TMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં

Updated: 30th September, 2020 16:45 IST | Shilpa Bhanushali
  • પ્રતિશ વોરાનો જન્મ 06 સપ્ટેમ્બર 1978ના રોજ મુંબઇમાં થયો જ્યારે તેમનો ઉછેર રાજકોટમાં થયો.

    પ્રતિશ વોરાનો જન્મ 06 સપ્ટેમ્બર 1978ના રોજ મુંબઇમાં થયો જ્યારે તેમનો ઉછેર રાજકોટમાં થયો.

    1/26
  • પ્રતિશ વોરા પોતાના વિશે જણાવે છે કે "બેઝિકલી હું સ્ટેજ આર્ટિસ્ટ છું."

    પ્રતિશ વોરા પોતાના વિશે જણાવે છે કે "બેઝિકલી હું સ્ટેજ આર્ટિસ્ટ છું."

    2/26
  • પ્રતિશ વોરા પોતાની લાઇફ જર્ની વિશે વાત કરતા કહે છે કે 19 વર્ષની ઉંમરે મેં 1997માં સ્ટ્રીટ પ્લે દ્વારા મારી એક્ટિંગની શરૂઆત કરી હતી. 

    પ્રતિશ વોરા પોતાની લાઇફ જર્ની વિશે વાત કરતા કહે છે કે 19 વર્ષની ઉંમરે મેં 1997માં સ્ટ્રીટ પ્લે દ્વારા મારી એક્ટિંગની શરૂઆત કરી હતી. 

    3/26
  • "1996માં પોલિયોની શરૂઆત જ થઈ હતી અને લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે શેરી નાટકો દ્વારા શરૂઆત કરી અને ત્યારથી જ મેં એક્ટિંગ તરફ વળવાનું નક્કી કર્યું. આમ તો એક્ટિંગ એ મારો શોખ રહ્યો છે. તે સમયે નાની મોટી નોકરીઓ, બિઝનેસ અને ભણવાનું પણ ચાલુ હતું."

    "1996માં પોલિયોની શરૂઆત જ થઈ હતી અને લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે શેરી નાટકો દ્વારા શરૂઆત કરી અને ત્યારથી જ મેં એક્ટિંગ તરફ વળવાનું નક્કી કર્યું. આમ તો એક્ટિંગ એ મારો શોખ રહ્યો છે. તે સમયે નાની મોટી નોકરીઓ, બિઝનેસ અને ભણવાનું પણ ચાલુ હતું."

    4/26
  • રાજકોટમાં જ લોકોને ધીમે ધીમે ખબર પડી કે પ્રતિશ વોરા આર્ટિસ્ટ છે અને એક સારા આર્ટિસ્ટ છે એમ કરતાં કરતાં રાજકોટ દૂરદર્શનમાં કૃષિદર્શનના લીડ એક્ટર તરીકે લગભગ 14 વર્ષ સુધી કામ કર્યું.

    રાજકોટમાં જ લોકોને ધીમે ધીમે ખબર પડી કે પ્રતિશ વોરા આર્ટિસ્ટ છે અને એક સારા આર્ટિસ્ટ છે એમ કરતાં કરતાં રાજકોટ દૂરદર્શનમાં કૃષિદર્શનના લીડ એક્ટર તરીકે લગભગ 14 વર્ષ સુધી કામ કર્યું.

    5/26
  • "કમર્શિયલ પ્લે દરમિયાન એક્ટિંગ જગતમાં નોખું તરી આવે એવું ઉદાહરણ એટલે મને એક 'કૉમેડી રોલ' માટે 2000ની સાલમાં 'ગુજરાત સ્ટેટ બેસ્ટ એક્ટિંગ'નો અવૉર્ડ મળ્યો."

    "કમર્શિયલ પ્લે દરમિયાન એક્ટિંગ જગતમાં નોખું તરી આવે એવું ઉદાહરણ એટલે મને એક 'કૉમેડી રોલ' માટે 2000ની સાલમાં 'ગુજરાત સ્ટેટ બેસ્ટ એક્ટિંગ'નો અવૉર્ડ મળ્યો."

    6/26
  • પ્રતિશ વોરા પોતાની અભિનેતા તરીકેની શરૂઆત વિશે જણાવે છે કે તેમણે મોનો લૉગ દ્વારા શરૂઆત કરી હતી. મોનોલૉગ કરવા પહેલાથી બહુ ગમતા એટલે લગભગ આજે પણ તેઓ ઘરમાં એકલા હોય ત્યારે ઘણીવાર મોનોલૉગ કરતા હોય છે.

    પ્રતિશ વોરા પોતાની અભિનેતા તરીકેની શરૂઆત વિશે જણાવે છે કે તેમણે મોનો લૉગ દ્વારા શરૂઆત કરી હતી. મોનોલૉગ કરવા પહેલાથી બહુ ગમતા એટલે લગભગ આજે પણ તેઓ ઘરમાં એકલા હોય ત્યારે ઘણીવાર મોનોલૉગ કરતા હોય છે.

    7/26
  • 2003માં લગ્ન થયા. પછી બીજા ક્ષેત્રમાં કામકાજ કર્યું પણ 2007માં એક્ટિંગથી જુદાં ન રહી શકાયું એટલે મુંબઇ આવ્યા. એ બાબતે પત્નીનો સપોર્ટ મળ્યો. પત્ની લીના ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ હોવાથી લગ્નના ચોથા વર્ષે જ તેઓ મુંબઇ શિફ્ટ થયા. પણ, પત્ની લીના વોરા જૉબને કારણે રાજકોટ રોકાયા અને આમ તેઓ છેલ્લા 14 વર્ષથી પત્નીથી જુદાં મુંબઇમાં રહે છે, અને પત્ની લીના વોરા જે એક સારા રાઇટર પણ છે તેઓ રાજકોટમાં સ્થિત છે. જો પત્ની લીના વોરાનો આ સપોર્ટ ન હોત તો કદાચ આજે જે પ્રતિશ વોરાને આપણે ઓળખીએ છીએ તે કદાચ શક્ય ન બન્યું હોત.

    2003માં લગ્ન થયા. પછી બીજા ક્ષેત્રમાં કામકાજ કર્યું પણ 2007માં એક્ટિંગથી જુદાં ન રહી શકાયું એટલે મુંબઇ આવ્યા. એ બાબતે પત્નીનો સપોર્ટ મળ્યો. પત્ની લીના ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ હોવાથી લગ્નના ચોથા વર્ષે જ તેઓ મુંબઇ શિફ્ટ થયા. પણ, પત્ની લીના વોરા જૉબને કારણે રાજકોટ રોકાયા અને આમ તેઓ છેલ્લા 14 વર્ષથી પત્નીથી જુદાં મુંબઇમાં રહે છે, અને પત્ની લીના વોરા જે એક સારા રાઇટર પણ છે તેઓ રાજકોટમાં સ્થિત છે. જો પત્ની લીના વોરાનો આ સપોર્ટ ન હોત તો કદાચ આજે જે પ્રતિશ વોરાને આપણે ઓળખીએ છીએ તે કદાચ શક્ય ન બન્યું હોત.

    8/26
  • લગ્નનાં 13 વર્ષ બાદ તેમનાં ઘરે પારણું બંધાયું. બાળકનો જન્મ થયો અને સવા બે વર્ષે તેમની દીકરીનાં એડમિશન અને સ્કૂલ માટે તેઓ જ્યારે 2019માં બન્નેએ છેવટે મુંબઇ શિફ્ટ થવાનું નક્કી કર્યું. તેવામાં જ તેમની દીકરીનું ગયા વર્ષે 2019માં નિધન થઈ ગયું અને પ્રતિશ વોરાના પત્ની  ફરી મુંબઇ આવતા અટકાયાં.

    લગ્નનાં 13 વર્ષ બાદ તેમનાં ઘરે પારણું બંધાયું. બાળકનો જન્મ થયો અને સવા બે વર્ષે તેમની દીકરીનાં એડમિશન અને સ્કૂલ માટે તેઓ જ્યારે 2019માં બન્નેએ છેવટે મુંબઇ શિફ્ટ થવાનું નક્કી કર્યું. તેવામાં જ તેમની દીકરીનું ગયા વર્ષે 2019માં નિધન થઈ ગયું અને પ્રતિશ વોરાના પત્ની  ફરી મુંબઇ આવતા અટકાયાં.

    9/26
  • આ અંગે વાત કરતાં જાણે તેમના ગળે ડૂમો ભરાયેલો જ હતો તેમ છતાં ગુજરાતી મિડ-ડે સાથેની વાતચીત વખતે તેમણે કહ્યું કે, "I Never find Strugle in my life. આ મારી લાઇફનો પૉઇન્ટ ઑફ વ્યૂ છે. સ્ટ્રગલ એટલે બહુ જ ખરાબ રીતે લોકો જીવનમાં જીવતા હોય છે. ઘણી વખત તો તેમણે દાળિયા અને પાણી પીને પણ ચલાવવું પડે છે. એવો કોઇપણ સમય મારા જીવનમાં આવ્યો નથી." આમ કહેતા આટલા મોટા દુઃખને જીરવનાર પ્રતિશ વોરા રિયલ લાઇફમાં પોતાની દીકરી ગુમાવ્યા બાદ હવે ટૂંક સમયમાં જ ઝી ટીવી પર આવનારી સીરિયલ 'અપના ટાઇમ ભી આયેગા'માં "પિતા" 'રામાધીર'નું પાત્ર ભજવતા જોવા મળશે.

    આ અંગે વાત કરતાં જાણે તેમના ગળે ડૂમો ભરાયેલો જ હતો તેમ છતાં ગુજરાતી મિડ-ડે સાથેની વાતચીત વખતે તેમણે કહ્યું કે, "I Never find Strugle in my life. આ મારી લાઇફનો પૉઇન્ટ ઑફ વ્યૂ છે. સ્ટ્રગલ એટલે બહુ જ ખરાબ રીતે લોકો જીવનમાં જીવતા હોય છે. ઘણી વખત તો તેમણે દાળિયા અને પાણી પીને પણ ચલાવવું પડે છે. એવો કોઇપણ સમય મારા જીવનમાં આવ્યો નથી." આમ કહેતા આટલા મોટા દુઃખને જીરવનાર પ્રતિશ વોરા રિયલ લાઇફમાં પોતાની દીકરી ગુમાવ્યા બાદ હવે ટૂંક સમયમાં જ ઝી ટીવી પર આવનારી સીરિયલ 'અપના ટાઇમ ભી આયેગા'માં "પિતા" 'રામાધીર'નું પાત્ર ભજવતા જોવા મળશે.

    10/26
  • પોતાના જીવનના સ્ટ્રગલ વિશે વાત કરતાં પ્રતિશ વોરા જણાવે છે કે જીવનમાં સ્ટ્રગલ જેવું કશું હોતું જ નથી જે પણ હોય છે તે એક પ્રોસેસ હોય છે. તૈયારી હોય છે. પ્રતીશ વોરા માને છે કે જો તમે પરફોર્મન્સ દરમિયાન સરખું કામ ન બતાવો તો તમને આજીવન સ્ટ્રગલ કરવાનો વારો આવે પણ જો તમે તમારું કામ ચોકસાઇથી બરાબર પાર પાડી લીધું છે તો તમારે લગભગ સ્ટ્રગલનો વારો ક્યારેય આવતો જ નથી. જ્યારે તમને પરફોર્મન્સ પર વિશ્વાસ ન હોય તો જ તમને કામ ન મળે પણ જો તમે સારું કામ કરશો તો તમને બેકાર રહેવાનો વારો નહીં આવે.

    પોતાના જીવનના સ્ટ્રગલ વિશે વાત કરતાં પ્રતિશ વોરા જણાવે છે કે જીવનમાં સ્ટ્રગલ જેવું કશું હોતું જ નથી જે પણ હોય છે તે એક પ્રોસેસ હોય છે. તૈયારી હોય છે. પ્રતીશ વોરા માને છે કે જો તમે પરફોર્મન્સ દરમિયાન સરખું કામ ન બતાવો તો તમને આજીવન સ્ટ્રગલ કરવાનો વારો આવે પણ જો તમે તમારું કામ ચોકસાઇથી બરાબર પાર પાડી લીધું છે તો તમારે લગભગ સ્ટ્રગલનો વારો ક્યારેય આવતો જ નથી. જ્યારે તમને પરફોર્મન્સ પર વિશ્વાસ ન હોય તો જ તમને કામ ન મળે પણ જો તમે સારું કામ કરશો તો તમને બેકાર રહેવાનો વારો નહીં આવે.

    11/26
  • અનેક સિરીયલ્સમાં કામ કર્યા પછી તાજેતરમાં જ તેમણે વિજયપથ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મ આમ તો સિંઘમનું ગુજરાતી વર્ઝન જ હતી. આ ફિલ્મમાં પ્રતિશ વોરા લીડ હીરો તરીકે જોવા મળ્યા તેમણે એક્શન હીરો તરીકેનું પાત્ર ભજવ્યું હતું, જે સિંઘમમાં અજય દેવગનનું પાત્ર હતું તે પ્રકારનું જ. આ પાત્ર વિશે વાત કરતાં પ્રતિશ વોરા જણાવે છે કે, "મને એક્શનનો ખૂબ જ શોખ હતો. અને આ પાત્ર ભજવવાની ખૂબ જ મજા આવી." પોતે માર્શલ આર્ટ શીખેલા હોવાથી આ પાત્ર કરવામાં વધારે રસ પણ ધરાવતા હતા.

    અનેક સિરીયલ્સમાં કામ કર્યા પછી તાજેતરમાં જ તેમણે વિજયપથ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મ આમ તો સિંઘમનું ગુજરાતી વર્ઝન જ હતી. આ ફિલ્મમાં પ્રતિશ વોરા લીડ હીરો તરીકે જોવા મળ્યા તેમણે એક્શન હીરો તરીકેનું પાત્ર ભજવ્યું હતું, જે સિંઘમમાં અજય દેવગનનું પાત્ર હતું તે પ્રકારનું જ. આ પાત્ર વિશે વાત કરતાં પ્રતિશ વોરા જણાવે છે કે, "મને એક્શનનો ખૂબ જ શોખ હતો. અને આ પાત્ર ભજવવાની ખૂબ જ મજા આવી." પોતે માર્શલ આર્ટ શીખેલા હોવાથી આ પાત્ર કરવામાં વધારે રસ પણ ધરાવતા હતા.

    12/26
  • 'પ્યાર કે પાપડ', 'એસી દિવાનગી દેખી નહીં કહી', 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા', 'હમારી દેવરાની', 'સાવધાન ઇન્ડિયા', 'ક્રાઇમ પેટ્રોલ' જેવી હિન્દી સીરિયલમાં કામ કર્યું. પ્રતિશ વોરા પ્રીત પીઉં અને પન્નાબેન સીરિયલમાં કામ કરી રહ્યા હતા, દરમિયાન જ તેમને તારક મેહતામાં કામ મળ્યું. આમ તો ક્રાઇમ પેટ્રોલને કારણે તેમનો ચહેરો લોકોમાં જાણીતો હતો તેમ છતાં જ્યારે તારક મેહતામાં કામ મળ્યું ત્યારે તેમનો આનંદ એક જુદાં પ્રકારનો રહ્યો. 

    'પ્યાર કે પાપડ', 'એસી દિવાનગી દેખી નહીં કહી', 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા', 'હમારી દેવરાની', 'સાવધાન ઇન્ડિયા', 'ક્રાઇમ પેટ્રોલ' જેવી હિન્દી સીરિયલમાં કામ કર્યું. પ્રતિશ વોરા પ્રીત પીઉં અને પન્નાબેન સીરિયલમાં કામ કરી રહ્યા હતા, દરમિયાન જ તેમને તારક મેહતામાં કામ મળ્યું. આમ તો ક્રાઇમ પેટ્રોલને કારણે તેમનો ચહેરો લોકોમાં જાણીતો હતો તેમ છતાં જ્યારે તારક મેહતામાં કામ મળ્યું ત્યારે તેમનો આનંદ એક જુદાં પ્રકારનો રહ્યો. 

    13/26
  • 2015માં તારક મેહતામાંથી ઑફર આવી. જેમાં શૂટ તારક મેહતાના નવા સેટનો હતો. તેમાં મુકાદમ તરીકેનું પાત્ર તેમને ભજવવાનું હતું, તે સમયને યાદ કરતાં તેઓ જણાવે છે કે, "તારક મેહતાની ઑફર હતી એટલે મોટાભાગે કોઇ ના ન પાડે અને ત્રણ દિવસનું કામ હતું એટલે મેં પણ હા પાડી. મોટાભાગના બધાં શેડ્યૂલ પણ એડજસ્ટ થઈ જતા. શૂટ કરતાં કરતાં લગભગ 20-22 દિવસ કામ કર્યું. એટલે એ ઘણો મોટો ટ્રેક રહ્યો. માત્ર મારી માટે જ નહીં પણ આખા શૉમાં એ ટ્રૅક ઇતિહાસ બન્યો. આટલો મોટો ટ્રૅક ક્યારેય શૂટ થયો નહોતો."

    2015માં તારક મેહતામાંથી ઑફર આવી. જેમાં શૂટ તારક મેહતાના નવા સેટનો હતો. તેમાં મુકાદમ તરીકેનું પાત્ર તેમને ભજવવાનું હતું, તે સમયને યાદ કરતાં તેઓ જણાવે છે કે, "તારક મેહતાની ઑફર હતી એટલે મોટાભાગે કોઇ ના ન પાડે અને ત્રણ દિવસનું કામ હતું એટલે મેં પણ હા પાડી. મોટાભાગના બધાં શેડ્યૂલ પણ એડજસ્ટ થઈ જતા. શૂટ કરતાં કરતાં લગભગ 20-22 દિવસ કામ કર્યું. એટલે એ ઘણો મોટો ટ્રેક રહ્યો. માત્ર મારી માટે જ નહીં પણ આખા શૉમાં એ ટ્રૅક ઇતિહાસ બન્યો. આટલો મોટો ટ્રૅક ક્યારેય શૂટ થયો નહોતો."

    14/26
  • પોતાના તારક મેહતામાં કામ કરવાના અનુભવ વિશે પ્રતિશ વોરા જણાવે છે કે, "આમ તો ટીમ જાણીતી હતી. દિશા, દિલીપ ભાઇ, અમિત ભટ્ટ લગભગ તો બધાં ઓળખતા જ હતા, અને જે નહોતા ઓળખતા એ ક્રાઇમ પેટ્રોલના ઇન્સપેક્ટર તરીકે મને ઓળખતા થયા અને તે મારી માટે ખૂબ જ મોટું સરપ્રાઇઝ હતું કે લોકો 'મને' ઓળખે છે."

    પોતાના તારક મેહતામાં કામ કરવાના અનુભવ વિશે પ્રતિશ વોરા જણાવે છે કે, "આમ તો ટીમ જાણીતી હતી. દિશા, દિલીપ ભાઇ, અમિત ભટ્ટ લગભગ તો બધાં ઓળખતા જ હતા, અને જે નહોતા ઓળખતા એ ક્રાઇમ પેટ્રોલના ઇન્સપેક્ટર તરીકે મને ઓળખતા થયા અને તે મારી માટે ખૂબ જ મોટું સરપ્રાઇઝ હતું કે લોકો 'મને' ઓળખે છે."

    15/26
  • આ ઘટના ત્યારની હતી જ્યારે તારક મેહતાનો સેટ કાંદિવલીમાં હતો અને તે સેટ ગોરેગામમાં શિફ્ટ કરી રહ્યા હતા. હવે તો બધાં ગોરેગામમાં સેટ થઈ ગયા છે. પણ તે સમયે સેટના શિફ્ટિંગની આખી ઘટનાને આ રીતે શૂટ સાથે વણી લેવામાં આવી. આ શૉમાં બાબુભાઇ મુકાદમ (કૉન્ટ્રાક્ટર)નું પાત્ર ભજવ્યું હતું. આમ તારક મેહતામાં કામ કરવાનો અનુભવ તો ખૂબ સારો રહ્યો જ પણ ત્યાંથી તેમને એક ખાસ ઓળખ મળવાની શરૂ થઈ. તેઓ જણાવે છે કે તેમની ખ્યાતિ, અને નામના મળવાની શરૂઆત આ સીરિયલ બાદ શરૂ થઈ ગઈ હતી.

    આ ઘટના ત્યારની હતી જ્યારે તારક મેહતાનો સેટ કાંદિવલીમાં હતો અને તે સેટ ગોરેગામમાં શિફ્ટ કરી રહ્યા હતા. હવે તો બધાં ગોરેગામમાં સેટ થઈ ગયા છે. પણ તે સમયે સેટના શિફ્ટિંગની આખી ઘટનાને આ રીતે શૂટ સાથે વણી લેવામાં આવી. આ શૉમાં બાબુભાઇ મુકાદમ (કૉન્ટ્રાક્ટર)નું પાત્ર ભજવ્યું હતું. આમ તારક મેહતામાં કામ કરવાનો અનુભવ તો ખૂબ સારો રહ્યો જ પણ ત્યાંથી તેમને એક ખાસ ઓળખ મળવાની શરૂ થઈ. તેઓ જણાવે છે કે તેમની ખ્યાતિ, અને નામના મળવાની શરૂઆત આ સીરિયલ બાદ શરૂ થઈ ગઈ હતી.

    16/26
  • તારક મેહતા કરતી વખતે એવો પણ સમય આવ્યો જ્યારે રાતે તારક મેહતાનું શૂટ હોય અને સવારે પ્રીત પીઉં અને પન્નાબેનનું શૂટ થતું હોય એટલે લગભગ પાંચ દિવસ સતત શૂટ કર્યું રાતે તારક મેહતા અને સવારે પ્રીત પીઉં એમ પાંચ દિવસ સુધી તો લગભગ ઉંઘવા જ નહોતું મળ્યું.

    તારક મેહતા કરતી વખતે એવો પણ સમય આવ્યો જ્યારે રાતે તારક મેહતાનું શૂટ હોય અને સવારે પ્રીત પીઉં અને પન્નાબેનનું શૂટ થતું હોય એટલે લગભગ પાંચ દિવસ સતત શૂટ કર્યું રાતે તારક મેહતા અને સવારે પ્રીત પીઉં એમ પાંચ દિવસ સુધી તો લગભગ ઉંઘવા જ નહોતું મળ્યું.

    17/26
  • 20 ઑક્ટોબરથી સાંજે 7 વાગ્યે ઝીટીવી પર જોવા મળનારી અપના ટાઇમ ભી આયેગા એ બીજી સીરિયલ છે આ પહેલા ઐસી દિવાનગી દેખી નહીં કહીં સીરિયલ પણ ઝીટીવી પર જ ટેલિકાસ્ટ થઈ હતી. તે સીરિયલમાં પ્રતિશ વોરા પેરેલલ લીડમાં જોવા મળ્યા. જ્યારે અપના ટાઇમ ભી આયેગામાં તેઓ 'ટાઇટલ લીડ'માં જોવા મળશે.

    20 ઑક્ટોબરથી સાંજે 7 વાગ્યે ઝીટીવી પર જોવા મળનારી અપના ટાઇમ ભી આયેગા એ બીજી સીરિયલ છે આ પહેલા ઐસી દિવાનગી દેખી નહીં કહીં સીરિયલ પણ ઝીટીવી પર જ ટેલિકાસ્ટ થઈ હતી. તે સીરિયલમાં પ્રતિશ વોરા પેરેલલ લીડમાં જોવા મળ્યા. જ્યારે અપના ટાઇમ ભી આયેગામાં તેઓ 'ટાઇટલ લીડ'માં જોવા મળશે.

    18/26
  • એક્ટિંગની તાલીમ વિશે વાત કરતા પ્રતિશ વોરા જણાવે છે કે કોઇપણ પ્રકારની પ્રૉફેશનલ તાલીમ મેળવી નથી. પણ હા અત્યાર સુધી જીવનમાં જેટલા પણ ડિરેક્ટર્સ મળ્યા છે તે ખૂબ જ સારા મળ્યા છે જેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. પ્રતિશ વોરા પોતાના જીવનમાં આવેલા ડિરેક્ટર્સને જ ગુરુ માને છે. જેમાંના એક એટલે તેમના કલાગુરુ સુરેશ રાવલ જેમણે એક્ટિંગ શું છે, એક્ટિંગનો 'A' શું છે, તેનું જ્ઞાન કરાવ્યું. ત્યાર બાદ ભરત ત્રિવેદી જેમની પાસેથી વાચિકમ્ શીખ્યા. એક્ટિંગ જગતમાં ડાયલૉગનો થ્રો કેવી રીતે કરવું તેનું જ્ઞાન મેળવ્યા પછી નિર્લોક પરમાર પાસેથી મેલો ડ્રામાની તાલીમ મેળવી. નાભિમાંથી સ્વરોચ્ચાર કઈ રીતે કરવો તે માટે નિર્લોક પરમારનો શ્રેષ્ઠ ફાળો રહ્યો. પરમ મિત્ર, ભાઇ અને આધ્યાત્મિક ગુરુ એવા ગીરીશ ગોસ્વામી પાસેથી સ્ટેજ પર નેચરલ એક્ટ કેવી રીતે કરાય, જે મુંબઇમાં કામ કરવા માટે અગત્યની છે તે શીખવા મળ્યું. હર્ષદ જોષી પાસેથી કેમેરાનો સામનો કેવી રીતે કરવો, કેમેરા સાથે કેવી રમી શકાય તેનું જ્ઞાન મેળવ્યું.આમ તેમના જીવનમાં આવેલા દરેક ડિરેક્ટરે સતત તેમને કોઇક ને કોઇક રીતે કંઇક શીખવ્યું છે જેથી તેઓ તેમના જીવનમાં અગત્યના ફેરફાર લાવવામાં સફળ રહ્યા.

    એક્ટિંગની તાલીમ વિશે વાત કરતા પ્રતિશ વોરા જણાવે છે કે કોઇપણ પ્રકારની પ્રૉફેશનલ તાલીમ મેળવી નથી. પણ હા અત્યાર સુધી જીવનમાં જેટલા પણ ડિરેક્ટર્સ મળ્યા છે તે ખૂબ જ સારા મળ્યા છે જેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. પ્રતિશ વોરા પોતાના જીવનમાં આવેલા ડિરેક્ટર્સને જ ગુરુ માને છે. જેમાંના એક એટલે તેમના કલાગુરુ સુરેશ રાવલ જેમણે એક્ટિંગ શું છે, એક્ટિંગનો 'A' શું છે, તેનું જ્ઞાન કરાવ્યું. ત્યાર બાદ ભરત ત્રિવેદી જેમની પાસેથી વાચિકમ્ શીખ્યા. એક્ટિંગ જગતમાં ડાયલૉગનો થ્રો કેવી રીતે કરવું તેનું જ્ઞાન મેળવ્યા પછી નિર્લોક પરમાર પાસેથી મેલો ડ્રામાની તાલીમ મેળવી. નાભિમાંથી સ્વરોચ્ચાર કઈ રીતે કરવો તે માટે નિર્લોક પરમારનો શ્રેષ્ઠ ફાળો રહ્યો. પરમ મિત્ર, ભાઇ અને આધ્યાત્મિક ગુરુ એવા ગીરીશ ગોસ્વામી પાસેથી સ્ટેજ પર નેચરલ એક્ટ કેવી રીતે કરાય, જે મુંબઇમાં કામ કરવા માટે અગત્યની છે તે શીખવા મળ્યું. હર્ષદ જોષી પાસેથી કેમેરાનો સામનો કેવી રીતે કરવો, કેમેરા સાથે કેવી રમી શકાય તેનું જ્ઞાન મેળવ્યું.આમ તેમના જીવનમાં આવેલા દરેક ડિરેક્ટરે સતત તેમને કોઇક ને કોઇક રીતે કંઇક શીખવ્યું છે જેથી તેઓ તેમના જીવનમાં અગત્યના ફેરફાર લાવવામાં સફળ રહ્યા.

    19/26
  • પોતાના એક્ટિંગ સિવાયના શોખ વિશે જણાવતા પ્રતિશ વોરાને રસોઇ બનાવવાનો ખૂબ જ શોખ છે. ખાસ રેસિપીમાં તેઓ સિંધી દાળના શોખીન છે. પોતે રસોઇ બનાવવાના અનુભવ વિશે જણાવે છે કે, "હું રસોઇ કરતો હોઉં તો મને જાદુ થાય છે એવું લાગે. રોટલી વણતી વખતે ગોળ ગોળ વણાય ત્યારે જાણે કોઇક ચમત્કાર થતો હોય તેવું લાગે." તેમના આ શબ્દોમાં જ તેમની નિખાલસતા તાદર્શ થતી જોવા મળે છે.

    પોતાના એક્ટિંગ સિવાયના શોખ વિશે જણાવતા પ્રતિશ વોરાને રસોઇ બનાવવાનો ખૂબ જ શોખ છે. ખાસ રેસિપીમાં તેઓ સિંધી દાળના શોખીન છે. પોતે રસોઇ બનાવવાના અનુભવ વિશે જણાવે છે કે, "હું રસોઇ કરતો હોઉં તો મને જાદુ થાય છે એવું લાગે. રોટલી વણતી વખતે ગોળ ગોળ વણાય ત્યારે જાણે કોઇક ચમત્કાર થતો હોય તેવું લાગે." તેમના આ શબ્દોમાં જ તેમની નિખાલસતા તાદર્શ થતી જોવા મળે છે.

    20/26
  • પ્રતિશ વોરા પોતે નાટકના માણસ છે અને પોતે નાટકના પડદા પરથી અહીં સુધી પહોંચ્યા છે ત્યારે નાટક સમયના ખાસ અનુભવ વિશે વાત કરતા જણાવે છે કે એક અનુભવ તો ખૂબ જ રસપ્રદ અને હંમેશાં યાદ રહી જાય એવો છે. "અષ્ટકોણ નાટક ચાલતું હતું અને આ નાટકમાં એવું હતું કે એન્ટ્રી અનેક એક્ઝિટ દરમિયાન બ્લેકઆઉટ થઈ જતું અને એમાં જ અમારે ગોઠવણ કરવાની હતી પણ બન્યું એવું કે એક સમયે એક્ઝિટ લેતી વખતે બૅક સ્ટેજમાં કોઇક ટોર્ચ કરવાનું ભૂલી ગયું તે દરમિયાન ડિરેક્ટરને લાગી ગયું."

    પ્રતિશ વોરા પોતે નાટકના માણસ છે અને પોતે નાટકના પડદા પરથી અહીં સુધી પહોંચ્યા છે ત્યારે નાટક સમયના ખાસ અનુભવ વિશે વાત કરતા જણાવે છે કે એક અનુભવ તો ખૂબ જ રસપ્રદ અને હંમેશાં યાદ રહી જાય એવો છે. "અષ્ટકોણ નાટક ચાલતું હતું અને આ નાટકમાં એવું હતું કે એન્ટ્રી અનેક એક્ઝિટ દરમિયાન બ્લેકઆઉટ થઈ જતું અને એમાં જ અમારે ગોઠવણ કરવાની હતી પણ બન્યું એવું કે એક સમયે એક્ઝિટ લેતી વખતે બૅક સ્ટેજમાં કોઇક ટોર્ચ કરવાનું ભૂલી ગયું તે દરમિયાન ડિરેક્ટરને લાગી ગયું."

    21/26
  • અષ્ટકોણ નાટકના ડિરેક્ટર હતા ભરત ત્રિવેદી. નાટક ચાલતું હતું અને પ્રતિશ વોરાએ પોતાની એક સીનમાંથી બીજા સીનમાં જવા માટે કેટલીક તૈયારી રૂપે સ્ટેજ પરથી એક્ઝિટ લઈને ફરી એન્ટ્રી કરવાની હતી. દરમિયાન ડિરેક્ટર ભરત ત્રિવેદીને પ્રતિશ વોરાનું માથું ભટકાયું. એટલું જ નહીં એટલું તો જોરથી માથું લાગ્યું કે ડિરેક્ટર એટલે કે ભરત ત્રિવેદીની આંખની ઉપરનું હાડકું ભાંગી ગયું. તે હાડકાંમાં તેમને ફ્રેક્ચર આવી ગયું. લગભગ દોઢ મહિનો સુધી તેમનું આ ફ્રેક્ચર ચાલ્યું.

    અષ્ટકોણ નાટકના ડિરેક્ટર હતા ભરત ત્રિવેદી. નાટક ચાલતું હતું અને પ્રતિશ વોરાએ પોતાની એક સીનમાંથી બીજા સીનમાં જવા માટે કેટલીક તૈયારી રૂપે સ્ટેજ પરથી એક્ઝિટ લઈને ફરી એન્ટ્રી કરવાની હતી. દરમિયાન ડિરેક્ટર ભરત ત્રિવેદીને પ્રતિશ વોરાનું માથું ભટકાયું. એટલું જ નહીં એટલું તો જોરથી માથું લાગ્યું કે ડિરેક્ટર એટલે કે ભરત ત્રિવેદીની આંખની ઉપરનું હાડકું ભાંગી ગયું. તે હાડકાંમાં તેમને ફ્રેક્ચર આવી ગયું. લગભગ દોઢ મહિનો સુધી તેમનું આ ફ્રેક્ચર ચાલ્યું.

    22/26
  • પ્રતિશ વોરા ટૂંક સમયમાં જ ઝીટીવી પર આવનારી સીરિયલ અપના ટાઇમ ભી આયેગામાં ટાઇટલ લીડ રોલ 'રામાધીર'ના પાત્રમાં જોવા મળશે. આ પાત્ર વિશે સાથેના સામ્ય વૈષમ્ય વિશે વાત કરતા પ્રતિશ વોરા જણાવે છે કે રામાધીર આ સીરિયલમાં દિવાન છે અને પ્રતિશ વોરા પોતે મૂળે દિવાન પરિવારમાંથી આવે છે.

    પ્રતિશ વોરા ટૂંક સમયમાં જ ઝીટીવી પર આવનારી સીરિયલ અપના ટાઇમ ભી આયેગામાં ટાઇટલ લીડ રોલ 'રામાધીર'ના પાત્રમાં જોવા મળશે. આ પાત્ર વિશે સાથેના સામ્ય વૈષમ્ય વિશે વાત કરતા પ્રતિશ વોરા જણાવે છે કે રામાધીર આ સીરિયલમાં દિવાન છે અને પ્રતિશ વોરા પોતે મૂળે દિવાન પરિવારમાંથી આવે છે.

    23/26
  • કામને લઈને રામાધીર અને પ્રતિશ વોરા બન્ને ખૂબ જ ડેડીકેટેડ છે. જ્યારે વિષમતાઓ વિશે જોતા તેઓ જણાવે છે કે "આ સીરિયલમાં રામાધીર જેટલો ગરીબડો બતાવાયો છે તેટલો તો હું નથી જ."

    કામને લઈને રામાધીર અને પ્રતિશ વોરા બન્ને ખૂબ જ ડેડીકેટેડ છે. જ્યારે વિષમતાઓ વિશે જોતા તેઓ જણાવે છે કે "આ સીરિયલમાં રામાધીર જેટલો ગરીબડો બતાવાયો છે તેટલો તો હું નથી જ."

    24/26
  • સીરિયલ સાથે જોડાયેલી લાગણીઓ વિશે પ્રતિશ વોરા એટલે જોડાઇ જાય છે કારણ પોતે જે પોતાની દીકરી માટે સપનાઓ સેવ્યા હોય કે લાગણીઓ હોય તે આ સીરિયલમાં પિતા તરીકે આપોઆપ આવી જાય છે તેની માટે ખાસ મહેનત કરવી પડતી નથી. 

    સીરિયલ સાથે જોડાયેલી લાગણીઓ વિશે પ્રતિશ વોરા એટલે જોડાઇ જાય છે કારણ પોતે જે પોતાની દીકરી માટે સપનાઓ સેવ્યા હોય કે લાગણીઓ હોય તે આ સીરિયલમાં પિતા તરીકે આપોઆપ આવી જાય છે તેની માટે ખાસ મહેનત કરવી પડતી નથી. 

    25/26
  • અપના ટાઇમ ભી આયેગા સીરિયલ માટે પ્રતીશ વોરા એટલે રામાધીરનું પાત્ર એવું નથી ઇચ્છતું કે તેની દીકરી પોતે જે કામ કરી રહ્યો છે તે કામ કરે. આ શૉની ખાસ વાત એ છે કે શું સપના પણ હેસિયતમાં રહીને જ જોવા જોઇએ? હાલ સોશિયલ મીડિયા પર ઔકાત કે બાહર એવું હેશટૅગ આ સીરિયલ માટે ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે. ત્યારે સીરિયલને ખૂબ જ સફળતાઓ મળે એવી આશા.

    અપના ટાઇમ ભી આયેગા સીરિયલ માટે પ્રતીશ વોરા એટલે રામાધીરનું પાત્ર એવું નથી ઇચ્છતું કે તેની દીકરી પોતે જે કામ કરી રહ્યો છે તે કામ કરે. આ શૉની ખાસ વાત એ છે કે શું સપના પણ હેસિયતમાં રહીને જ જોવા જોઇએ? હાલ સોશિયલ મીડિયા પર ઔકાત કે બાહર એવું હેશટૅગ આ સીરિયલ માટે ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે. ત્યારે સીરિયલને ખૂબ જ સફળતાઓ મળે એવી આશા.

    26/26
  • loading...

ફોટોઝ વિશે

પ્રતિશ વોરા ટૂંક સમયમાં ઝી ટીવી પર ટેલિકાસ્ટ થનારી સિરીયલ અપના ટાઇમ ભી આયેગા (Apna Time bhi Aayega) શૉમાં પિતા 'રામાધીર' જે રાજઘરાનાના મુખ્ય સેવકનું પાત્ર ભજવતા જોવા મળશે. આમ તો પ્રતિશ વોરા (Pratish Vora)એ અનેક સીરિયલ અને તેમાં પાત્રો ભજવ્યા છે પણ આ સીરિયલમાં તેઓ તેમના જીવનમાં પહેલીવાર ટાઇટલ લીડ રોલમાં જોવા મળશે. જાણો તમેના વિશે વધુ....

First Published: 30th September, 2020 07:53 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK