એક સાંજનું નામ 'સરિતા જોષી' : જાજરમાન શબ્દનો ઠસ્સો વધારતી પ્રતિભા, જ્યારે મળ્યો પદ્મશ્રી...

Updated: 17th October, 2020 10:31 IST | Chirantana Bhatt
 • આ તસવીરમાં આ ભવ્ય સાંજના યજમાનો વિપુલ તથા તેજલ મહેતા સરિતા જોષી સાથે. ઉમળકો તસવીરની બહાર ડોકિયું કરે છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ઠસ્સાને કેવી સ્ટાઇલ હોઇ શકે છે તે સરિતાબહેનની આ તસવીરમાં સમજી શકાય છે, અજરખ પ્રિન્ટ વાળી સિલ્કની સાડીને આટલી ઠાવકાઇ છતાં ય અદ્ભુતતા ભાગ્યે જ કોઇ બક્ષી શકે.

  આ તસવીરમાં આ ભવ્ય સાંજના યજમાનો વિપુલ તથા તેજલ મહેતા સરિતા જોષી સાથે. ઉમળકો તસવીરની બહાર ડોકિયું કરે છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ઠસ્સાને કેવી સ્ટાઇલ હોઇ શકે છે તે સરિતાબહેનની આ તસવીરમાં સમજી શકાય છે, અજરખ પ્રિન્ટ વાળી સિલ્કની સાડીને આટલી ઠાવકાઇ છતાં ય અદ્ભુતતા ભાગ્યે જ કોઇ બક્ષી શકે.

  1/16
 • માનસી પારેખ ગોહીલ સાથેની આ તસવીરમાં પણ વ્હાલ જાણે સુરમાં રેલાઇ રહ્યું હોય તેમ લાગે છે. આ એ જ સરિતા જોષી છે જેમણે સંતુરંગીલીનો એ પ્રખ્યાત સંવાદ લોકો સુધી પહોંચાડ્યો હતો, "તું માંદો પડીશને જંઇ માસ્તર, મને મોઢે હશે બધા સાસ્તર,સાસ્તર નહીં શાસ્તર શાસ્તર, તાળવે લગાડવાની જીભ,શાસ્તર...શશશશશશ..તું રાડું પાડીને રોઇસ વો મ્મા, વો મ્મા અને હું ફિલ્લમમાં જઇસ બીજા સોમાં, તારા ખીચ્ચામાં નઇં હોય પૈ અને હું ચેકોમાં કરતી હોઇશ સહીં. તું કગરીને માગીશ જઇ આસરો, હું હસી પડીને કહીશ નહીં, તારોય વારો આવશે હિમાદ્રી તે દિ સંતુ નો ય ડંકો વાગશે."

  માનસી પારેખ ગોહીલ સાથેની આ તસવીરમાં પણ વ્હાલ જાણે સુરમાં રેલાઇ રહ્યું હોય તેમ લાગે છે. આ એ જ સરિતા જોષી છે જેમણે સંતુરંગીલીનો એ પ્રખ્યાત સંવાદ લોકો સુધી પહોંચાડ્યો હતો, "તું માંદો પડીશને જંઇ માસ્તર, મને મોઢે હશે બધા સાસ્તર,સાસ્તર નહીં શાસ્તર શાસ્તર, તાળવે લગાડવાની જીભ,શાસ્તર...શશશશશશ..તું રાડું પાડીને રોઇસ વો મ્મા, વો મ્મા અને હું ફિલ્લમમાં જઇસ બીજા સોમાં, તારા ખીચ્ચામાં નઇં હોય પૈ અને હું ચેકોમાં કરતી હોઇશ સહીં. તું કગરીને માગીશ જઇ આસરો, હું હસી પડીને કહીશ નહીં, તારોય વારો આવશે હિમાદ્રી તે દિ સંતુ નો ય ડંકો વાગશે."

  2/16
 • આ તસવીરમાં તમે જોઇ શકો છો કે સરિતા જોષી તથા યજમાનો વિપુલ તથા તેજલ મહેતા સાથે સરિતાબહેનનાં દીકરી કેતકી દવે દેખાય છે, જે પોતે પણ બહુ સારાં અભિનેત્રી છે. તેમની સાથે ઉત્કર્ષ મઝમુદાર જે માસ્ટર ફુલમણી અને મારો પિયુ ગયો રંગુન જેવા નાટકો ઉપરાંત અનેક ફિલ્મો તથા ટેલિવિઝન સિરિયલ્સનો જાણીતો ચહેરો છે.

  આ તસવીરમાં તમે જોઇ શકો છો કે સરિતા જોષી તથા યજમાનો વિપુલ તથા તેજલ મહેતા સાથે સરિતાબહેનનાં દીકરી કેતકી દવે દેખાય છે, જે પોતે પણ બહુ સારાં અભિનેત્રી છે. તેમની સાથે ઉત્કર્ષ મઝમુદાર જે માસ્ટર ફુલમણી અને મારો પિયુ ગયો રંગુન જેવા નાટકો ઉપરાંત અનેક ફિલ્મો તથા ટેલિવિઝન સિરિયલ્સનો જાણીતો ચહેરો છે.

  3/16
 • આ સાંજે સરિતા જોષીને આ વિશેષ કૃતિ ભેટ અપાઇ હતી જેમાં લખાયું હતું કે "આંખોથી બોલતી નવરસ ઘોળતી અભિનય છે એની વાણી, તખ્તો ગજાવતી તાળીઓ પડાવતી આપણી છે આ 'નટરાણી', છેલછબીલી સંતુરંગીલી ગજબ છે એની ત્વરા, આપણાં સહુની લાડકી છે પ્રવીણની આ સરા."

  આ સાંજે સરિતા જોષીને આ વિશેષ કૃતિ ભેટ અપાઇ હતી જેમાં લખાયું હતું કે "આંખોથી બોલતી નવરસ ઘોળતી અભિનય છે એની વાણી, તખ્તો ગજાવતી તાળીઓ પડાવતી આપણી છે આ 'નટરાણી', છેલછબીલી સંતુરંગીલી ગજબ છે એની ત્વરા, આપણાં સહુની લાડકી છે પ્રવીણની આ સરા."

  4/16
 • કોકોનટ મોશનપિક્ચર્સનાં કર્તાહર્તા રશ્મીન મજીઠિયા સાથે સરિતાબહેનની 'સેલ્ફી' મોમેન્ટ. ભલે ભીડમાં હોય કે પછી મંચ પર કે પછી ક્યાંક બીજે પણ આ ચહેરાને સંતુનું પાત્ર યાદ અપાવીએ તો તરત કહેશે, "તું જોઇ લેજેને મારો ભપકો, હું બાયણેથી કહીશ એ રો..મા રો..મા તે દિ મારો ય ડંકો વાગશે, રાઝા રજવાડાને મલ્લકનાં શેઠિયા, મારીએ મુલાકાત માગશે, હું યે પહેરતી હોઇશ પોલકું ને ઘાઘરીને આભલાની ચૂંદડીને સોનાની સોંકળી, ગોટપીટ ગોટપીટ વાતો કરશું, વૉટ્સ ગોઇંગ ટૂ, ઓર્સબેડધેટએન શટ...અપ, તું રાતા પાણીએ રોતો જઇશ હઇશ વાલા મુઆ અને હું આંખો ફાડીને જોતી રહી જઇશ."

  કોકોનટ મોશનપિક્ચર્સનાં કર્તાહર્તા રશ્મીન મજીઠિયા સાથે સરિતાબહેનની 'સેલ્ફી' મોમેન્ટ. ભલે ભીડમાં હોય કે પછી મંચ પર કે પછી ક્યાંક બીજે પણ આ ચહેરાને સંતુનું પાત્ર યાદ અપાવીએ તો તરત કહેશે, "તું જોઇ લેજેને મારો ભપકો, હું બાયણેથી કહીશ એ રો..મા રો..મા તે દિ મારો ય ડંકો વાગશે, રાઝા રજવાડાને મલ્લકનાં શેઠિયા, મારીએ મુલાકાત માગશે, હું યે પહેરતી હોઇશ પોલકું ને ઘાઘરીને આભલાની ચૂંદડીને સોનાની સોંકળી, ગોટપીટ ગોટપીટ વાતો કરશું, વૉટ્સ ગોઇંગ ટૂ, ઓર્સબેડધેટએન શટ...અપ, તું રાતા પાણીએ રોતો જઇશ હઇશ વાલા મુઆ અને હું આંખો ફાડીને જોતી રહી જઇશ."

  5/16
 • બીજી એક સેલ્ફી મોમેન્ટ કચકડે કંડારાઇ છે જેમાં સરિતાબહેનની સાથે માનસી જોશી અને ઉષા જોશી દેખાય છે. અભિનેત્રી માનસી જોશી સરિતા બહેનનાં ભત્રીજી છે, અરવિંદ જોશીનાં દિકરી. વ્હાલાં કાકી સાથેની સેલ્ફી મોમેન્ટ બહુ ખાસ રહી હશે એ ચોક્કસ.

  બીજી એક સેલ્ફી મોમેન્ટ કચકડે કંડારાઇ છે જેમાં સરિતાબહેનની સાથે માનસી જોશી અને ઉષા જોશી દેખાય છે. અભિનેત્રી માનસી જોશી સરિતા બહેનનાં ભત્રીજી છે, અરવિંદ જોશીનાં દિકરી. વ્હાલાં કાકી સાથેની સેલ્ફી મોમેન્ટ બહુ ખાસ રહી હશે એ ચોક્કસ.

  6/16
 • જાણીતા કવિ મુકેશ જોશી તેમનાં પત્ની રેખા જોશી સાથે સરિતાબહેન લાક્ષણિક સ્મિત સાથે.

  જાણીતા કવિ મુકેશ જોશી તેમનાં પત્ની રેખા જોશી સાથે સરિતાબહેન લાક્ષણિક સ્મિત સાથે.

  7/16
 • આ તસવીરમાં અરવિંદ જોશી દીકરા શર્મન જોશી સાથે એક મોજીલી ક્ષણ માણતા દેખાય છે. તે સરિતા બહેનનાં જીવનસાથી પ્રવિણ જોશીના ભાઇ છે.

  આ તસવીરમાં અરવિંદ જોશી દીકરા શર્મન જોશી સાથે એક મોજીલી ક્ષણ માણતા દેખાય છે. તે સરિતા બહેનનાં જીવનસાથી પ્રવિણ જોશીના ભાઇ છે.

  8/16
 • યજમાન તેજલ મહેતા સાથે ડાબેથી જમણે આ તસવીરમાં તેજલ મહેતા પછી પ્રણોતી પ્રધાન, ઝીના કુપર, ચંદા સંજય ગોરડિયા અને વૃંદા કાણકિયાની પાર્ટી સેલ્ફી નહીં પણ પાર્ટી વેલ્ફી-welfie કચકડે કંડારાઇ છે.

  યજમાન તેજલ મહેતા સાથે ડાબેથી જમણે આ તસવીરમાં તેજલ મહેતા પછી પ્રણોતી પ્રધાન, ઝીના કુપર, ચંદા સંજય ગોરડિયા અને વૃંદા કાણકિયાની પાર્ટી સેલ્ફી નહીં પણ પાર્ટી વેલ્ફી-welfie કચકડે કંડારાઇ છે.

  9/16
 • અભિનેત્રી સેજલ શાહ સાથે સરિતા જોષી. આ નિર્મળ સ્મિત છે એ મ્હોંથી ભારે કટાક્ષ ભર્યો સંવાદ સરીતા બહેને સંતુ રંગીલી તરીકે માસ્તર હિમાદ્રીને ચોપડાવી આપ્યો હતો, "ઠાવકી થઇ સંતુ માગશે, ઓલ્યા માસ્તર હિમાદ્રીનું ડોકું ઉતરાવી દો, ઇ દિપડાના ઝિભડાનાં ઝોડા કરાવ્યી દો, એના ડોરા ફોડાવી દ્યો, એના કોનમાં ધગધગતું સીસું પુરાવી દ્યો, ને રાજોજી કહેશે ઓહોહોહો ઇ શું બોલ્યા, અબઘડી, અને સિપાઇને કહેશે કે ઘોડા દોડાવો, માસ્તરને ઘોડાને પૂંછડે બંધાવો, કપડાં ઉતરાવીને સટાક સટાક ચાબખા મરાવીએ, તંઇ સંતુનો ડંકો વાગશે, જંઇ ભુંડો કરીને હેઠે નાખશે, તલવારો મ્યાનમાંથી કાઢશેને કહેશે કે સંતુ હુકમ કર અને હું મરકીને કહીશ કે જવા દ્યો...માસ્તરને મારવાનું રહેવા દ્યો અને તું ભોંઠો પડીને કહીશ માફ કર અને હું હસી પડીને કહીશ ઠીક જા...તારું કામ કર"

  અભિનેત્રી સેજલ શાહ સાથે સરિતા જોષી. આ નિર્મળ સ્મિત છે એ મ્હોંથી ભારે કટાક્ષ ભર્યો સંવાદ સરીતા બહેને સંતુ રંગીલી તરીકે માસ્તર હિમાદ્રીને ચોપડાવી આપ્યો હતો, "ઠાવકી થઇ સંતુ માગશે, ઓલ્યા માસ્તર હિમાદ્રીનું ડોકું ઉતરાવી દો, ઇ દિપડાના ઝિભડાનાં ઝોડા કરાવ્યી દો, એના ડોરા ફોડાવી દ્યો, એના કોનમાં ધગધગતું સીસું પુરાવી દ્યો, ને રાજોજી કહેશે ઓહોહોહો ઇ શું બોલ્યા, અબઘડી, અને સિપાઇને કહેશે કે ઘોડા દોડાવો, માસ્તરને ઘોડાને પૂંછડે બંધાવો, કપડાં ઉતરાવીને સટાક સટાક ચાબખા મરાવીએ, તંઇ સંતુનો ડંકો વાગશે, જંઇ ભુંડો કરીને હેઠે નાખશે, તલવારો મ્યાનમાંથી કાઢશેને કહેશે કે સંતુ હુકમ કર અને હું મરકીને કહીશ કે જવા દ્યો...માસ્તરને મારવાનું રહેવા દ્યો અને તું ભોંઠો પડીને કહીશ માફ કર અને હું હસી પડીને કહીશ ઠીક જા...તારું કામ કર"

  10/16
 • આ તસવીરમાં સરિતાબહેન સાથે દિલીપ જોશી, માલા જોશી, હિતેન આનંદપરા, ડિંપલ આનંદપરા, મુકેશ જોશી, રેખા જોશી, માનસી પારેખ ગોહિલ તથા પાર્થિવ ગોહિલ જોવા મળે છે.

  આ તસવીરમાં સરિતાબહેન સાથે દિલીપ જોશી, માલા જોશી, હિતેન આનંદપરા, ડિંપલ આનંદપરા, મુકેશ જોશી, રેખા જોશી, માનસી પારેખ ગોહિલ તથા પાર્થિવ ગોહિલ જોવા મળે છે.

  11/16
 • સુરેશ રાજડા અને શર્મન જોશી, હોઇ શકે કે સુરેશ રાજડા કહેતા હોય કે શર્મન હજી ગુજરાતી નાટકો તો કરવાં જોઇએ તારે.

  સુરેશ રાજડા અને શર્મન જોશી, હોઇ શકે કે સુરેશ રાજડા કહેતા હોય કે શર્મન હજી ગુજરાતી નાટકો તો કરવાં જોઇએ તારે.

  12/16
 • દિલીપ રાવલ અને વિપુલ મહેતા પાર્ટીમાંથી પૉઝ લઇને ફોટગ્રાફ માટે પોઝ આપાવ અહીં ખડા છે. લેખકો સાથે હોય ત્યારે ત્યાં વાર્તા રંધાતી જ હોય છે.

  દિલીપ રાવલ અને વિપુલ મહેતા પાર્ટીમાંથી પૉઝ લઇને ફોટગ્રાફ માટે પોઝ આપાવ અહીં ખડા છે. લેખકો સાથે હોય ત્યારે ત્યાં વાર્તા રંધાતી જ હોય છે.

  13/16
 • આ એક તસવીરમાં એ આખી સાંજની વાતો, વાર્તાઓ, સંગીત અને અવાજો બંધાયેલા છે. આ પાર્ટીમાં આવેલા બધાં આ ફોટગ્રાફની ફ્રેમમાં બંધાયા છે. અન્ય મિત્રોની સાથે જેડી મજેઠિયા, આતિશ કાપડિયા, ગાયિકા નિશા કાપડિયા, ઉદય મઝમુદાર સહિત તમામ આ ફોટગ્રાફમાં જોઇ શકાય છે.

  આ એક તસવીરમાં એ આખી સાંજની વાતો, વાર્તાઓ, સંગીત અને અવાજો બંધાયેલા છે. આ પાર્ટીમાં આવેલા બધાં આ ફોટગ્રાફની ફ્રેમમાં બંધાયા છે. અન્ય મિત્રોની સાથે જેડી મજેઠિયા, આતિશ કાપડિયા, ગાયિકા નિશા કાપડિયા, ઉદય મઝમુદાર સહિત તમામ આ ફોટગ્રાફમાં જોઇ શકાય છે.

  14/16
 • એક સ્ત્રીને બરાબર સમજાતું હોય છે બીજી સ્ત્રીનું વ્યવસ્થા કૌશલ્ય અને એટલે જ આ તસવીરમાં યજમાન તેજલને સરિતાબહેન જાદુ કી ઝપ્પી આપીને આ સાંજને ખાસ બનવવા બદલ વ્હાલ કરતાં હોય તેમ જણાય છે. 

  એક સ્ત્રીને બરાબર સમજાતું હોય છે બીજી સ્ત્રીનું વ્યવસ્થા કૌશલ્ય અને એટલે જ આ તસવીરમાં યજમાન તેજલને સરિતાબહેન જાદુ કી ઝપ્પી આપીને આ સાંજને ખાસ બનવવા બદલ વ્હાલ કરતાં હોય તેમ જણાય છે. 

  15/16
 •  યજમાન વિપુલ મહેતા સાથેની આ તસવીરે કોઇ 'નાટકિય' પળથી કમ નથી. વિપુલ મહેતાએ મિડ-ડે.કોમને જણાવ્યું કે આ આખી સાંજનું ફેસબુલ લાઇવ પણ કરવામાં આવ્યું હતું જેને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.  સરિતાબહેન પાસે ફરી એકવાર સંતુંરગીલીનો એ સંવાદ સાંભળાનો લ્હાવો જેને પણ મળ્યો હશે તે નસીબદાર હશે એ ચોક્કસ. ચાલો આ છેલ્લી તસવીર સાથે એ સંવાદનો એક હિસ્સો ફરી અહીં ટાંકું છું જેથી આ ગરિમાપૂર્ણ ચહેરાના અવાજનો રણકો પણ તમારા કાને પહોંચે,"ઘેલો થાશે ને, કોક રાઝાનો દીકરો અને કહેશે કે માગ માગ સંતુ તું માગે એ દઉં, હું તો સુધરેલી બોલીમાં ટૂહૂંકો કરીને કઇશ, રાજાના વાંહામાં ધુમ્બો મારીને કહીશ, તમ્મારા રાજમાં લહેર છે તે મહારાજા, ભગવાનનું દિધું બધું ય છે તે મહારાજા, ખમ્મા કરો હું તો કંઇ ન લઉં, તઇં રાજોજી કહેશે કે સંતુ દિકરાનું મન્ય રાખ ને દરબારી કહેશે કે સંતુ રાજાનું માન રાખ, ને રાજાનો દિકરો મરકીને કહેશે કે સંતુના નામના સિક્કા પડાવો ને સંતુના માનમાં તોપો ફોડાવો, સંતુના ભેરે અસવારી જોડાવો, ઘોડા દોડાવો ને હાથી ડોલાવો, તઇં સંતુનો ડંકો વાગશે."

   યજમાન વિપુલ મહેતા સાથેની આ તસવીરે કોઇ 'નાટકિય' પળથી કમ નથી. વિપુલ મહેતાએ મિડ-ડે.કોમને જણાવ્યું કે આ આખી સાંજનું ફેસબુલ લાઇવ પણ કરવામાં આવ્યું હતું જેને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.  સરિતાબહેન પાસે ફરી એકવાર સંતુંરગીલીનો એ સંવાદ સાંભળાનો લ્હાવો જેને પણ મળ્યો હશે તે નસીબદાર હશે એ ચોક્કસ. ચાલો આ છેલ્લી તસવીર સાથે એ સંવાદનો એક હિસ્સો ફરી અહીં ટાંકું છું જેથી આ ગરિમાપૂર્ણ ચહેરાના અવાજનો રણકો પણ તમારા કાને પહોંચે,"ઘેલો થાશે ને, કોક રાઝાનો દીકરો અને કહેશે કે માગ માગ સંતુ તું માગે એ દઉં, હું તો સુધરેલી બોલીમાં ટૂહૂંકો કરીને કઇશ, રાજાના વાંહામાં ધુમ્બો મારીને કહીશ, તમ્મારા રાજમાં લહેર છે તે મહારાજા, ભગવાનનું દિધું બધું ય છે તે મહારાજા, ખમ્મા કરો હું તો કંઇ ન લઉં, તઇં રાજોજી કહેશે કે સંતુ દિકરાનું મન્ય રાખ ને દરબારી કહેશે કે સંતુ રાજાનું માન રાખ, ને રાજાનો દિકરો મરકીને કહેશે કે સંતુના નામના સિક્કા પડાવો ને સંતુના માનમાં તોપો ફોડાવો, સંતુના ભેરે અસવારી જોડાવો, ઘોડા દોડાવો ને હાથી ડોલાવો, તઇં સંતુનો ડંકો વાગશે."

  16/16
 • loading...

ફોટોઝ વિશે

સરિતા જોષી, એક એવું નામ જેની સાથે નાટકની ભાષા વધારે સ્પષ્ટ થાય છે. એક એવો ચહેરો જેને કારણે રંગમંચની લાઇટ્સ વધારે સતર્ક થઇ જાય છે, એક એવું સ્મિત જે ખુશીની સુરખીને વધુ લાલ બનાવે છે. તાજેતરમાં જેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો છે તેવા સરિતા જોષીને માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગમતીલાંઓનો આ મેળાવડો જાણીતા લેખક અને દિગ્દર્શક વિપુલ મહેતાએ આયોજ્યો હતો. મિડ-ડે ગુજરાતી.કોમ સાથે તેમણે આ સાંજની તસવીરો એક્સક્લુઝિવલી શેર કરી હતી. સંતુ રંગીલી હોય કે બા બહુ ઔર બેબી, આવા તો કંઇક સ્ટેજ અને સ્ક્રિન પરનાં પરફોર્મન્સ છે જેમને સરીતા જોશી દ્વારા રજુ થવાનો મોકો મળ્યો છે અને એટલે જ તે અમર બની ગયાં છે.  એક નજર કરીએ ગુજરાતી ભાષાની ગરિમાની વ્યાખ્યાને ઘુંટ્યા કરતા સરિતા જોષી અને મિત્રોના ઉલ્લાસ પર.

First Published: 17th October, 2020 10:12 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK