આ ફિલ્મોમાં સ્ત્રીઓનાં પ્રભાવી પાત્રો રહ્યાં કેન્દ્રસ્થાને

Updated: Mar 18, 2020, 17:33 IST | Chirantana Bhatt
 • મધર ઇન્ડિયા - નરગીસની આ ફિલ્મ તો ભારતીય સિનેમાની ક્લાસિક ફિલ્મ ગણાય છે. નરગીસે આ ફિલ્મમાં જે અભિનય કર્યો હતો તેને તેના કરિયરનો આ સર્વોત્તમ અભિનય ગણવામાં આવે છે. ગરીબ ગામડાંમાં બે દીકરાઓ સાથે રહેતી રાધા બધા જ પ્રકારનાં વિરોધોનો સામનો કરી સંતાનોને એકલે હાથે ઉછેરે છે અને વખત આવ્યે ન્યાય કરવાની વાત આવે છે ત્યારે પોતાના સગા દીકરાને ગોળીએ દઇ દેતા અચકાતી નથી.

  મધર ઇન્ડિયા - નરગીસની આ ફિલ્મ તો ભારતીય સિનેમાની ક્લાસિક ફિલ્મ ગણાય છે. નરગીસે આ ફિલ્મમાં જે અભિનય કર્યો હતો તેને તેના કરિયરનો આ સર્વોત્તમ અભિનય ગણવામાં આવે છે. ગરીબ ગામડાંમાં બે દીકરાઓ સાથે રહેતી રાધા બધા જ પ્રકારનાં વિરોધોનો સામનો કરી સંતાનોને એકલે હાથે ઉછેરે છે અને વખત આવ્યે ન્યાય કરવાની વાત આવે છે ત્યારે પોતાના સગા દીકરાને ગોળીએ દઇ દેતા અચકાતી નથી.

  1/30
 • મિર્ચ મસાલા - કેતન મહેતાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. બ્રિટીશ રાજમાં કામ કરતા એક સુબેદારને સ્ત્રીઓમાં ભારે રસ પડે છે અને કઇ રીતે ગામની સ્ત્રીઓ તેનો સામનો કરે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. સ્મિતા પાટીલે સોનબાઇનો રોલ કર્યો હતો અને નસિરુદ્દિન શાહે સુબેદારનો રોલ કર્યો હતો જેને સોનબાઇમાં બહુ જ રસ છે. સોનબાઇ કોઇપણ ભોગે તેને તાબે થવા નથી માગતી. સુબેદાર અને ગામવાળાઓનાં દબાણથી તે બચવા માગે છે. અંતે મસાલાની ફેક્ટરીમાં પુરાયેલી સ્ત્રીઓ એક થાય છે અને ફેક્ટરીની અંદર ધસી આવેલા સુબેદાર અને તેના માણસોની સામે સોનબાઇ મરચાની ભુકી નાખીને અનોખી લડાઇ કરે છે.

  મિર્ચ મસાલા - કેતન મહેતાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. બ્રિટીશ રાજમાં કામ કરતા એક સુબેદારને સ્ત્રીઓમાં ભારે રસ પડે છે અને કઇ રીતે ગામની સ્ત્રીઓ તેનો સામનો કરે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. સ્મિતા પાટીલે સોનબાઇનો રોલ કર્યો હતો અને નસિરુદ્દિન શાહે સુબેદારનો રોલ કર્યો હતો જેને સોનબાઇમાં બહુ જ રસ છે. સોનબાઇ કોઇપણ ભોગે તેને તાબે થવા નથી માગતી. સુબેદાર અને ગામવાળાઓનાં દબાણથી તે બચવા માગે છે. અંતે મસાલાની ફેક્ટરીમાં પુરાયેલી સ્ત્રીઓ એક થાય છે અને ફેક્ટરીની અંદર ધસી આવેલા સુબેદાર અને તેના માણસોની સામે સોનબાઇ મરચાની ભુકી નાખીને અનોખી લડાઇ કરે છે.

  2/30
 • અર્થ- મહેશ ભટ્ટે અર્થ ફિલ્મ બનાવી ત્યારે તે પરવીન બાબી સાથેનાં તેનાં સંબંધોની કહાની હતી પણ આમાં સ્ત્રી પાત્રો જ કેન્દ્રમાં હતા. શબાના આઝમીનું પાત્ર પુજા બહુ મોટી માનસિક તાણમાંથી પસાર થાય છે જ્યારે પતિ ઇંદર તેને છોડી દે છે કારણકે તે બીજી સ્ત્રી કવિતાનાં પ્રેમમાં છે.  કવિતા સમયાંતરે માનસિક સંતુલન ગુમાવવા માંડે છે, આ તરફ પુજાને તેના જન્મ દિવસે પતિ ઇંદર ડિવોર્સનાં કાગળિયા મોકલે છે. રાજ કિરણનું પાત્ર પુજાને પ્રેમ કરે છે પણ પુજા પોતાની જિંદગીનો 'અર્થ' ન મળે ત્યાં સુધી કોઇ સંબંધમાં બંધાવા નથી માગતી. ઇંદર પોતાની પત્નિ પાસે પાછો ફરે છે ત્યારે પુજા તેને સવાલ કરે છે, કે શું મેં આમ કોઇ બીજા પુરુષ માટે તને છોડ્યો હોત તો તું મને સ્વીકારત અને ઇંદર ના પાડે છે. પુજા પણ આ સંબંધને ફરી નથી જોડતી.  પુજા પોતાની કામવાળીની દીકરીને એકલે હાથે ઉછેરવાનું નક્કી કરે છે અને રાજ સાથે પણ નથી જોડાતી કારણકે તેને તેની જિંદગીનો અર્થ મળે છે.

  અર્થ- મહેશ ભટ્ટે અર્થ ફિલ્મ બનાવી ત્યારે તે પરવીન બાબી સાથેનાં તેનાં સંબંધોની કહાની હતી પણ આમાં સ્ત્રી પાત્રો જ કેન્દ્રમાં હતા. શબાના આઝમીનું પાત્ર પુજા બહુ મોટી માનસિક તાણમાંથી પસાર થાય છે જ્યારે પતિ ઇંદર તેને છોડી દે છે કારણકે તે બીજી સ્ત્રી કવિતાનાં પ્રેમમાં છે.  કવિતા સમયાંતરે માનસિક સંતુલન ગુમાવવા માંડે છે, આ તરફ પુજાને તેના જન્મ દિવસે પતિ ઇંદર ડિવોર્સનાં કાગળિયા મોકલે છે. રાજ કિરણનું પાત્ર પુજાને પ્રેમ કરે છે પણ પુજા પોતાની જિંદગીનો 'અર્થ' ન મળે ત્યાં સુધી કોઇ સંબંધમાં બંધાવા નથી માગતી. ઇંદર પોતાની પત્નિ પાસે પાછો ફરે છે ત્યારે પુજા તેને સવાલ કરે છે, કે શું મેં આમ કોઇ બીજા પુરુષ માટે તને છોડ્યો હોત તો તું મને સ્વીકારત અને ઇંદર ના પાડે છે. પુજા પણ આ સંબંધને ફરી નથી જોડતી.  પુજા પોતાની કામવાળીની દીકરીને એકલે હાથે ઉછેરવાનું નક્કી કરે છે અને રાજ સાથે પણ નથી જોડાતી કારણકે તેને તેની જિંદગીનો અર્થ મળે છે.

  3/30
 • ખુન ભરી માંગ -  રેખા અભિનિત આ ફિલ્મમાં શરૂઆતમાં તો તેનું પાત્ર સીધી સાદી ઘરેલુ સ્ત્રીનું જ છે જે પોતાનો પતિ ખોઇ બેસે છે અને એકલે હાથે સંતાનો ઉછેરે છે ત્યારે કોઇના પ્રેમમાં પડે છે પણ એ માણસને માત્ર તેના પૈસામાં રસ હોય છે. તે વ્યક્તિએ રેખા સાથે દગો કરીને તેને મગરનાં મ્હોમાં ધકેલી દીધી તે પછી રેખા કઇ રીતે સ્વરૂપ બદલીને પોતાની સાથે થયેલી છેતરપીંડી અને અન્યાયનો બદલો વાળે છે તેની આસપાસ આ ફિલ્મની કથા વણાયેલી છે. 

  ખુન ભરી માંગ -  રેખા અભિનિત આ ફિલ્મમાં શરૂઆતમાં તો તેનું પાત્ર સીધી સાદી ઘરેલુ સ્ત્રીનું જ છે જે પોતાનો પતિ ખોઇ બેસે છે અને એકલે હાથે સંતાનો ઉછેરે છે ત્યારે કોઇના પ્રેમમાં પડે છે પણ એ માણસને માત્ર તેના પૈસામાં રસ હોય છે. તે વ્યક્તિએ રેખા સાથે દગો કરીને તેને મગરનાં મ્હોમાં ધકેલી દીધી તે પછી રેખા કઇ રીતે સ્વરૂપ બદલીને પોતાની સાથે થયેલી છેતરપીંડી અને અન્યાયનો બદલો વાળે છે તેની આસપાસ આ ફિલ્મની કથા વણાયેલી છે. 

  4/30
 • બેન્ડિટ ક્વિન- ફુલન દેવીની જિંદગી પરથી શેખર કપૂરે બનાવેલી આ ફિલ્મ કદાચ દિગ્દર્શકનું સૌથી સબળ કામ છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સીમા બિશ્વાસે બેન્ડિટ ક્વિનનું પાત્ર ભજવ્યું હતું અને ગેંગ રેપને કારણે બદલા અને બળવા તરફ ગયેલી ફુલનની આ કહાની છે. આ ફિલ્મમાં અભિનય માટે સીમા બિશ્વાસને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

  બેન્ડિટ ક્વિન- ફુલન દેવીની જિંદગી પરથી શેખર કપૂરે બનાવેલી આ ફિલ્મ કદાચ દિગ્દર્શકનું સૌથી સબળ કામ છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સીમા બિશ્વાસે બેન્ડિટ ક્વિનનું પાત્ર ભજવ્યું હતું અને ગેંગ રેપને કારણે બદલા અને બળવા તરફ ગયેલી ફુલનની આ કહાની છે. આ ફિલ્મમાં અભિનય માટે સીમા બિશ્વાસને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

  5/30
 • અસ્તિત્વ - મહેશ માંજરેકરે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં તબુએ એક એવી સ્ત્રીનો અભિનય કર્યો હતો જે તેના વર સમક્ષ પોતાના અનૌરસ સંતાનની વાસ્તવિકતા સ્વીકારે છે. સચીન ખેડેકર એક પિતૃસત્તાક પતિ છે, શ્રીકાંત પંડીત. પતિ અને પુત્રમાં જિંદગી પસાર કરી ચુકેલી અદિતીને ગુંગળામણ થઇ રહી છે અને એક તબક્કે તેના વર્ષો જુના સંગીત શિક્ષકનાં મૃત્યુ બાદ ખબર પડે છે કે તે વ્યક્તિએ પોતાની બધી મિલકત અદિતીને નામે કરી છે ત્યારે પસ્તાળ પડે છે. અદિતી પોતાના સંગીત શિક્ષક સાથેનાં સંબંધોનો એકરાર કરે છે અને જ્યારે વર તેનું અપમાન કરે છે ત્યારે તે તેને સામે બહુ જ સચોટ જવાબ આપીને ચુપ કરી દે છે. જે ઘર તેનું અસ્તિત્વ હતું તેની બહાર પણ પોતાનું અસ્તિત્વ છે તેવું તે સમજે છે, પોતાના વરને કહે છે અને ઘર છોડીને ચાલી જાય છે. 

  અસ્તિત્વ - મહેશ માંજરેકરે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં તબુએ એક એવી સ્ત્રીનો અભિનય કર્યો હતો જે તેના વર સમક્ષ પોતાના અનૌરસ સંતાનની વાસ્તવિકતા સ્વીકારે છે. સચીન ખેડેકર એક પિતૃસત્તાક પતિ છે, શ્રીકાંત પંડીત. પતિ અને પુત્રમાં જિંદગી પસાર કરી ચુકેલી અદિતીને ગુંગળામણ થઇ રહી છે અને એક તબક્કે તેના વર્ષો જુના સંગીત શિક્ષકનાં મૃત્યુ બાદ ખબર પડે છે કે તે વ્યક્તિએ પોતાની બધી મિલકત અદિતીને નામે કરી છે ત્યારે પસ્તાળ પડે છે. અદિતી પોતાના સંગીત શિક્ષક સાથેનાં સંબંધોનો એકરાર કરે છે અને જ્યારે વર તેનું અપમાન કરે છે ત્યારે તે તેને સામે બહુ જ સચોટ જવાબ આપીને ચુપ કરી દે છે. જે ઘર તેનું અસ્તિત્વ હતું તેની બહાર પણ પોતાનું અસ્તિત્વ છે તેવું તે સમજે છે, પોતાના વરને કહે છે અને ઘર છોડીને ચાલી જાય છે. 

  6/30
 • લજ્જા- લજ્જા ફિલ્મમાં માધુરી દીક્ષિત, મનીષા કોયરાલા અને રેખા અલગ અલગ ભૂમિકાઓમાં છે. દરેક સ્ત્રી એક યા બીજી રીતે હર્ટ છે, છેતરાઇ છે પણ તે હિંમતથી પરિસ્થિતિની સામે લડે છે. પોતે વિવશ છે પણ જેને મદદ કરી શકે તેને મદદ કરે છે. સમાજનાં જુદા જુદા સ્તરે હોય છતાં પણ સ્ત્રી પિતૃસત્તાક માનસિકતાનો ભોગ બને છે અને તેને પોતાની લડાઇ લડવી જ પડે છે તેની આસપાસ આ ફિલ્મની કથા વણાયેલી છે. આ ફિલ્મમાં દરેક પાત્રનું નામ સીતાના નામનાં વિકલ્પોના આધારે જ રખાયું હતું.

  લજ્જા- લજ્જા ફિલ્મમાં માધુરી દીક્ષિત, મનીષા કોયરાલા અને રેખા અલગ અલગ ભૂમિકાઓમાં છે. દરેક સ્ત્રી એક યા બીજી રીતે હર્ટ છે, છેતરાઇ છે પણ તે હિંમતથી પરિસ્થિતિની સામે લડે છે. પોતે વિવશ છે પણ જેને મદદ કરી શકે તેને મદદ કરે છે. સમાજનાં જુદા જુદા સ્તરે હોય છતાં પણ સ્ત્રી પિતૃસત્તાક માનસિકતાનો ભોગ બને છે અને તેને પોતાની લડાઇ લડવી જ પડે છે તેની આસપાસ આ ફિલ્મની કથા વણાયેલી છે. આ ફિલ્મમાં દરેક પાત્રનું નામ સીતાના નામનાં વિકલ્પોના આધારે જ રખાયું હતું.

  7/30
 • રોજા - મણીરત્નમની આ ફિલ્મમાં મધુએ એક એવી યુવતીનું પાત્ર ભજવ્યું હતું જેનો પતિ આતંકીઓના સકંજામાં છે. ક્યારેય પોતાના ઘરના સલામત વાતાવરણમાંથી બહાર નિકળેલી રોજા કઇ રીતે કાશ્મીરમાં જઇને તંત્ર સાથે, ભાષા સાથે, સમાજ અને આતંકીઓ સાથે કામ પાર પાડે છે અને પોતાના વરને પાછો મેળવે છે તેની વાત આ ફિલ્મમાં બહુ જ પ્રભાવી રીતે દર્શાવાઇ છે. 

  રોજા - મણીરત્નમની આ ફિલ્મમાં મધુએ એક એવી યુવતીનું પાત્ર ભજવ્યું હતું જેનો પતિ આતંકીઓના સકંજામાં છે. ક્યારેય પોતાના ઘરના સલામત વાતાવરણમાંથી બહાર નિકળેલી રોજા કઇ રીતે કાશ્મીરમાં જઇને તંત્ર સાથે, ભાષા સાથે, સમાજ અને આતંકીઓ સાથે કામ પાર પાડે છે અને પોતાના વરને પાછો મેળવે છે તેની વાત આ ફિલ્મમાં બહુ જ પ્રભાવી રીતે દર્શાવાઇ છે. 

  8/30
 • ડોર- નાગેશ કુકુનુરની ફિલ્મ ડોરમાં ગુલ પનાગ અને આયેશા ટાકિયાનો અભિનય કાબિલ-એ-તારીફ હતો. એક સ્ત્રી પોતાનો વર ગુમાવી ચુકી છે તો બીજીને પોતાનો વર પાછો મેળવવા માટે આ સાવ અજાણી સ્ત્રીની સહીં જોઇએ છે. એકબીજાથી સાવ વિપરીત આ સ્ત્રીઓ કઇ રીતે એકબીજા સાથે જોડાયે છે તેની કથા આ ફિલ્મમાં કહેવાઇ છે જે બહુ હ્રદય સ્પર્શી છે.

  ડોર- નાગેશ કુકુનુરની ફિલ્મ ડોરમાં ગુલ પનાગ અને આયેશા ટાકિયાનો અભિનય કાબિલ-એ-તારીફ હતો. એક સ્ત્રી પોતાનો વર ગુમાવી ચુકી છે તો બીજીને પોતાનો વર પાછો મેળવવા માટે આ સાવ અજાણી સ્ત્રીની સહીં જોઇએ છે. એકબીજાથી સાવ વિપરીત આ સ્ત્રીઓ કઇ રીતે એકબીજા સાથે જોડાયે છે તેની કથા આ ફિલ્મમાં કહેવાઇ છે જે બહુ હ્રદય સ્પર્શી છે.

  9/30
 • દામીની- ધનાઢ્ય ઘરમાં પરણેલી દામીની, મિનાક્ષી શેશાદ્રીને ઘરમાં કામવાળી પર થઇ રહેલા બળાત્કારને નજરો નજરુ જુએ છે અને તેના આદર્શો અનુસાર તેને આ અન્યાય નથી સાંખવો. બધાં જ તેના વિરોધી થઇ જાય છે, તેને માનસિક રીતે અસ્થિર પણ ઠેરવાય છે. સની દેઓલ એક મજબુત વકીલનાં પાત્રમાં છે. દામીનીને તેની મદદ મળે છે જો કે દામીનીનું પાત્ર જે રીતે પોતાના આદર્શો સાથે કોઇપણ સંજોગોમાં સમાધાન નથી કરતું તે જ તેની સ્ટ્રેન્થ બને છે. અંતે જેને સજા થવી જોઇએ તેને સજા થાય છે અને સચ્ચાઇને વળગી રહેવાની ચાહ તેનો પતિ પણ સમજી શકે છે. 

  દામીની- ધનાઢ્ય ઘરમાં પરણેલી દામીની, મિનાક્ષી શેશાદ્રીને ઘરમાં કામવાળી પર થઇ રહેલા બળાત્કારને નજરો નજરુ જુએ છે અને તેના આદર્શો અનુસાર તેને આ અન્યાય નથી સાંખવો. બધાં જ તેના વિરોધી થઇ જાય છે, તેને માનસિક રીતે અસ્થિર પણ ઠેરવાય છે. સની દેઓલ એક મજબુત વકીલનાં પાત્રમાં છે. દામીનીને તેની મદદ મળે છે જો કે દામીનીનું પાત્ર જે રીતે પોતાના આદર્શો સાથે કોઇપણ સંજોગોમાં સમાધાન નથી કરતું તે જ તેની સ્ટ્રેન્થ બને છે. અંતે જેને સજા થવી જોઇએ તેને સજા થાય છે અને સચ્ચાઇને વળગી રહેવાની ચાહ તેનો પતિ પણ સમજી શકે છે. 

  10/30
 • મૃત્યુદંડ- માધુરી દિક્ષીત, શિલ્પા શિરોડકર અને શબાના આઝમી- એક જ ગામની આ ત્રણ સ્ત્રીઓ નામે કેતકી, કાંતી અને ચંદ્રાવતીને મોતની સજા ફટકરવામાં આવી છે કારણકે તેમણે વિરોધ કરવાની હિંમત કરી છે. પિતૃસત્તાક સમાજ કોઇપણ સ્તરની સ્ત્રીનો બળવો અથવા તો સચ્ચાઇની માંગને સ્વીકારી નથી શકતો તેની આસપાસ આ ફિલ્મની વાર્તા વણાયેલી છે. જ્યારે મોતની સજા આપવા માટે પુરુષો પહોંચે છે ત્યારે કઇ રીતે એ મુક વિરોધને પગલે તેમને પાછી પાની કરવી પડે છે તેની આસપાસ ફિલ્મનું કથાનક છે. 

  મૃત્યુદંડ- માધુરી દિક્ષીત, શિલ્પા શિરોડકર અને શબાના આઝમી- એક જ ગામની આ ત્રણ સ્ત્રીઓ નામે કેતકી, કાંતી અને ચંદ્રાવતીને મોતની સજા ફટકરવામાં આવી છે કારણકે તેમણે વિરોધ કરવાની હિંમત કરી છે. પિતૃસત્તાક સમાજ કોઇપણ સ્તરની સ્ત્રીનો બળવો અથવા તો સચ્ચાઇની માંગને સ્વીકારી નથી શકતો તેની આસપાસ આ ફિલ્મની વાર્તા વણાયેલી છે. જ્યારે મોતની સજા આપવા માટે પુરુષો પહોંચે છે ત્યારે કઇ રીતે એ મુક વિરોધને પગલે તેમને પાછી પાની કરવી પડે છે તેની આસપાસ ફિલ્મનું કથાનક છે. 

  11/30
 • બવંડર - ભંવરી દેવી રેપ કેસ પરથી બનેલી આ ફિલ્મનું કથાનક રાજસ્થાનમાં વણાયેલું છે. ભંવરી દેવીનું પાત્ર ભજવતા નંદિતા દાસ આ ફિલ્મમાં પોતે જ સુત્રધાર છે. તે પોતાની કહાની કહી રહી છે કે કઇ રીતે તેની સાથે ગેંગ રેપ થયો અને પછી જ્યારે તેણે ન્યાય માગવા કોર્ટનાં બારણાં ખખડાવ્યા ત્યારે તેને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. નફ્ફટાઇથી પુછાયેલા સવાલોથી માંડીને બધી પ્રક્રિયામાં થતા ભેદભાવ અને મુશ્કેલીઓ વિષે આ ફિલ્મમાં કહેવાયું છે. ભંવરી દેવીનું પાત્ર થાક્યા વિના પોતાની લડાઇ ચાલુ રાખે છે તેની વાત આ ફિલ્મ જણાવે છે.

  બવંડર - ભંવરી દેવી રેપ કેસ પરથી બનેલી આ ફિલ્મનું કથાનક રાજસ્થાનમાં વણાયેલું છે. ભંવરી દેવીનું પાત્ર ભજવતા નંદિતા દાસ આ ફિલ્મમાં પોતે જ સુત્રધાર છે. તે પોતાની કહાની કહી રહી છે કે કઇ રીતે તેની સાથે ગેંગ રેપ થયો અને પછી જ્યારે તેણે ન્યાય માગવા કોર્ટનાં બારણાં ખખડાવ્યા ત્યારે તેને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. નફ્ફટાઇથી પુછાયેલા સવાલોથી માંડીને બધી પ્રક્રિયામાં થતા ભેદભાવ અને મુશ્કેલીઓ વિષે આ ફિલ્મમાં કહેવાયું છે. ભંવરી દેવીનું પાત્ર થાક્યા વિના પોતાની લડાઇ ચાલુ રાખે છે તેની વાત આ ફિલ્મ જણાવે છે.

  12/30
 • દમન - રવિના ટંડને આ ફિલ્મમાં દુર્ગાનો રોલ કર્યો હતો જે સામાન્ય ઘરની છોકરી છે અને તેને ધનાઢ્ય કુટુંબમાં પરણાવવામાં આવી છે. પતિનો ત્રાસ અટકતો નથી અને પછી પેટે દીકરી જન્મે છે ત્યારે તેને ત્યજી દેવાય છે. દીકરી બાર વર્ષની થાય છે ત્યારે યુવાન સ્ત્રીને સેટલ થયેલો વપ દીકરીને લેવા આવે છે અને ત્યારે દુર્ગાનાં એક માત્ર વિશ્વાસુ સાથીને તેનો પતિ શંકાથી જૂએ છે અને મારી નાખે છે, દુર્ગા પોતાની દીકરીને લઇને અલગ જીવવા માગે છે પણ અંતે તે પોતાના પૂર્વ પતિની હત્યા કરીને જ તેના ત્રાસમાંથી છૂટકારો મેળવે છે. 

  દમન - રવિના ટંડને આ ફિલ્મમાં દુર્ગાનો રોલ કર્યો હતો જે સામાન્ય ઘરની છોકરી છે અને તેને ધનાઢ્ય કુટુંબમાં પરણાવવામાં આવી છે. પતિનો ત્રાસ અટકતો નથી અને પછી પેટે દીકરી જન્મે છે ત્યારે તેને ત્યજી દેવાય છે. દીકરી બાર વર્ષની થાય છે ત્યારે યુવાન સ્ત્રીને સેટલ થયેલો વપ દીકરીને લેવા આવે છે અને ત્યારે દુર્ગાનાં એક માત્ર વિશ્વાસુ સાથીને તેનો પતિ શંકાથી જૂએ છે અને મારી નાખે છે, દુર્ગા પોતાની દીકરીને લઇને અલગ જીવવા માગે છે પણ અંતે તે પોતાના પૂર્વ પતિની હત્યા કરીને જ તેના ત્રાસમાંથી છૂટકારો મેળવે છે. 

  13/30
 • ચાંદની બાર - આ ફિલ્મમાં તબુ એક એવી સ્ત્રીનું પાત્ર ભજવે છે જે પ્રેમમાં પડે છે અને લગ્ન કરીને બાર ડાન્સ તરીકેની જિંદગીમાંથી મુક્તિ મેળવે છે પણ જિંદગીનાં સંજોગો તેને ફરી ફરી એ જ ગલીઓમાં લઇ જાય છે જ્યાંથી તે માંડ બહાર આવી છે. પતિનું ગુજરી જવું અને સંતાનોનું ખોટા રસ્તે ચાલવું, આમાં સ્ત્રી પાત્ર ગમા-અણગમા સાથે કઇ રીતે સર્વાઇવ કરે છે એ જ જોવાનું છે, કારણકે સમાજનાં દરેક સ્તરે સંજોગો સ્ત્રીને બળવો પોકારવાની પરમિશન નથી આપતા એ પણ વાસ્તવિકતા છે. 

  ચાંદની બાર - આ ફિલ્મમાં તબુ એક એવી સ્ત્રીનું પાત્ર ભજવે છે જે પ્રેમમાં પડે છે અને લગ્ન કરીને બાર ડાન્સ તરીકેની જિંદગીમાંથી મુક્તિ મેળવે છે પણ જિંદગીનાં સંજોગો તેને ફરી ફરી એ જ ગલીઓમાં લઇ જાય છે જ્યાંથી તે માંડ બહાર આવી છે. પતિનું ગુજરી જવું અને સંતાનોનું ખોટા રસ્તે ચાલવું, આમાં સ્ત્રી પાત્ર ગમા-અણગમા સાથે કઇ રીતે સર્વાઇવ કરે છે એ જ જોવાનું છે, કારણકે સમાજનાં દરેક સ્તરે સંજોગો સ્ત્રીને બળવો પોકારવાની પરમિશન નથી આપતા એ પણ વાસ્તવિકતા છે. 

  14/30
 • નો નવ કિલ્ડ જેસિકા - આ ફિલ્મમાં રાણી મુખર્જીએ એક એવી જર્નાલિસ્ટનું પાત્ર ભજવ્યું હતું જેને માટે ખોટું ચલાવી લેવું શક્ય જ નથી. ઓળખાણ ધરાવનારા માણસને હાથે બારમાં ખુન થાય છે અને તેને જેલ ભેગો કરવા રાણી મુખર્જીનું પાત્ર મીરા ગૈતી કોઇ પણ હદે જવા તૈયાર છે. તે કોઇની પણ સાડાબારી રાખ્યા વગર જેણે નજીવી વાતમાં બારમાં ગોળી ચલાવીને જેસિકા લાલની હત્યા કરી હતી તે મનુ શર્માને જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો છે જેને તે અનુસરે છે. આ ફિલ્મ પણ રિયલ લાઇફ ઇન્સિડન્ટ પરથી બની હતી. 

  નો નવ કિલ્ડ જેસિકા - આ ફિલ્મમાં રાણી મુખર્જીએ એક એવી જર્નાલિસ્ટનું પાત્ર ભજવ્યું હતું જેને માટે ખોટું ચલાવી લેવું શક્ય જ નથી. ઓળખાણ ધરાવનારા માણસને હાથે બારમાં ખુન થાય છે અને તેને જેલ ભેગો કરવા રાણી મુખર્જીનું પાત્ર મીરા ગૈતી કોઇ પણ હદે જવા તૈયાર છે. તે કોઇની પણ સાડાબારી રાખ્યા વગર જેણે નજીવી વાતમાં બારમાં ગોળી ચલાવીને જેસિકા લાલની હત્યા કરી હતી તે મનુ શર્માને જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો છે જેને તે અનુસરે છે. આ ફિલ્મ પણ રિયલ લાઇફ ઇન્સિડન્ટ પરથી બની હતી. 

  15/30
 • ફેશન - ગ્લેમર ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતાઓ દર્શાવતી આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મુખ્ય પાત્ર ભજવતી હતી, મોડલ તરીકે કરિયર બનાવનારી મેઘના સફળતાનાં શીખરે પહોંચીને પછડાય છે પણ તે ફરી એકવાર બેઠી થાય છે અને ગ્લેમર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવે છે. મધુર ભંડારકરે આ ફિલ્મમાં કંગના રાણૌત અને મુગ્ધા ગોડસે પાસેથી પણ બહુ સારું કામ લીધું હતું.

  ફેશન - ગ્લેમર ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતાઓ દર્શાવતી આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મુખ્ય પાત્ર ભજવતી હતી, મોડલ તરીકે કરિયર બનાવનારી મેઘના સફળતાનાં શીખરે પહોંચીને પછડાય છે પણ તે ફરી એકવાર બેઠી થાય છે અને ગ્લેમર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવે છે. મધુર ભંડારકરે આ ફિલ્મમાં કંગના રાણૌત અને મુગ્ધા ગોડસે પાસેથી પણ બહુ સારું કામ લીધું હતું.

  16/30
 • કહાની - વિદ્યા બાલનની આ ફિલ્મમાં તેનું પાત્ર સતત તાણમાં હોય તેવી લાગણી થાય. પોતાના ખોવાઇ ગયેલા વરને શોધવા બેબાકળી બનીને ફરતી વિદ્યા બાગચી ખરેખર તો દુર્ગાના સ્વરૂપમાં બદલો લેવા ફરી રહેલી એક પત્ની છે. દિગ્દર્શક સુજોય ઘોષે બહુ જ સુંદર રીતે આ આખી કથાનું આલેખન કર્યું છે જે છેક સુધી પ્રેક્ષકોને ખુરશીની ધાર પર રાખે તેવું છે. આ ફિલ્મમાં માત્ર એક જ હીરો છે અને તે છે ફિલ્મની મુખ્ય નાયિકા.

  કહાની - વિદ્યા બાલનની આ ફિલ્મમાં તેનું પાત્ર સતત તાણમાં હોય તેવી લાગણી થાય. પોતાના ખોવાઇ ગયેલા વરને શોધવા બેબાકળી બનીને ફરતી વિદ્યા બાગચી ખરેખર તો દુર્ગાના સ્વરૂપમાં બદલો લેવા ફરી રહેલી એક પત્ની છે. દિગ્દર્શક સુજોય ઘોષે બહુ જ સુંદર રીતે આ આખી કથાનું આલેખન કર્યું છે જે છેક સુધી પ્રેક્ષકોને ખુરશીની ધાર પર રાખે તેવું છે. આ ફિલ્મમાં માત્ર એક જ હીરો છે અને તે છે ફિલ્મની મુખ્ય નાયિકા.

  17/30
 • NH10- નવદીપ સિંહે ડાયરેક્ટ કરેલી અનુષ્કા શર્માની આ ફિલ્મ એક એવી યુવતીની વાત છે જે પોતાના પતિ સાથે દિલ્હીમાં રહે છે અને કોર્પોરેટમાં કામ કરે છે. એક વાર રાત્રે ઘરે આવનારી મીરાની કાર પર હુમલો થાય છે અને તે બહુ ડરી જાય છે, આ પછી તેનો પતિ તેને ગન આપે છે. એક વાર રોડ ટ્રીપ નિકળેલા આ યુગલની પાસે એક એવું યુગલ મદદ માંગે છે જેમને મારવા લોકો તેમની પાછળ પડ્યા છે. મદદ કરવા જતા મીરા અને અર્જુન બહુ મોટી મુશ્કેલીમાં ફસાઇ જાય છે અને અર્જુનનું ખુન થઇ જાય છે. અંતમાં મીરા પોતાના પાત્રથી સાવ જુદું જ સ્વરૂપ લે છે અને અર્જુનની હત્યાનો બદલો લે છે.

  NH10- નવદીપ સિંહે ડાયરેક્ટ કરેલી અનુષ્કા શર્માની આ ફિલ્મ એક એવી યુવતીની વાત છે જે પોતાના પતિ સાથે દિલ્હીમાં રહે છે અને કોર્પોરેટમાં કામ કરે છે. એક વાર રાત્રે ઘરે આવનારી મીરાની કાર પર હુમલો થાય છે અને તે બહુ ડરી જાય છે, આ પછી તેનો પતિ તેને ગન આપે છે. એક વાર રોડ ટ્રીપ નિકળેલા આ યુગલની પાસે એક એવું યુગલ મદદ માંગે છે જેમને મારવા લોકો તેમની પાછળ પડ્યા છે. મદદ કરવા જતા મીરા અને અર્જુન બહુ મોટી મુશ્કેલીમાં ફસાઇ જાય છે અને અર્જુનનું ખુન થઇ જાય છે. અંતમાં મીરા પોતાના પાત્રથી સાવ જુદું જ સ્વરૂપ લે છે અને અર્જુનની હત્યાનો બદલો લે છે.

  18/30
 • ઇંગ્લિશ-વિંગ્લિશઃ શ્રીદેવીએ ઇંગ્લિશ વિંગ્લીશ ફિલ્મથી કમ બેક કર્યું હતું અને તેના શશીના પાત્રને બહુ જ પ્રશંસા પ્રાપ્ત થઇ હતી.  અંગ્રેજી ન આવડતું હોવાથી તે ઘરમાં સતત અવહેલનાનો ભોગ બને છે, તેને જુનવાણી માનવામાં આવે છે અને તે નક્કી કરે છે કે પોતે હવે આ પરિસ્થિતિ બદલશે.  શશી અંગ્રેજી શિખવાના ક્લાસિઝમાં જવાનું શરૂ કરે છે અને સાબિત કરે છે કે પોતે કોઇ અવહેલનાને કારણે પાછી પાની કરીને મન મારીને નહીં જીવે. 

  ઇંગ્લિશ-વિંગ્લિશઃ શ્રીદેવીએ ઇંગ્લિશ વિંગ્લીશ ફિલ્મથી કમ બેક કર્યું હતું અને તેના શશીના પાત્રને બહુ જ પ્રશંસા પ્રાપ્ત થઇ હતી.  અંગ્રેજી ન આવડતું હોવાથી તે ઘરમાં સતત અવહેલનાનો ભોગ બને છે, તેને જુનવાણી માનવામાં આવે છે અને તે નક્કી કરે છે કે પોતે હવે આ પરિસ્થિતિ બદલશે.  શશી અંગ્રેજી શિખવાના ક્લાસિઝમાં જવાનું શરૂ કરે છે અને સાબિત કરે છે કે પોતે કોઇ અવહેલનાને કારણે પાછી પાની કરીને મન મારીને નહીં જીવે. 

  19/30
 • નીરજાઃ આ ફિલ્મમાં નીરજા ભાણોટનાં અભિનય માટે સોનમ કપુરને બિરદાવવામાં આવી હતી.  સત્ય ઘટના પર આધારિત ફિલ્મ નીરજામાં આતંકવાદીઓએ હાઇજેક કરેલા વિમાનમાં દરેક મુસાફર સલામત રહે તે માટે લડત આપતી નીરજા આખરે આતંકવાદીને હાથે મૃત્યુ પામે છે. 

  નીરજાઃ આ ફિલ્મમાં નીરજા ભાણોટનાં અભિનય માટે સોનમ કપુરને બિરદાવવામાં આવી હતી.  સત્ય ઘટના પર આધારિત ફિલ્મ નીરજામાં આતંકવાદીઓએ હાઇજેક કરેલા વિમાનમાં દરેક મુસાફર સલામત રહે તે માટે લડત આપતી નીરજા આખરે આતંકવાદીને હાથે મૃત્યુ પામે છે. 

  20/30
 • પિંક - તાપસી પન્નુ અને અમિતભ બચ્ચન અભિનિત આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા છે.  આ ફિલ્મમાં એક સ્પષ્ટતા કરી દેવાઇ કે જ્યારે સ્ત્રી ના કહે ત્યારે તેનો અર્થ ના જ થતો હોય છે. સ્ત્રી ગમે તેવા વસ્ત્રો પહેરે કે મિત્રો રાખે તેનો અર્થ એમ તો નથી જ થતો કે તે 'અવેલેબલ' છે અને માટે જ આ ફિલ્મ સ્ત્રીઓ સામે ઉઠતા સવાલોનો એક સ્પષ્ટ જવાબ છે. 

  પિંક - તાપસી પન્નુ અને અમિતભ બચ્ચન અભિનિત આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા છે.  આ ફિલ્મમાં એક સ્પષ્ટતા કરી દેવાઇ કે જ્યારે સ્ત્રી ના કહે ત્યારે તેનો અર્થ ના જ થતો હોય છે. સ્ત્રી ગમે તેવા વસ્ત્રો પહેરે કે મિત્રો રાખે તેનો અર્થ એમ તો નથી જ થતો કે તે 'અવેલેબલ' છે અને માટે જ આ ફિલ્મ સ્ત્રીઓ સામે ઉઠતા સવાલોનો એક સ્પષ્ટ જવાબ છે. 

  21/30
 • દમ લગા કે હઇશા- પોતાના વજનથી જેને કોઇ જ વાંધો નથી તેવી સંધ્યા પોતાના વરનાં વહેવારથી ત્રાસી જઇને તેને છોડી દે છે. જો કે જ્યારે તેના વરને એમ સમજાય છે કે તે પોતાની પત્ની જાડી હોવા છતાં પણ તેને પ્રેમ કે છે, તેની તરફ આકર્ષાય છે અને પોતાના ભૂલ સમજે છે ત્યારે સંધ્યા તેને સ્વીકારી પણ લે છે. પોતે જેવા હોઇએ તેને સ્વીકારવાની વાત કરતી આ ફિલ્મમાં સંધ્યા પોતાની શરતે અને ઇચ્છાએ પતિ પાસે પાછી ફરે છે. 

  દમ લગા કે હઇશા- પોતાના વજનથી જેને કોઇ જ વાંધો નથી તેવી સંધ્યા પોતાના વરનાં વહેવારથી ત્રાસી જઇને તેને છોડી દે છે. જો કે જ્યારે તેના વરને એમ સમજાય છે કે તે પોતાની પત્ની જાડી હોવા છતાં પણ તેને પ્રેમ કે છે, તેની તરફ આકર્ષાય છે અને પોતાના ભૂલ સમજે છે ત્યારે સંધ્યા તેને સ્વીકારી પણ લે છે. પોતે જેવા હોઇએ તેને સ્વીકારવાની વાત કરતી આ ફિલ્મમાં સંધ્યા પોતાની શરતે અને ઇચ્છાએ પતિ પાસે પાછી ફરે છે. 

  22/30
 • મર્દાની- રાણી મુખર્જીએ મર્દાની ફિલ્મ સાથે રિ-એન્ટ્રી કરી અને તેના સિક્વલમાં પણ તેનું પાત્ર બહુ જ વખણાયું. પોલીસ અધિકારી શિવાંગી તરીકે તેણે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો અને લોકોએ જે રાણી મુખર્જીને હંમેશા એક રોમેન્ટિક પાત્રમાં જોઇ હતી તેના કરતાં સાવ જુદા અવતારમાં બહુ વખાણી.

  મર્દાની- રાણી મુખર્જીએ મર્દાની ફિલ્મ સાથે રિ-એન્ટ્રી કરી અને તેના સિક્વલમાં પણ તેનું પાત્ર બહુ જ વખણાયું. પોલીસ અધિકારી શિવાંગી તરીકે તેણે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો અને લોકોએ જે રાણી મુખર્જીને હંમેશા એક રોમેન્ટિક પાત્રમાં જોઇ હતી તેના કરતાં સાવ જુદા અવતારમાં બહુ વખાણી.

  23/30
 • મસાન - રિચા ચઢ્ઢા આ ફિલ્મમાં દેવીનું પાત્ર ભજવે છે. બોય ફ્રેન્ડ સાથે હોટલમાં પકડાય છે ત્યારે તે પોલીસ સામે બહુ સ્પષ્ટ છે કે પોતે જે કરી રહી છે તેમાં કંઇ ગેરકાયદેસર કે ખોટું નથી, વળી તે તેના પિતાના અતાર્કિક વિચારોને પણ પડકારે છે અને વેતા વગરની વાતોથી બંધાઇ જવામાં નથી માનતી.  સમાજ સ્ત્રીને પાછી પાડવા કેટલી હદે જઇ શકે છે તે દર્શાવવામાં આ પાત્ર યોગ્ય રીતે વર્ણવાયું છે જો કે તે મુવ ઓન થાય છે તે પણ અને સમાજનાં બંધનોને નથી સ્વીકારતી તે પણ તેનાં પાત્રની ધાર કાઢનારી બાબતો સાબિત થઇ છે. 

  મસાન - રિચા ચઢ્ઢા આ ફિલ્મમાં દેવીનું પાત્ર ભજવે છે. બોય ફ્રેન્ડ સાથે હોટલમાં પકડાય છે ત્યારે તે પોલીસ સામે બહુ સ્પષ્ટ છે કે પોતે જે કરી રહી છે તેમાં કંઇ ગેરકાયદેસર કે ખોટું નથી, વળી તે તેના પિતાના અતાર્કિક વિચારોને પણ પડકારે છે અને વેતા વગરની વાતોથી બંધાઇ જવામાં નથી માનતી.  સમાજ સ્ત્રીને પાછી પાડવા કેટલી હદે જઇ શકે છે તે દર્શાવવામાં આ પાત્ર યોગ્ય રીતે વર્ણવાયું છે જો કે તે મુવ ઓન થાય છે તે પણ અને સમાજનાં બંધનોને નથી સ્વીકારતી તે પણ તેનાં પાત્રની ધાર કાઢનારી બાબતો સાબિત થઇ છે. 

  24/30
 • ક્વીન - કંગના રાણાવતે આ ફિલ્મમાં રજૌરીની એક એવી છોકરીનું પાત્ર ભજવ્યું છે જેને માટે શરૂઆતમાં તો લગ્ન અને પતિ જ મહત્વનાં હશે તેમ લાગે. નાની વાતોમાં ખુશ થનારી આ છોકરીને તેની સાથે પરણનારો છોકરો છેલ્લી ઘડીએ ના પાડે છે અને તે પોતાના હનીમુન પર એકલી જવાનું નક્કી કરે છે. એકલા કરેલી મુસાફરી તેને કેવી રીતે બદલે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે અને પોતાની જ લાગણીઓથી સ્વતંત્ર થતા શીખવનારી આ ફિલ્મે કંગનાને બોલીવુડની ક્વિન બનાવી દિધી તેમ કહી શકાય. 

  ક્વીન - કંગના રાણાવતે આ ફિલ્મમાં રજૌરીની એક એવી છોકરીનું પાત્ર ભજવ્યું છે જેને માટે શરૂઆતમાં તો લગ્ન અને પતિ જ મહત્વનાં હશે તેમ લાગે. નાની વાતોમાં ખુશ થનારી આ છોકરીને તેની સાથે પરણનારો છોકરો છેલ્લી ઘડીએ ના પાડે છે અને તે પોતાના હનીમુન પર એકલી જવાનું નક્કી કરે છે. એકલા કરેલી મુસાફરી તેને કેવી રીતે બદલે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે અને પોતાની જ લાગણીઓથી સ્વતંત્ર થતા શીખવનારી આ ફિલ્મે કંગનાને બોલીવુડની ક્વિન બનાવી દિધી તેમ કહી શકાય. 

  25/30
 • પીકુ - મિલેનિયલ છોકરીનું પાત્ર ભજવીને દીપિકા પાદુકોણે દર્શાવ્યું કે કઇ રીતે પ્રોફેશનલી કામ કરતી યુવતીઓ પોતાના વાલીઓનું ધ્યાન રાખે છે, રાખી શકે છે અને અકળામણ થઇ જાય છતાં પણ કઇ હદે તેઓ પોતાના વૃદ્ધ વાલીની કાળજી રાખવા પ્રયાસ કરે છે. અમિતાભ બચ્ચને દીપિકા પાદુકોણનાં હાઇપરકોન્ડ્રિયાક પિતાનું પાત્ર ભજવ્યું હતું જેમને સતત એવો ડર રહેતો હતો કે તેમને કોઇને કોઇ પ્રકારની માંદગી પરેશાન કરી રહી છે.

  પીકુ - મિલેનિયલ છોકરીનું પાત્ર ભજવીને દીપિકા પાદુકોણે દર્શાવ્યું કે કઇ રીતે પ્રોફેશનલી કામ કરતી યુવતીઓ પોતાના વાલીઓનું ધ્યાન રાખે છે, રાખી શકે છે અને અકળામણ થઇ જાય છતાં પણ કઇ હદે તેઓ પોતાના વૃદ્ધ વાલીની કાળજી રાખવા પ્રયાસ કરે છે. અમિતાભ બચ્ચને દીપિકા પાદુકોણનાં હાઇપરકોન્ડ્રિયાક પિતાનું પાત્ર ભજવ્યું હતું જેમને સતત એવો ડર રહેતો હતો કે તેમને કોઇને કોઇ પ્રકારની માંદગી પરેશાન કરી રહી છે.

  26/30
 • લિપસ્ટિક અંડર માય બુરખા - સ્ત્રીની સેક્સ્યુઆલિટીને અલગ અલગ રીતે એક્સપ્લોર કરતી આ ફિલ્મ બહુ બોલ્ડ છે. બદલાયેલા સમાજનો આયનો બનનારી આ ફિલ્મમાં રત્ના પાઠક શાહે એક એવું પાત્ર ભજવ્યું હતું જે પોતાની સેક્સ્યુઅલ ઇચ્છાઓ સાથે કમ્ફર્ટેબલ છે. મુસ્લિમ ટીનએજરનું બંધનોથી દૂર થઇને પોતાની ઓળખાણ ખડી કરવાથી માંડીની બ્યુટી પાર્લર ચલાવતી લીલા, ન્યુડ મોડલ તરીકે કામ કરતી તેની મા, વરથી છુપાઇને કામ કરનારી શીરીન જેવી કથાઓ આ ફિલ્મની વાર્તાને આગળ વધારે છે. 

  લિપસ્ટિક અંડર માય બુરખા - સ્ત્રીની સેક્સ્યુઆલિટીને અલગ અલગ રીતે એક્સપ્લોર કરતી આ ફિલ્મ બહુ બોલ્ડ છે. બદલાયેલા સમાજનો આયનો બનનારી આ ફિલ્મમાં રત્ના પાઠક શાહે એક એવું પાત્ર ભજવ્યું હતું જે પોતાની સેક્સ્યુઅલ ઇચ્છાઓ સાથે કમ્ફર્ટેબલ છે. મુસ્લિમ ટીનએજરનું બંધનોથી દૂર થઇને પોતાની ઓળખાણ ખડી કરવાથી માંડીની બ્યુટી પાર્લર ચલાવતી લીલા, ન્યુડ મોડલ તરીકે કામ કરતી તેની મા, વરથી છુપાઇને કામ કરનારી શીરીન જેવી કથાઓ આ ફિલ્મની વાર્તાને આગળ વધારે છે. 

  27/30
 • રાઝી - આલિયા ભટ્ટે આ ફિલ્મ ફિલ્મમાં એક એવી યુવતીનો અભિનય કર્યો હતો જેને પરણીને પાકિસ્તાન મોકલાય છે પણ તેનું મુળ કામ જાસુસી કરવાનું છે. કોલિંગ સહેમત નામનાં પુસ્તક પરથી બનેલી આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી હતી. આલિયા ભટ્ટનાં અભિનયનાં ભારોભાર વખાણ થયા હતા. પિતાના દેશપ્રેમને માન આપીને જાસુસી તાલીમ લઇને પાકિસ્તાન પહોંચેલી એક જુવાનજોધ છોકરી કેવી પરિસ્થિતિનો સામનો કરે છે, કઇ રીતે વખત આવ્યે બોલ્ડ નિર્ણયો લે છે તેનું ચિત્રણ આ ફિલ્મમાં રુંવાડા ખડા કરી દે તે રીતે થયું હતું.

  રાઝી - આલિયા ભટ્ટે આ ફિલ્મ ફિલ્મમાં એક એવી યુવતીનો અભિનય કર્યો હતો જેને પરણીને પાકિસ્તાન મોકલાય છે પણ તેનું મુળ કામ જાસુસી કરવાનું છે. કોલિંગ સહેમત નામનાં પુસ્તક પરથી બનેલી આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી હતી. આલિયા ભટ્ટનાં અભિનયનાં ભારોભાર વખાણ થયા હતા. પિતાના દેશપ્રેમને માન આપીને જાસુસી તાલીમ લઇને પાકિસ્તાન પહોંચેલી એક જુવાનજોધ છોકરી કેવી પરિસ્થિતિનો સામનો કરે છે, કઇ રીતે વખત આવ્યે બોલ્ડ નિર્ણયો લે છે તેનું ચિત્રણ આ ફિલ્મમાં રુંવાડા ખડા કરી દે તે રીતે થયું હતું.

  28/30
 • મોમ - કમનસીબે આ શ્રીદેવીની છેલ્લી ફિલ્મ હતી. મોમ ફિલ્મમાં તેમણે એવી એક માંનું પાત્ર રજુ કર્યું જે પોતાની દીકરી સાથે થયેલી બદસલુકાઇનો બદલો લેવા માગે છે અને તે માટે પોતે કોઇપણ હદ સુધી જવા તૈયાર છે. શ્રીદેવીનાં અભિનયને આ ફિલ્મમાં બહુ વખાણવામાં આવ્યો હતો. ઓછું બોલનારી, કોમળ દેખાનારી પણ જ્યારે પોતાના બાળક પર તવાઇ આવે ત્યારે બદલો લેવા માટે કોઇપણ હદે જનારી મા કેવી હોઇ શકે છે તે આ ફિલ્મમાં આબાદ દર્શાવાયું હતું.

  મોમ - કમનસીબે આ શ્રીદેવીની છેલ્લી ફિલ્મ હતી. મોમ ફિલ્મમાં તેમણે એવી એક માંનું પાત્ર રજુ કર્યું જે પોતાની દીકરી સાથે થયેલી બદસલુકાઇનો બદલો લેવા માગે છે અને તે માટે પોતે કોઇપણ હદ સુધી જવા તૈયાર છે. શ્રીદેવીનાં અભિનયને આ ફિલ્મમાં બહુ વખાણવામાં આવ્યો હતો. ઓછું બોલનારી, કોમળ દેખાનારી પણ જ્યારે પોતાના બાળક પર તવાઇ આવે ત્યારે બદલો લેવા માટે કોઇપણ હદે જનારી મા કેવી હોઇ શકે છે તે આ ફિલ્મમાં આબાદ દર્શાવાયું હતું.

  29/30
 • સિક્રેટ સુપરસ્ટાર - ઝાઇરા વસીમે આ ફિલ્મમાં અભિનય કર્યો અને તેને માટે જાણે અભિનયનાં ક્ષેત્રનું આકાશ વધારે મોકળું થયું. એ વાત અલગ છે કે તેણે ફિલ્મો ન કરવાનું નક્કી કર્યું પરંતુ આ ફિલ્મમાં એક એવી દીકરી જે પોતાના પિતાથી છુપાઇને સાવ નાની વયે પોતાનું સંગીત લોકો સુધી છાને ખુણે પહોંચાડે છે અને પછી પોતાની માતાને પણ ગુંગળામણ વાળા વાતાવરણમાંથી બહાર કાઢે છે .

  સિક્રેટ સુપરસ્ટાર - ઝાઇરા વસીમે આ ફિલ્મમાં અભિનય કર્યો અને તેને માટે જાણે અભિનયનાં ક્ષેત્રનું આકાશ વધારે મોકળું થયું. એ વાત અલગ છે કે તેણે ફિલ્મો ન કરવાનું નક્કી કર્યું પરંતુ આ ફિલ્મમાં એક એવી દીકરી જે પોતાના પિતાથી છુપાઇને સાવ નાની વયે પોતાનું સંગીત લોકો સુધી છાને ખુણે પહોંચાડે છે અને પછી પોતાની માતાને પણ ગુંગળામણ વાળા વાતાવરણમાંથી બહાર કાઢે છે .

  30/30
 • loading...

ફોટોઝ વિશે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે આપણે ફિલ્મોમાં સ્ત્રીનાં ચિત્રણ અંગે ચર્ચા તો કરવી જ રહી. ફિલ્મો સમાજનું પ્રતિબિંબ રહી છે અને અમુક ફિલ્મો ધુંધળી છબીઓને સ્પષ્ટ કરનારી સાબિત થઇ છે. જોઇએ કઇ ફિલ્મોમાં સ્ત્રીને કેન્દ્રમાં રખાયું છે અને કહેવાય છે તમામ ફિલ્મો આઇકોનિક. ક્યાંક પોતાના લોકો સામે લડતી સ્ત્રી છે તો ક્યાં સમાજ સામે તો કોઇ ફિલ્મોમાં પોતાની જ લાગણીઓનો સ્થિર કરવામાં સફળ રહેલી સ્ત્રીની વાર્તાઓ અહીં વણી લેવાઇ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK