Happy Birthday Aamir Khan: મિસ્ટર પરફેક્શનિસ્ટનાં પરિવાર સાથેની દુર્લભ ક્ષણો

Updated: Mar 23, 2020, 15:24 IST | Chirantana Bhatt
  • આ ફોટોગ્રાફમાં આમિર ખાન તેના પિતા તાહિર હુસેન સાથે છે. તાહિર હુસેન બહુ જાણીતા પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને અભિનેતા હતા. તેણે અનામિકા, મદહોશ અને ઝખ્મી જેવી ફિલ્મો બનાવી છે અને તેમણે હિંદી સિનેમા વિશ્વમાં અગણિત યોગદાન આપ્યું છે. આમિરને પિતાના ગુણ વારસામાં મળ્યા છે.

    આ ફોટોગ્રાફમાં આમિર ખાન તેના પિતા તાહિર હુસેન સાથે છે. તાહિર હુસેન બહુ જાણીતા પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને અભિનેતા હતા. તેણે અનામિકા, મદહોશ અને ઝખ્મી જેવી ફિલ્મો બનાવી છે અને તેમણે હિંદી સિનેમા વિશ્વમાં અગણિત યોગદાન આપ્યું છે. આમિરને પિતાના ગુણ વારસામાં મળ્યા છે.

    1/23
  • આ તસવીરમાં તાહિર હુસેના તેમના પત્ની ઝીનત હુસેન તથા દિકરા ફૈઝલ અને આમિર સાથે દેખાય છે. દિકરા આમિર સાથે તાહિર હુસેને ફિલ્મ બનાવી હતી તુમ મેરે હો જે ન ચાલી અને પછી આમિર અને જુહીને લઇને કયામત સે કયામત તક બનાવવામાં આવી, જેની સફળતા સૌને યાદ હશે.

    આ તસવીરમાં તાહિર હુસેના તેમના પત્ની ઝીનત હુસેન તથા દિકરા ફૈઝલ અને આમિર સાથે દેખાય છે. દિકરા આમિર સાથે તાહિર હુસેને ફિલ્મ બનાવી હતી તુમ મેરે હો જે ન ચાલી અને પછી આમિર અને જુહીને લઇને કયામત સે કયામત તક બનાવવામાં આવી, જેની સફળતા સૌને યાદ હશે.

    2/23
  • તાહિર હુસેન 2જી ફેબ્રુઆરી 2010નાં રોજ ગુજરી ગયા. તેમને અટેક આવ્યો ત્યારે આમિર પત્ની કિરણ સાથે સનડાન્સ ફેસ્ટિવલમાં બિઝી હતો અને તેને ખબર મળતાં તે મુંબઇ પહોંચ્યો હતો. આ તસવીરમાં આમિર ખાન તેના માતા-પિતા અને બહેન સાથે છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું, મારી મા, મારા પિતા અને મારી મોટી બહેન નિખત, હેપ્પી મધર્સ ડે અમ્મી. 

    તાહિર હુસેન 2જી ફેબ્રુઆરી 2010નાં રોજ ગુજરી ગયા. તેમને અટેક આવ્યો ત્યારે આમિર પત્ની કિરણ સાથે સનડાન્સ ફેસ્ટિવલમાં બિઝી હતો અને તેને ખબર મળતાં તે મુંબઇ પહોંચ્યો હતો. આ તસવીરમાં આમિર ખાન તેના માતા-પિતા અને બહેન સાથે છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું, મારી મા, મારા પિતા અને મારી મોટી બહેન નિખત, હેપ્પી મધર્સ ડે અમ્મી. 

    3/23
  • તાહિર હુસેન બાંન્દ્રામાં ગુજરી ગયા પણ તે પોતાના બીજા પત્ની સાથે પુનામાં રહેતા હતા.

    તાહિર હુસેન બાંન્દ્રામાં ગુજરી ગયા પણ તે પોતાના બીજા પત્ની સાથે પુનામાં રહેતા હતા.

    4/23
  • આમિર તેની અમ્મી ઝીનતની બહુ નિકટ હતો અને તેને માટે અમ્મી હંમેશા પ્રેરણા રહી હતી. તેને પોતાની અમ્મી પરફેક્ટ લાગતી અને તેને વિશ્વની બેસ્ટ મોમ માને છે.

    આમિર તેની અમ્મી ઝીનતની બહુ નિકટ હતો અને તેને માટે અમ્મી હંમેશા પ્રેરણા રહી હતી. તેને પોતાની અમ્મી પરફેક્ટ લાગતી અને તેને વિશ્વની બેસ્ટ મોમ માને છે.

    5/23
  •  તાહિર હુસેનની ફિલ્મ લોકેટ એંશીના દાયકામાં ડબ્બો થઇ ગઇ અને પછી નાદારીનાં દિવસો આવ્યા. આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને હજી પણ યાદ છે કે પાંચ વર્ષ સુધી ઉઘરાણી કરવા લોકોના ફોન આવ્યા કરતા. એક રાતે તેણે ઉઠીને પોતાનું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ જોયા ક્રયું અને નોકરી લેવાના વિચાર કર્યા. 

     તાહિર હુસેનની ફિલ્મ લોકેટ એંશીના દાયકામાં ડબ્બો થઇ ગઇ અને પછી નાદારીનાં દિવસો આવ્યા. આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને હજી પણ યાદ છે કે પાંચ વર્ષ સુધી ઉઘરાણી કરવા લોકોના ફોન આવ્યા કરતા. એક રાતે તેણે ઉઠીને પોતાનું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ જોયા ક્રયું અને નોકરી લેવાના વિચાર કર્યા. 

    6/23
  • 2018માં આમિરે પહેલી વાર ઇન્સ્ટાગ્રામ પર દેખા દિધી ત્યારે તેની પહેલી પોસ્ટ પણ તેની અમ્મી વિષે હતી. તેણે લખ્યું હતું કે આ એ વ્યક્તિ છે જેના લીધે હું જે છું તે છું. તે પોતાની અમ્મીને 2012 અને 2018માં હજ પર લઇ ગયો હતો.

    2018માં આમિરે પહેલી વાર ઇન્સ્ટાગ્રામ પર દેખા દિધી ત્યારે તેની પહેલી પોસ્ટ પણ તેની અમ્મી વિષે હતી. તેણે લખ્યું હતું કે આ એ વ્યક્તિ છે જેના લીધે હું જે છું તે છું. તે પોતાની અમ્મીને 2012 અને 2018માં હજ પર લઇ ગયો હતો.

    7/23
  • આમિરને ત્રણ ભાઇ-બહેન છે અને તે સૌથી મોટો છે. આમિરને ભાઇ ફૈઝલ છે બહેન ફરહત અને નિખત. આ તસવીરમાં નિખત અને ભાઇ ફૈઝલ દેખાય છે. ફૈઝલે મેલા ફિલ્મમાં કામ કર્યુ હતું. 

    આમિરને ત્રણ ભાઇ-બહેન છે અને તે સૌથી મોટો છે. આમિરને ભાઇ ફૈઝલ છે બહેન ફરહત અને નિખત. આ તસવીરમાં નિખત અને ભાઇ ફૈઝલ દેખાય છે. ફૈઝલે મેલા ફિલ્મમાં કામ કર્યુ હતું. 

    8/23
  • ફૈઝલે નાનપણમાં ફિલ્મ પ્યાર કા મૌસમમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. તેમે નાના શશી કપૂરનો રોલ કર્યો હતો.  1988માં ફૈઝલ ખાને કયામત સે કયામત તકમાં પણ નાનો રોલ કર્યો હતો અને જો જીતા વહી સિંકદરમાં પણ કેમિયો કર્યો હતો.

    ફૈઝલે નાનપણમાં ફિલ્મ પ્યાર કા મૌસમમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. તેમે નાના શશી કપૂરનો રોલ કર્યો હતો.  1988માં ફૈઝલ ખાને કયામત સે કયામત તકમાં પણ નાનો રોલ કર્યો હતો અને જો જીતા વહી સિંકદરમાં પણ કેમિયો કર્યો હતો.

    9/23
  • આ તસવીરમાં આમિર ખાન તેની બહેનો નિખત અને ફરહત ખાન સાથે છે.  જમણે ઉભેલી નિખતે તાપસી પન્નુ અને ભુમી પેડનેકરની ફિલ્મ સાંઢ કી આંખથી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. વૃદ્ધ તાપસી અને ભૂમિ સાથે જે સ્ત્રીઓ હતી તેમાં એક નિખત હતી. ફરહતે રાજીવ દત્તા નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે અને તે પોતે ગ્રાફિક ડિઝાઇનર છે. 

    આ તસવીરમાં આમિર ખાન તેની બહેનો નિખત અને ફરહત ખાન સાથે છે.  જમણે ઉભેલી નિખતે તાપસી પન્નુ અને ભુમી પેડનેકરની ફિલ્મ સાંઢ કી આંખથી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. વૃદ્ધ તાપસી અને ભૂમિ સાથે જે સ્ત્રીઓ હતી તેમાં એક નિખત હતી. ફરહતે રાજીવ દત્તા નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે અને તે પોતે ગ્રાફિક ડિઝાઇનર છે. 

    10/23
  • આમિર ખાનના પિતરાઇ નુઝહત ખાન તેના દિકરા ઇમરાન ખાન સાથે આ તસવીરમાં દેખાય છે. આમિરના પિતા તાહિરના ભાઇ નાસિર હુસેનની દીકરે એટલે નુઝહત. નુઝહત પોતે સાયકોલોજિસ્ટ છે અને આમિરની ફિલ્મ રાખમાં તેણે અભિનય કર્યો હતો. ઇમરાન ખાન પાલ આ આમિરનાં ભાણાનું આખું નામ છે કારણકે નુઝહતે અનિલ પાલ સાથે લગ્ન કર્યા હતા. અનિલથી છૂટા પડીને નુઝહતે રાજ ઝુત્શી સાથે લગ્ન કર્યા, પણ પછી તેઓ પણ છૂટા પડી ગયાં.

    આમિર ખાનના પિતરાઇ નુઝહત ખાન તેના દિકરા ઇમરાન ખાન સાથે આ તસવીરમાં દેખાય છે. આમિરના પિતા તાહિરના ભાઇ નાસિર હુસેનની દીકરે એટલે નુઝહત. નુઝહત પોતે સાયકોલોજિસ્ટ છે અને આમિરની ફિલ્મ રાખમાં તેણે અભિનય કર્યો હતો. ઇમરાન ખાન પાલ આ આમિરનાં ભાણાનું આખું નામ છે કારણકે નુઝહતે અનિલ પાલ સાથે લગ્ન કર્યા હતા. અનિલથી છૂટા પડીને નુઝહતે રાજ ઝુત્શી સાથે લગ્ન કર્યા, પણ પછી તેઓ પણ છૂટા પડી ગયાં.

    11/23
  • આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા સાથે તેણે 1987માં છાનામાના લગ્ન કર્યા હતા. તેની પહેલી ફિલ્મ આવી તે પહેલાં તે પરણી ગયો હતો. તેમને બે સંતાનો છે દિકરી ઇરા અને દિકરો જુનૈદ. 15 વર્ષનાં લગ્ન જીવન પછી તેઓ છુટાં પડી ગયા. આ તસવીરમાં રીના અને ઇરા છે.

    આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા સાથે તેણે 1987માં છાનામાના લગ્ન કર્યા હતા. તેની પહેલી ફિલ્મ આવી તે પહેલાં તે પરણી ગયો હતો. તેમને બે સંતાનો છે દિકરી ઇરા અને દિકરો જુનૈદ. 15 વર્ષનાં લગ્ન જીવન પછી તેઓ છુટાં પડી ગયા. આ તસવીરમાં રીના અને ઇરા છે.

    12/23
  • આમિર ખાને લગાનની આસિસ્ટન્ટ ડિરેક્ટર કિરણ રાવ સાથે 2005માં લગ્ન કર્યા. આ તસવીરમાં કિરણ રાવ સાસુ ઝીનત અને નણંદ નિખત  તથા નુહઝત સાથે જોઇ શકાય છે. 

    આમિર ખાને લગાનની આસિસ્ટન્ટ ડિરેક્ટર કિરણ રાવ સાથે 2005માં લગ્ન કર્યા. આ તસવીરમાં કિરણ રાવ સાસુ ઝીનત અને નણંદ નિખત  તથા નુહઝત સાથે જોઇ શકાય છે. 

    13/23
  • આ તસવીરમાં આમિર પોતાની પૂર્વ પત્ની રીના અને વર્તમાન પત્ની કિરણ સાથે એક લાક્ષણિક ક્ષણમાં કંડારાઇ ગયા છે.

    આ તસવીરમાં આમિર પોતાની પૂર્વ પત્ની રીના અને વર્તમાન પત્ની કિરણ સાથે એક લાક્ષણિક ક્ષણમાં કંડારાઇ ગયા છે.

    14/23
  • પહેલી પત્નીથી ઇરા અને જુનૈદ અને બીજી પત્ની કિરણ સાથે સરોગસીથી આવકારેલો દીકરો આઝાદ આમિરનાં ત્રણ સંતાનો છે. આ તસવીરમાં જુનૈદ અને ઇરા જોઇ શકાય છે.

    પહેલી પત્નીથી ઇરા અને જુનૈદ અને બીજી પત્ની કિરણ સાથે સરોગસીથી આવકારેલો દીકરો આઝાદ આમિરનાં ત્રણ સંતાનો છે. આ તસવીરમાં જુનૈદ અને ઇરા જોઇ શકાય છે.

    15/23
  • આમિર ખાને કહ્યું હતું કે જુનૈદનો ફિલ્મોને મામલે ટેસ્ટ પોતાના જેવો જ છે પણ તેને પ્રોજેક્ટ મળે એ પહેલાં એણે જાતને સાબિત કરવી પડશે. આમિરે તેનું કામ જોયું છે અને પોતાને લાગશે ત્યારે તેને માટે પ્રોજેક્ટ ખડો કરશે.

    આમિર ખાને કહ્યું હતું કે જુનૈદનો ફિલ્મોને મામલે ટેસ્ટ પોતાના જેવો જ છે પણ તેને પ્રોજેક્ટ મળે એ પહેલાં એણે જાતને સાબિત કરવી પડશે. આમિરે તેનું કામ જોયું છે અને પોતાને લાગશે ત્યારે તેને માટે પ્રોજેક્ટ ખડો કરશે.

    16/23
  • ઓનસ્ક્રીન દીકરીઓ તેને હાનિકારક બાપુ કહેતી હશે પણ આમિરની દીકરી ઇરા સાથેની આ તસવીર કહી આપે છે તે કેટલો પ્રેમાળ પિતા છે.

    ઓનસ્ક્રીન દીકરીઓ તેને હાનિકારક બાપુ કહેતી હશે પણ આમિરની દીકરી ઇરા સાથેની આ તસવીર કહી આપે છે તે કેટલો પ્રેમાળ પિતા છે.

    17/23
  • આમિરની દીકરી 23 વર્ષની છે અને તે બહુ શરમાળ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર અધધધ ફોલોઅર્સ છે. તેણે નાટક ડાયરેક્ટ કર્યું હતું અને એ ક્ષેત્રમાં તેની આવડત અંગે તેને પુરો વિશ્વાસ છે.

    આમિરની દીકરી 23 વર્ષની છે અને તે બહુ શરમાળ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર અધધધ ફોલોઅર્સ છે. તેણે નાટક ડાયરેક્ટ કર્યું હતું અને એ ક્ષેત્રમાં તેની આવડત અંગે તેને પુરો વિશ્વાસ છે.

    18/23
  • જુનૈદને પણ થિએટર કરવામાં રસ છે અને તેણે રાજકુમાર હિરાણીની પીકેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. 

    જુનૈદને પણ થિએટર કરવામાં રસ છે અને તેણે રાજકુમાર હિરાણીની પીકેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. 

    19/23
  • જુનૈદ અને ઇરા મોટા થઇ રહ્યા હતા ત્યારે આમિર તેમની સાથે પોતાની વ્યસ્તતાને કારણે પુરતો સમય નહોતો વિતાવી શકતો. આ તસવીરમાં ઇરા સાથે આમિર દેખાય છે અને તેણે આ ફોટોગ્રાફ ઇરાનાં 21માં બર્થડે પર પોસ્ટ કર્યો હતો તથા દીકરી જલ્દી મોટી થઇ ગઇ તેમ કહ્યું હતું.

    જુનૈદ અને ઇરા મોટા થઇ રહ્યા હતા ત્યારે આમિર તેમની સાથે પોતાની વ્યસ્તતાને કારણે પુરતો સમય નહોતો વિતાવી શકતો. આ તસવીરમાં ઇરા સાથે આમિર દેખાય છે અને તેણે આ ફોટોગ્રાફ ઇરાનાં 21માં બર્થડે પર પોસ્ટ કર્યો હતો તથા દીકરી જલ્દી મોટી થઇ ગઇ તેમ કહ્યું હતું.

    20/23
  • આમિર રોજ સાંજે દીકરા આઝાદ સાથે બે કલાક રમે છે. તેને નવડાવવાથી માંડીને ખવડાવવાનું કામ પણ તે કરે છે. આમિર સ્ટ્રિક્ટ પેરન્ટ પણ છે જો કે આ તસવીરમાં તે આઝાદ પાસે જન્માષ્ટમીની મટકી ફોડાવવાની મસ્તી કરી રહ્યો છે.

    આમિર રોજ સાંજે દીકરા આઝાદ સાથે બે કલાક રમે છે. તેને નવડાવવાથી માંડીને ખવડાવવાનું કામ પણ તે કરે છે. આમિર સ્ટ્રિક્ટ પેરન્ટ પણ છે જો કે આ તસવીરમાં તે આઝાદ પાસે જન્માષ્ટમીની મટકી ફોડાવવાની મસ્તી કરી રહ્યો છે.

    21/23
  • આઝાદને માત્ર અડધો કલાક ટીવી જોવાની છુટ છે અને જે માનવા લાયક હોય તે જ વાતો માનવામાં આવે છે. આ તસવીરમાં આમિર અને કિરણ એસ્ટ્રીક કોમિક્સનાં પાત્રોના વેશમાં આઝાદનાં મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા છે.

    આઝાદને માત્ર અડધો કલાક ટીવી જોવાની છુટ છે અને જે માનવા લાયક હોય તે જ વાતો માનવામાં આવે છે. આ તસવીરમાં આમિર અને કિરણ એસ્ટ્રીક કોમિક્સનાં પાત્રોના વેશમાં આઝાદનાં મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા છે.

    22/23
  • હેપ્પી બર્થ ડે આમિર ખાન, તમને વધુ સફળતા અને વધુ પ્રસિદ્ધિની શુભકામના!

    હેપ્પી બર્થ ડે આમિર ખાન, તમને વધુ સફળતા અને વધુ પ્રસિદ્ધિની શુભકામના!

    23/23
  • loading...

ફોટોઝ વિશે

આજે આમિર ખાનનો જન્મદિવસ છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનનો આજે 14 માર્ચે જન્મદિવસ છે. આ નિમિત્તે પોતાના કામ માટે અત્યંત પેશનેટ ગણાતા આ સુપર સ્ટારની એવી ક્ષણો જોઇએ જે તેણે માણી છે પોતાના પરિવાર સાથે. તેનું ઇસ્ટાગ્રામ પોતાના પરિવારની તસવીરોથી ઉભરાતું રહે છે. જોઇએ આ હુંફથી ભરપૂર તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK