્યા હતા. અત્યારે તેમને બે દિકરાઓ છે રિઆન અને રહીલ દેશમુખ.

    નવેમ્બર 2014માં જેનિલિયા અને રિતેશ પહેલી વાર માતા-પિતા બન્યા હતા. અત્યારે તેમને બે દિકરાઓ છે રિઆન અને રહીલ દેશમુખ.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

અભિનેત્રી જેનિલિયા ડિસૂઝા (Genelia D'Souza)નો આજે એટલે કે પાંચ ઓગસ્ટના રોજ 32મો જન્મદિવસ છે. અભિનેત્રીના જન્મદિવસે આવો જાણીએ તેની કેટલીક અજાણી વાતો અને અભિનેતા રિતેશ દેશમુખ (Riteish Deshmukh) સાથેની લવસ્ટૉરી.

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK