અતરંગી ઑફિસમાં પરેશનું પાત્ર ભજવનાર ધ્યેય મહેતા વિશે જાણો શું છે ખાસ...

Published: Aug 31, 2020, 11:50 IST | Shilpa Bhanushali
 • ધ્યેય મેહતાનો જન્મ 12  જૂન 1987ના રોજ અમદાવાદમાં પિતા કૌશલ મહેતા અને મમ્મી ધ્રુતિ મહેતાના ઘરે થયો.

  ધ્યેય મેહતાનો જન્મ 12  જૂન 1987ના રોજ અમદાવાદમાં પિતા કૌશલ મહેતા અને મમ્મી ધ્રુતિ મહેતાના ઘરે થયો.

  1/23
 • ધ્યેયએ પોતાનું શિક્ષણ ગુજરાતના જુદાં જુદાં શહેરોમાંથી લીધું છે.

  ધ્યેયએ પોતાનું શિક્ષણ ગુજરાતના જુદાં જુદાં શહેરોમાંથી લીધું છે.

  2/23
 • ધ્યેય મહેતાનું પ્રાથમિક શિક્ષણ વડોદરા અને અમદાવાદમાંથી થયું છે.

  ધ્યેય મહેતાનું પ્રાથમિક શિક્ષણ વડોદરા અને અમદાવાદમાંથી થયું છે.

  3/23
 • જ્યારે તેણે પોતાનું ગ્રેજ્યુએશન સુરત અને ભરુચમાં પૂરું કર્યું છે.

  જ્યારે તેણે પોતાનું ગ્રેજ્યુએશન સુરત અને ભરુચમાં પૂરું કર્યું છે.

  4/23
 • ધ્યેયએ પોતાનું માસ્ટર્સ માસકૉમમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં પૂરું કર્યું.

  ધ્યેયએ પોતાનું માસ્ટર્સ માસકૉમમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં પૂરું કર્યું.

  5/23
 • ઇન્ડસ્ટ્રીમાં આવવા વિશે ધ્યેયે જણાવ્યું કે તે એક મિત્રને મળવા ગયો હતો ત્યાં એકાએક ઑડિશન આપવાનું થયું અને ત્યાં સિલેક્શન થઈ ગયું.

  ઇન્ડસ્ટ્રીમાં આવવા વિશે ધ્યેયે જણાવ્યું કે તે એક મિત્રને મળવા ગયો હતો ત્યાં એકાએક ઑડિશન આપવાનું થયું અને ત્યાં સિલેક્શન થઈ ગયું.

  6/23
 • આ સિલેક્શન બાદ આ દિશામાં વળવાનો વિચાર આવ્યો પણ ભણવાનું હજી ચાલું હોવાને કારણે ધ્યેયે પહેલા પોતાની સ્ટડીઝ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.

  આ સિલેક્શન બાદ આ દિશામાં વળવાનો વિચાર આવ્યો પણ ભણવાનું હજી ચાલું હોવાને કારણે ધ્યેયે પહેલા પોતાની સ્ટડીઝ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.

  7/23
 • સ્ટડીઝ કમ્પલીટ કર્યા પછી ધ્યેય એક સારી નોકરીની શોધમાં હતા પણ ક્યાંય કેટલાય ઇન્ટરવ્યૂ આપવા છતાં સિલેક્શન ન થયું.

  સ્ટડીઝ કમ્પલીટ કર્યા પછી ધ્યેય એક સારી નોકરીની શોધમાં હતા પણ ક્યાંય કેટલાય ઇન્ટરવ્યૂ આપવા છતાં સિલેક્શન ન થયું.

  8/23
 • ધ્યેયએ જણાવ્યું કે તેમના ફોઇ એક્ટ્રેસ છે અને તેમણે ફરી એકવાર મૉડલિંગ માટે સિલેક્શનવાળી ઘટના યાદ અપાવી અને પૂછ્યું કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે?

  ધ્યેયએ જણાવ્યું કે તેમના ફોઇ એક્ટ્રેસ છે અને તેમણે ફરી એકવાર મૉડલિંગ માટે સિલેક્શનવાળી ઘટના યાદ અપાવી અને પૂછ્યું કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે?

  9/23
 • ધ્યેયને આ અંગે કૉન્ફિડેન્સ નહોતો કે તેનું સિલેક્શન થશે કે કેમ. તેમ છતાં તેણે ઑડિશન આપ્યા અને સિલેક્શન થયું.

  ધ્યેયને આ અંગે કૉન્ફિડેન્સ નહોતો કે તેનું સિલેક્શન થશે કે કેમ. તેમ છતાં તેણે ઑડિશન આપ્યા અને સિલેક્શન થયું.

  10/23
 • આમ ધ્યેયએ રૅમ્પ મૉડલ તરીકે શરૂઆત કરી.

  આમ ધ્યેયએ રૅમ્પ મૉડલ તરીકે શરૂઆત કરી.

  11/23
 • આ દરમિયાન ધ્યેયને પોતાની પહેલી સિરીયલ મળી 2015માં દૂરદર્શન પર આવેલી કમાન્ડ ફૉર્સ.

  આ દરમિયાન ધ્યેયને પોતાની પહેલી સિરીયલ મળી 2015માં દૂરદર્શન પર આવેલી કમાન્ડ ફૉર્સ.

  12/23
 • ત્યાર બાદ એક પછી એક એમ ધ્યેયએ ઘણી સિરીયલ્સમાં કામ કર્યું. જેમાં દૂરદર્શન પર આવેલી ઉમ્મીદ નયી સુબહ કીમાં ધ્યેયએ નિશાંતનું પાત્ર ભજવ્યું હતું.

  ત્યાર બાદ એક પછી એક એમ ધ્યેયએ ઘણી સિરીયલ્સમાં કામ કર્યું. જેમાં દૂરદર્શન પર આવેલી ઉમ્મીદ નયી સુબહ કીમાં ધ્યેયએ નિશાંતનું પાત્ર ભજવ્યું હતું.

  13/23
 • ધ્યેયએ કલર્સ ગુજરાતી પર આવતી 1760 સાસુમા (2015), સુરી (2015-17), માં પણ મહત્વના પાત્રો ભજવ્યા હતા.

  ધ્યેયએ કલર્સ ગુજરાતી પર આવતી 1760 સાસુમા (2015), સુરી (2015-17), માં પણ મહત્વના પાત્રો ભજવ્યા હતા.

  14/23
 • 2016માં ધ્યેય મહેતાએ સાવધાન ઇન્ડિયામાં પણ કામ કર્યું.

  2016માં ધ્યેય મહેતાએ સાવધાન ઇન્ડિયામાં પણ કામ કર્યું.

  15/23
 • 2016માં ધ્યેય મહેતાએ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં કેમિયો રોલ પણ ભજવ્યો છે. તેમ જ સબ ટીવી પર આવતી બીજી સિરીયલ ખીડકીમાં પણ ધ્યેયએ ટેલરનું પાત્ર ભજવ્યું હતું.

  2016માં ધ્યેય મહેતાએ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં કેમિયો રોલ પણ ભજવ્યો છે. તેમ જ સબ ટીવી પર આવતી બીજી સિરીયલ ખીડકીમાં પણ ધ્યેયએ ટેલરનું પાત્ર ભજવ્યું હતું.

  16/23
 • ધ્યેયએ અકબર(2017), કુછ રંગ પ્યાર કે ઐસે ભી(2017), ખીચડી(2017), દીકરી વ્હાલનો દરીયો(2018), વિક્રમ બેતાલ (2018-19), પરમાવતાર શ્રી કૃષ્ણ(2019), લાલ ઇશ્ક(2019), ક્રાઇમ અલર્ટ(2019), ક્રાઇમ પેટ્રોલ(2019), લક્ષ્મી સદૈવ મંગલમ (2020) જેવી સિરીયલ્સમાં મુખ્ય પાત્ર તો કેમિયો રોલ્સ ભજવ્યા છે.

  ધ્યેયએ અકબર(2017), કુછ રંગ પ્યાર કે ઐસે ભી(2017), ખીચડી(2017), દીકરી વ્હાલનો દરીયો(2018), વિક્રમ બેતાલ (2018-19), પરમાવતાર શ્રી કૃષ્ણ(2019), લાલ ઇશ્ક(2019), ક્રાઇમ અલર્ટ(2019), ક્રાઇમ પેટ્રોલ(2019), લક્ષ્મી સદૈવ મંગલમ (2020) જેવી સિરીયલ્સમાં મુખ્ય પાત્ર તો કેમિયો રોલ્સ ભજવ્યા છે.

  17/23
 • ધ્યેય ટૂંક સમયમાં જ પોતાની આગામી વેબસીરિઝ અતરંગી ઑફિસમાં દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે.

  ધ્યેય ટૂંક સમયમાં જ પોતાની આગામી વેબસીરિઝ અતરંગી ઑફિસમાં દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે.

  18/23
 • આ વેબ સીરિઝ પહેલા ધ્યેયએ 2017માં કાચો પાપડ પાકો પાપડ વેબ સીરિઝ કરી છે આ વેબ સીરિઝમાં ધ્યેયએ નયનનું પાત્ર ભજવ્યું હતું અને આ વેબસીરિઝ સોની લિવ એપ પર રિલીઝ કરવામાં આવી હતી.

  આ વેબ સીરિઝ પહેલા ધ્યેયએ 2017માં કાચો પાપડ પાકો પાપડ વેબ સીરિઝ કરી છે આ વેબ સીરિઝમાં ધ્યેયએ નયનનું પાત્ર ભજવ્યું હતું અને આ વેબસીરિઝ સોની લિવ એપ પર રિલીઝ કરવામાં આવી હતી.

  19/23
 • ધ્યેય મહેતા પોતાની આગામી વેબ સીરિઝ અતંરગી ઑફિસ વિશે જણાવે છે કે આ પ્યોર ફેમિલી વેબસીરિઝ છે તમે પરિવાર સાથે બેસીને જોઇ શકો છો, અને સાથે જ આ વેબસીરિઝ સિચ્યુએશનલ કૉમેડી પ્રકારની છે. વેબસીરિઝમાં ધ્યેય પરેશ જે એક મેનેજર છે તેમનું પાત્ર ભજવી રહ્યો છે.

  ધ્યેય મહેતા પોતાની આગામી વેબ સીરિઝ અતંરગી ઑફિસ વિશે જણાવે છે કે આ પ્યોર ફેમિલી વેબસીરિઝ છે તમે પરિવાર સાથે બેસીને જોઇ શકો છો, અને સાથે જ આ વેબસીરિઝ સિચ્યુએશનલ કૉમેડી પ્રકારની છે. વેબસીરિઝમાં ધ્યેય પરેશ જે એક મેનેજર છે તેમનું પાત્ર ભજવી રહ્યો છે.

  20/23
 • ધ્યેય પરેશના પાત્રમાં અને પોતાના વિશે અમુક સીમિલારિટી વિશે વાત કરતાં જણાવે છે કે "મેં પરેશનું પાત્ર મારી રિયલ લાઇફમાં જીવી લીધું છે અને લગભગ ઑફિસ જતાં મોટાભાગના લોકો પરેશના પાત્ર સાથે પોતાને કૉ-રિલેટ કરી શકશે, તેનું મૂળ કારણ છે કે પરેશને લાગે છે કે મૂરખાઓ વચ્ચે કામ કરી રહ્યો છે અને તેમ છતાં તે ચૂપ રહીને બધું જ ચલાવ્યા કરે છે."

  ધ્યેય પરેશના પાત્રમાં અને પોતાના વિશે અમુક સીમિલારિટી વિશે વાત કરતાં જણાવે છે કે "મેં પરેશનું પાત્ર મારી રિયલ લાઇફમાં જીવી લીધું છે અને લગભગ ઑફિસ જતાં મોટાભાગના લોકો પરેશના પાત્ર સાથે પોતાને કૉ-રિલેટ કરી શકશે, તેનું મૂળ કારણ છે કે પરેશને લાગે છે કે મૂરખાઓ વચ્ચે કામ કરી રહ્યો છે અને તેમ છતાં તે ચૂપ રહીને બધું જ ચલાવ્યા કરે છે."

  21/23
 • પરેશના પાત્ર જેવું ધ્યેય પોતાના જીવનમાં ક્યારેય શાંત નહીં રહી શકે, જે વાત ખોટી છે તે તેને ખોટી કહી જ દે છે તેમ જણાવતાં ધ્યેય ચોખવટ કરે છે કે પરેશનું પાત્ર એવું છે જે માને છે બૉસની આગળ અને ગધેડાની પાછળ ન ચાલવું જોઇએ, જ્યારે ધ્યેય એકલા ચાલવામાં માને છે.

  પરેશના પાત્ર જેવું ધ્યેય પોતાના જીવનમાં ક્યારેય શાંત નહીં રહી શકે, જે વાત ખોટી છે તે તેને ખોટી કહી જ દે છે તેમ જણાવતાં ધ્યેય ચોખવટ કરે છે કે પરેશનું પાત્ર એવું છે જે માને છે બૉસની આગળ અને ગધેડાની પાછળ ન ચાલવું જોઇએ, જ્યારે ધ્યેય એકલા ચાલવામાં માને છે.

  22/23
 • અતરંગી ઑફિસ વેબસીરિઝમાં ઘ્યેય સાથે રાજેશ પુરી, સુધા ચંદ્રન, રાજન વર્મા, અજય નાગા રમન, આરાધના શ્રમ, રોહન સિન્હા, પ્રેરિતા અરોરા અને અશીમા ચૌહાણ વગેરે કલાકારો જોવા મળશે, જ્યારે આ વેબસીરિઝનું દિગ્દર્શન પૃથ્વીરાજ ઓબેરૉયએ કર્યું છે તો પ્રૉડ્યુસર મુકેશ કુમાર સિંહ છે. પ્રૉડક્શન હાઉસ યેલ્લો ફ્લેમ્સ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રૉડ્યુસ્ડ આ વેબસીરિઝ ઓટીટી પ્લેટફૉર્મ મૂવીઝ-હાથ મેં સિનેમા હૉલ પર રિલીઝ કરવામાં આવશે.

  અતરંગી ઑફિસ વેબસીરિઝમાં ઘ્યેય સાથે રાજેશ પુરી, સુધા ચંદ્રન, રાજન વર્મા, અજય નાગા રમન, આરાધના શ્રમ, રોહન સિન્હા, પ્રેરિતા અરોરા અને અશીમા ચૌહાણ વગેરે કલાકારો જોવા મળશે, જ્યારે આ વેબસીરિઝનું દિગ્દર્શન પૃથ્વીરાજ ઓબેરૉયએ કર્યું છે તો પ્રૉડ્યુસર મુકેશ કુમાર સિંહ છે. પ્રૉડક્શન હાઉસ યેલ્લો ફ્લેમ્સ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રૉડ્યુસ્ડ આ વેબસીરિઝ ઓટીટી પ્લેટફૉર્મ મૂવીઝ-હાથ મેં સિનેમા હૉલ પર રિલીઝ કરવામાં આવશે.

  23/23
 • loading...

ફોટોઝ વિશે

ધ્યેય મહેતા પોતાની આગામી વેબસીરિઝ અતરંગી ઑફિસ માટે છે સુપર એક્સાઇટેડ, જાણો શું છે અતંરગી ઑફિસના પરેશ અને ધ્યેય મહેતામાં સામ્ય-વૈષમ્ય. ધ્યેય મહેતાની ગુજરાતી મિડડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં થયા કંઇક આવા ખુલાસાઓ... જુઓ તસવીરો 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK