તમને ખબર છે આયુષ્માન ખુરાનાનું નામ પહેલા નિશાંત હતું?

Published: Sep 14, 2020, 15:47 IST | Keval Trivedi
 • આયુષ્માન ખુનારાનો જન્મ ચંડીગઢમાં 14 સપ્ટેમ્બર, 1984ના રોજ થયો હતો. એક શ્રેષ્ઠ એક્ટરની સાથે તે સારો સિંગર પણ છે. 36 વર્ષના આયુષ્માને બૉલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે.

  આયુષ્માન ખુનારાનો જન્મ ચંડીગઢમાં 14 સપ્ટેમ્બર, 1984ના રોજ થયો હતો. એક શ્રેષ્ઠ એક્ટરની સાથે તે સારો સિંગર પણ છે. 36 વર્ષના આયુષ્માને બૉલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે.

  1/19
 • આયુષ્માનના જન્મ વખતે નિશાંત નામ રાખવામાં આવ્યુ હતું, જોકે તે જ્યારે ત્રણ વર્ષનો થયો ત્યારે નામ બદલીને આયુષ્માન કરવામાં આવ્યુ હતું. આયુષ્માનનો એક નાનો ભાઈ છે, જે તેનાથી ત્રણ વર્ષ નાનો છે. ફોટામાં આયુષ્માન, તેનો નાનો ભાઈ અપારશક્તિ, મમ્મી અનિતા અને પિતા પી.ખુરાના છે. આયુષ્માને આ ફોટો શૅર કરતા જણાવ્યું કે, આ ફોટો 1991નો છે.

  આયુષ્માનના જન્મ વખતે નિશાંત નામ રાખવામાં આવ્યુ હતું, જોકે તે જ્યારે ત્રણ વર્ષનો થયો ત્યારે નામ બદલીને આયુષ્માન કરવામાં આવ્યુ હતું. આયુષ્માનનો એક નાનો ભાઈ છે, જે તેનાથી ત્રણ વર્ષ નાનો છે. ફોટામાં આયુષ્માન, તેનો નાનો ભાઈ અપારશક્તિ, મમ્મી અનિતા અને પિતા પી.ખુરાના છે. આયુષ્માને આ ફોટો શૅર કરતા જણાવ્યું કે, આ ફોટો 1991નો છે.

  2/19
 • એમટીવી રોડિઝની બીજી સીઝનમાં આયુષ્માન વિનર બન્યો હતો. તે પછી આયુષ્માન રેડિયો જોકી બન્યો અને તે પછી એમટીવીમાં વીડિયો જોકી બન્યો હતો. ફોટામાં વીડિયો જોકી આયુષ્માન, બાની જે અને જગજીત સાથે છે.

  એમટીવી રોડિઝની બીજી સીઝનમાં આયુષ્માન વિનર બન્યો હતો. તે પછી આયુષ્માન રેડિયો જોકી બન્યો અને તે પછી એમટીવીમાં વીડિયો જોકી બન્યો હતો. ફોટામાં વીડિયો જોકી આયુષ્માન, બાની જે અને જગજીત સાથે છે.

  3/19
 • 2012માં વીકી ડોનર ફિલ્મથી આયુષ્માને ફિલ્મ જગતમાં કારકીર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં લીડ રોલની સાથે તેણે ‘પાની દા રંગ’ સોંગ પણ ગાયુ હતું. આ ફિલ્મથી યામી ગૌતમે પણ બૉલીવુડની શરૂઆત કરી હતી. વીકી ડોનર બાદ આયુષ્માન દબ લગા કે હૈશા, શુભ મંગલ સાવધાન, અંધાધૂન વગેરે ફિલ્મોમાં જોવા મળ્યો હતો. ફોટામાં આયુષ્માન ખુરાના દબ લગા કે હૈશાની કો-સ્ટાર ભૂમિ પેડણેકર સાથે છે.

  2012માં વીકી ડોનર ફિલ્મથી આયુષ્માને ફિલ્મ જગતમાં કારકીર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં લીડ રોલની સાથે તેણે ‘પાની દા રંગ’ સોંગ પણ ગાયુ હતું. આ ફિલ્મથી યામી ગૌતમે પણ બૉલીવુડની શરૂઆત કરી હતી. વીકી ડોનર બાદ આયુષ્માન દબ લગા કે હૈશા, શુભ મંગલ સાવધાન, અંધાધૂન વગેરે ફિલ્મોમાં જોવા મળ્યો હતો. ફોટામાં આયુષ્માન ખુરાના દબ લગા કે હૈશાની કો-સ્ટાર ભૂમિ પેડણેકર સાથે છે.

  4/19
 • આયુષ્માને તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા જેણે ‘ટોફી’ મુવી ડાયરેક્ટ કરી છે. બંને એકબીજાને બાળપણની ઓળખતા હતા. 2018માં તાહિરાનું બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયુ હતું. આયુષ્માનના બર્થ ડેના દિવસે જ તેને તાહિરાની આ બિમારી વિશે ખબર પડી હતી. તેણે કહ્યું કે, હું તાહિરાનો આભારી છુ કારણ કે તે આ વસ્તુને સકારાત્મકતાથી લેવા માટેની હિંમત ધરાવે છે. હું અંધાધૂન અને બધાઈ હોના પ્રમોશનમાં વ્યસ્ત હતો. મારા બર્થ ડેના દિવસે મને ખબર પડી.

  આયુષ્માને તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા જેણે ‘ટોફી’ મુવી ડાયરેક્ટ કરી છે. બંને એકબીજાને બાળપણની ઓળખતા હતા. 2018માં તાહિરાનું બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયુ હતું. આયુષ્માનના બર્થ ડેના દિવસે જ તેને તાહિરાની આ બિમારી વિશે ખબર પડી હતી. તેણે કહ્યું કે, હું તાહિરાનો આભારી છુ કારણ કે તે આ વસ્તુને સકારાત્મકતાથી લેવા માટેની હિંમત ધરાવે છે. હું અંધાધૂન અને બધાઈ હોના પ્રમોશનમાં વ્યસ્ત હતો. મારા બર્થ ડેના દિવસે મને ખબર પડી.

  5/19
 • આયુષ્માનને બે બાળકો છે. પુત્ર (વિરાજવીર)નો જન્મ 2 જાન્યુઆરી, 2012 અને દિકરી (વરુષ્કા)નો જન્મ 21 એપ્રિલ, 2014ના રોજ થયો હતો. આ ફોટો શૅર કરતા આયુષ્માને કૅપ્શન આપી, ભાઈ-બહેનનું આ સુપ્રિમ બોન્ડ છે. #રક્ષાબંધન.

  આયુષ્માનને બે બાળકો છે. પુત્ર (વિરાજવીર)નો જન્મ 2 જાન્યુઆરી, 2012 અને દિકરી (વરુષ્કા)નો જન્મ 21 એપ્રિલ, 2014ના રોજ થયો હતો. આ ફોટો શૅર કરતા આયુષ્માને કૅપ્શન આપી, ભાઈ-બહેનનું આ સુપ્રિમ બોન્ડ છે. #રક્ષાબંધન.

  6/19
 • આયુષ્માન ખુરાનાના નાના ભાઈ અપારશક્તિ ખુરાનાએ દંગલ મુવીથી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. અપારશક્તિએ મિડ-ડેને કહ્યું કે, એક્ટિંગ અને સિંગિંગની વાત આવે ત્યારે આયુષ ભાઈ મને વાસ્વવિકતા જણાવે છે. તે મારા ઉપર ગુસ્સો થાય અને કહે કે હુ હજી તૈયાર નથી. ભાઈ સ્ટ્રીક્ટ છે. આજે એવુ લાગે છે કે મારા કૅરિયરમાં અડધી વસ્તુનો ઉકેલ આવી ગયો છે. જો બીજા દિવસે વહેલી સવારે મારે શૂટિંગ હોય તો રાતના 10 વાગ્યે ફોન કરીને ભાઈ મને કહે કે હું હવે સુઈ જાઉં. જે રીતે ભાઈ મારા ભડકે એ જોઈને પપ્પા તેના ઉપર ભડકે. જોકે આ બધુ જોઈને હુ ખુશ થાઉ છું. ભાભીએ મને હંમેશા પ્રોત્સાહન આપ્યુ છે.

  આયુષ્માન ખુરાનાના નાના ભાઈ અપારશક્તિ ખુરાનાએ દંગલ મુવીથી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. અપારશક્તિએ મિડ-ડેને કહ્યું કે, એક્ટિંગ અને સિંગિંગની વાત આવે ત્યારે આયુષ ભાઈ મને વાસ્વવિકતા જણાવે છે. તે મારા ઉપર ગુસ્સો થાય અને કહે કે હુ હજી તૈયાર નથી. ભાઈ સ્ટ્રીક્ટ છે. આજે એવુ લાગે છે કે મારા કૅરિયરમાં અડધી વસ્તુનો ઉકેલ આવી ગયો છે. જો બીજા દિવસે વહેલી સવારે મારે શૂટિંગ હોય તો રાતના 10 વાગ્યે ફોન કરીને ભાઈ મને કહે કે હું હવે સુઈ જાઉં. જે રીતે ભાઈ મારા ભડકે એ જોઈને પપ્પા તેના ઉપર ભડકે. જોકે આ બધુ જોઈને હુ ખુશ થાઉ છું. ભાભીએ મને હંમેશા પ્રોત્સાહન આપ્યુ છે.

  7/19
 • અપારશક્તિએ કહ્યું કે, તેમની અલગ એનર્જી મારા માટે મદદરૂપ છે. તે મને સપોર્ટ કરીને મારુ ધ્યાન કેન્દ્રિત રાખે છે. જો ભાઈને સોંગ ન ગમે તો તે કહી દે. ભૂતકાળમાં મે તેમને અમૂક કંપોઝીશન્સ મોકલ્યા હતા, જેના તેમણે રિપ્લાય પણ આપ્યા નહીં. હું સમજી ગયો અને મે સ્વિકારી લીધું.

  અપારશક્તિએ કહ્યું કે, તેમની અલગ એનર્જી મારા માટે મદદરૂપ છે. તે મને સપોર્ટ કરીને મારુ ધ્યાન કેન્દ્રિત રાખે છે. જો ભાઈને સોંગ ન ગમે તો તે કહી દે. ભૂતકાળમાં મે તેમને અમૂક કંપોઝીશન્સ મોકલ્યા હતા, જેના તેમણે રિપ્લાય પણ આપ્યા નહીં. હું સમજી ગયો અને મે સ્વિકારી લીધું.

  8/19
 • મિડ-ડે સાથેના ઈન્ટરવ્યૂમાં આયુષ્માને કહ્યું કે, હું ફોર્મ્યુલા ફિલ્મ નથી કરતો. પણ જે હું કરું છું એ મારો ફોર્મ્યુલા હોય છે. મને કિશોર કુમારની બાયોપીક કરવી છે અને ગીત મારુ પોતાનું ગાવુ છે. આ મારી બકેટ લીસ્ટમાં છે. એક્શન ટ્રાય કરવાનું પણ મને ગમશે.

  મિડ-ડે સાથેના ઈન્ટરવ્યૂમાં આયુષ્માને કહ્યું કે, હું ફોર્મ્યુલા ફિલ્મ નથી કરતો. પણ જે હું કરું છું એ મારો ફોર્મ્યુલા હોય છે. મને કિશોર કુમારની બાયોપીક કરવી છે અને ગીત મારુ પોતાનું ગાવુ છે. આ મારી બકેટ લીસ્ટમાં છે. એક્શન ટ્રાય કરવાનું પણ મને ગમશે.

  9/19
 • આયુષ્માન ખુરાનાની આર્ટિકલ 15 ફિલ્મ બદોન કેસ (યુપીમાં બે છોકરીઓનું ગૅન્ગરૅપ કરીને મર્ડર થયું હતું, જેણે સીબીઆઈએ આત્મહત્યા ગણાવી હતી) ઉપર આધારિત હતી. ફોટામાં આયુષ્માન અમિતાભ બચ્ચન સાથે સેલ્ફી લેતા દેખાય છે.

  આયુષ્માન ખુરાનાની આર્ટિકલ 15 ફિલ્મ બદોન કેસ (યુપીમાં બે છોકરીઓનું ગૅન્ગરૅપ કરીને મર્ડર થયું હતું, જેણે સીબીઆઈએ આત્મહત્યા ગણાવી હતી) ઉપર આધારિત હતી. ફોટામાં આયુષ્માન અમિતાભ બચ્ચન સાથે સેલ્ફી લેતા દેખાય છે.

  10/19
 • આયુષ્માને કહ્યું કે, આર્ટિકલ 15 જેવી ફિલ્મથી હું મારો વોઈસ મૂકી શકું છું, કેમ કે આવી સિનેમા બનવી જોઈએ અને લોકોએ જોવી જોઈએ. આ સિનેમા છે જે આખા દેશના લોકોએ જોવી જોઈએ. ફોટોઃ આયુષ્માનનો બાળપણનો ફોટો.

  આયુષ્માને કહ્યું કે, આર્ટિકલ 15 જેવી ફિલ્મથી હું મારો વોઈસ મૂકી શકું છું, કેમ કે આવી સિનેમા બનવી જોઈએ અને લોકોએ જોવી જોઈએ. આ સિનેમા છે જે આખા દેશના લોકોએ જોવી જોઈએ. ફોટોઃ આયુષ્માનનો બાળપણનો ફોટો.

  11/19
 • તેણે ઉમેર્યું કે, એક આર્ટિસ્ટ તરીકે તમને ક્યારેક એવી ફિલ્મ મળે છે જેમાં તમારે પૂરા દિલથી કીરદાર નિભાવવાનો હોય છે, કારણ કે આવી ફિલ્મો સમાજ ઉપર અસર પાડે છે અને ફેરફાર લાવે છે. 

  તેણે ઉમેર્યું કે, એક આર્ટિસ્ટ તરીકે તમને ક્યારેક એવી ફિલ્મ મળે છે જેમાં તમારે પૂરા દિલથી કીરદાર નિભાવવાનો હોય છે, કારણ કે આવી ફિલ્મો સમાજ ઉપર અસર પાડે છે અને ફેરફાર લાવે છે. 

  12/19
 • અંધાધૂનમાં લીડ રોલ કરનારા આયુષ્માનને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે બ્લાઈન્ડ પિયાનીસ્ટનો રોલ કર્યો હતો.

  અંધાધૂનમાં લીડ રોલ કરનારા આયુષ્માનને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે બ્લાઈન્ડ પિયાનીસ્ટનો રોલ કર્યો હતો.

  13/19
 • આયુષ્માનને નેશનલ એવોર્ડ મળ્યા બાદ કહ્યું કે, એક આર્ટિસ્ટ તરીકે હું હંમેશા પ્રયત્ન કરુ છુ કે ભંગાણજનક કન્ટેન્ટ પણ ક્વોલિટી કન્ટેન્ટ લાગે. આયુષ્માને વિકી કૌશલ સાથે નેશનલ એવોર્ડ શૅર કર્યો હતો. વિકી કૌશલને ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.

  આયુષ્માનને નેશનલ એવોર્ડ મળ્યા બાદ કહ્યું કે, એક આર્ટિસ્ટ તરીકે હું હંમેશા પ્રયત્ન કરુ છુ કે ભંગાણજનક કન્ટેન્ટ પણ ક્વોલિટી કન્ટેન્ટ લાગે. આયુષ્માને વિકી કૌશલ સાથે નેશનલ એવોર્ડ શૅર કર્યો હતો. વિકી કૌશલને ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.

  14/19
 • આયુષ્માન ખુરાનાની ગયા વર્ષના સપ્ટેમ્બરમાં આવેલી ડ્રીમ ગર્લ પણ લોકોને ખૂબ ગમી હતી.

  આયુષ્માન ખુરાનાની ગયા વર્ષના સપ્ટેમ્બરમાં આવેલી ડ્રીમ ગર્લ પણ લોકોને ખૂબ ગમી હતી.

  15/19
 • બાલા ફિલ્મ પણ થિયેટરમાં ખૂબ ચાલી હતી. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને યામી ગૌતમ પણ હતી.

  બાલા ફિલ્મ પણ થિયેટરમાં ખૂબ ચાલી હતી. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને યામી ગૌતમ પણ હતી.

  16/19
 • આ વર્ષે આયુષ્માનની રિલીઝ થયેલી ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા સાવધાન સેમ સેક્સ સ્ટોરી ઉપર આધારિત હતી. મિડ-ડેને તેણે કહ્યું કે, LGBTQ કમ્યુનિટીને વિકસીત થતા જોઈ છે. આ સમાજ સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે તે સમજ્યો અને તે પછી આ રોલ કરવામાં મને સરળતા રહી. ફિલ્મમાં નીના ગુપ્તા, ગજરાજ રાવ અને જીતેન્દ્ર કુમાર પણ હતા.

  આ વર્ષે આયુષ્માનની રિલીઝ થયેલી ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા સાવધાન સેમ સેક્સ સ્ટોરી ઉપર આધારિત હતી. મિડ-ડેને તેણે કહ્યું કે, LGBTQ કમ્યુનિટીને વિકસીત થતા જોઈ છે. આ સમાજ સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે તે સમજ્યો અને તે પછી આ રોલ કરવામાં મને સરળતા રહી. ફિલ્મમાં નીના ગુપ્તા, ગજરાજ રાવ અને જીતેન્દ્ર કુમાર પણ હતા.

  17/19
 • છેલ્લે આયુષ્માન ખુરાના અમિતાભ બચ્ચન સાથે ગુલાબો સિતાબોમાં જોવા મળ્યો હતો. આ કોમેડી ડ્રામા ડિજિટલ પ્લેટફોર્મમાં રિલીઝ થઈ હતી, જેનું મુખ્ય કારણ કોરોના મહામારી હતું.

  છેલ્લે આયુષ્માન ખુરાના અમિતાભ બચ્ચન સાથે ગુલાબો સિતાબોમાં જોવા મળ્યો હતો. આ કોમેડી ડ્રામા ડિજિટલ પ્લેટફોર્મમાં રિલીઝ થઈ હતી, જેનું મુખ્ય કારણ કોરોના મહામારી હતું.

  18/19
 • હેપી બર્થ ડે આયુષ્માન ખુરાના!   

  હેપી બર્થ ડે આયુષ્માન ખુરાના!   

  19/19
 • loading...

ફોટોઝ વિશે

14 સપ્ટેમ્બરે આયુષ્માન ખુરાનાનો બર્થ ડે છે. રોડીઝથી લઈને ગુલાબો સિતાબો અને નેશનલ એવોર્ડ સુધીનો તેનો સફર જોઈએ. (ફોટોઃ આયુષ્માન ખુરાનાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK