દીક્ષા જોષી: ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીને ગુજરાતી બોલતા જ નહોતું આવડતું

Updated: Jul 22, 2020, 21:26 IST | Rachana Joshi
 • દીક્ષા જોષીનો જન્મ 4 ડિસેમ્બર 1992ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો છે.

  દીક્ષા જોષીનો જન્મ 4 ડિસેમ્બર 1992ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો છે.

  1/18
 • અભિનેત્રીનું બાળપણ અમદાવાદમાં પસાર થયું છે. જ્યારે અત્યારે મુંબઈમાં સ્થાયી થઈ છે.

  અભિનેત્રીનું બાળપણ અમદાવાદમાં પસાર થયું છે. જ્યારે અત્યારે મુંબઈમાં સ્થાયી થઈ છે.

  2/18
 • દીક્ષા જોષી અંગ્રેજીમાં લિટરેચર કરતી હતી. પરંતુ પહેલી ફિલ્મ 'શુભ આરંભ' મળી એટલે ચોથા સેમિસ્ટરની પરીક્ષા આપવાની બાકી છે. 

  દીક્ષા જોષી અંગ્રેજીમાં લિટરેચર કરતી હતી. પરંતુ પહેલી ફિલ્મ 'શુભ આરંભ' મળી એટલે ચોથા સેમિસ્ટરની પરીક્ષા આપવાની બાકી છે. 

  3/18
 • બાળપણથી દીક્ષાનાં બહુ બધા સ્વપ્ન હતાં. ક્યારેક તેને એન્જીનિઅર બનવું હતું. તો ક્યારેક આર્ટિસ્ટ. ક્યારેક વેટરનરી ડૉક્ટર તો ક્યારેક શિક્ષક. સપનાઓ હંમેશા બદલાતા. પરંતુ કંઈક આર્ટિસ્ટિક કરવું હતું તે નક્કી જ હતું. 

  બાળપણથી દીક્ષાનાં બહુ બધા સ્વપ્ન હતાં. ક્યારેક તેને એન્જીનિઅર બનવું હતું. તો ક્યારેક આર્ટિસ્ટ. ક્યારેક વેટરનરી ડૉક્ટર તો ક્યારેક શિક્ષક. સપનાઓ હંમેશા બદલાતા. પરંતુ કંઈક આર્ટિસ્ટિક કરવું હતું તે નક્કી જ હતું. 

  4/18
 • 2017માં આવેલી ગુજરાતી ફિલ્મ 'શુભ આરંભ' દ્વારા દીક્ષા જોષીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે જ વર્ષે આવેલી વધુ એક હીટ ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યુઝ'માં દમદાર અભિનય કર્યો હતો.

  2017માં આવેલી ગુજરાતી ફિલ્મ 'શુભ આરંભ' દ્વારા દીક્ષા જોષીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે જ વર્ષે આવેલી વધુ એક હીટ ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યુઝ'માં દમદાર અભિનય કર્યો હતો.

  5/18
 • દીક્ષા જોષીને નાનપણથી જ અભિનયમાં રસ હતો. શાળા અને કોલેજમાં અનેક નાટકો અને એક પાત્રીય અભિનયમાં હંમેશા ભાગ લેતી. બાળપણથી એક્ટિંગમાં રસ હતો. પણ સિલ્વર સ્ક્રિન પર અભિનય કરશે તેવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું.

  દીક્ષા જોષીને નાનપણથી જ અભિનયમાં રસ હતો. શાળા અને કોલેજમાં અનેક નાટકો અને એક પાત્રીય અભિનયમાં હંમેશા ભાગ લેતી. બાળપણથી એક્ટિંગમાં રસ હતો. પણ સિલ્વર સ્ક્રિન પર અભિનય કરશે તેવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું.

  6/18
 • તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મોમાં સડસડાટ ગુજરાતી બોલતી દીક્ષા જોષીને ગુજરાતી બોલતા જ નહોતુ આવડતું. બાળપણથી ગાંધીનગરમાં ઉછરી હોવાથી સમજાતુ ખરું પણ બોલતા નહોતુ આવડતું. કોલેજ કાળ દરમ્યાન એક નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવવા ન મળી કારણકે ગુજરાતી નહોતુ આવડતું. તે દિવસથી દીક્ષાએ નક્કી કર્યું હતું કે, ગુજરાતી બોલતા અને વાંચતા તો આવડવું જ જોઈએ. ફક્ત ચાર વર્ષમાં જ દીક્ષા ગુજરાતી બોલતા શીખી ગઈ અને ઢોલીવુડમાં અભિનય કરવાની શરૂઆત કરી દીધી હતી.

  તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મોમાં સડસડાટ ગુજરાતી બોલતી દીક્ષા જોષીને ગુજરાતી બોલતા જ નહોતુ આવડતું. બાળપણથી ગાંધીનગરમાં ઉછરી હોવાથી સમજાતુ ખરું પણ બોલતા નહોતુ આવડતું. કોલેજ કાળ દરમ્યાન એક નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવવા ન મળી કારણકે ગુજરાતી નહોતુ આવડતું. તે દિવસથી દીક્ષાએ નક્કી કર્યું હતું કે, ગુજરાતી બોલતા અને વાંચતા તો આવડવું જ જોઈએ. ફક્ત ચાર વર્ષમાં જ દીક્ષા ગુજરાતી બોલતા શીખી ગઈ અને ઢોલીવુડમાં અભિનય કરવાની શરૂઆત કરી દીધી હતી.

  7/18
 • દીક્ષા જોષીએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને ચૉકલેટ બૉય પ્રતિક ગાંધી સાથે અભિનય કર્યો છે. આ બન્ને સાથે કામ કરવાનો અનુભવ વિષે પણ દીક્ષાએ વાત કરી હતી.

  દીક્ષા જોષીએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને ચૉકલેટ બૉય પ્રતિક ગાંધી સાથે અભિનય કર્યો છે. આ બન્ને સાથે કામ કરવાનો અનુભવ વિષે પણ દીક્ષાએ વાત કરી હતી.

  8/18
 • 2018માં આવેલી ફિલ્મ 'શરતો લાગૂ'માં મલ્હાર ઠાકર સાથે દીક્ષા જોષીએ અભિનય કર્યો છે. મલ્હાર સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, હું અને મલ્હાર બન્ને બહુ જ ફુડી છીએ. ફિલ્મનું શૂટિંગ વડોદરામાં થયું હતું. ત્યારે અમે ખાવાની કોઈ જ જગ્યા એક્સપ્લોર કરવાની બાકી નહોતી રાખી. અમે સાથે મળીને ખાવાની બધી જ જગ્યા એક્સપ્લોર કરી છે. અમારા વચ્ચને ફુડની વાત સૌથી મોખરે છે.

  2018માં આવેલી ફિલ્મ 'શરતો લાગૂ'માં મલ્હાર ઠાકર સાથે દીક્ષા જોષીએ અભિનય કર્યો છે. મલ્હાર સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, હું અને મલ્હાર બન્ને બહુ જ ફુડી છીએ. ફિલ્મનું શૂટિંગ વડોદરામાં થયું હતું. ત્યારે અમે ખાવાની કોઈ જ જગ્યા એક્સપ્લોર કરવાની બાકી નહોતી રાખી. અમે સાથે મળીને ખાવાની બધી જ જગ્યા એક્સપ્લોર કરી છે. અમારા વચ્ચને ફુડની વાત સૌથી મોખરે છે.

  9/18
 • 2019માં આવેલી ફિલ્મ 'ધૂનકી' દીક્ષા જોષીના દિલની એકદમ નજીક છે. કારણકે દીક્ષાનું કહેવું છે કે, ધૂનકીમાં શ્રેયા જેવી છે તેવી જ હું રીયલ લાઈફમાં પણ છું. શ્રેયાનું પાત્ર ભજવતી હતી ત્યારે મને એમ જ લાગતું હતું કે હું મારી જાતને ફરી મળી રહી છું. ફિલ્મની પ્રોસેસને પણ મેં બહુ એન્જોય કરી છે. કારણકે ફિલ્મમાં ડાયલૉગ ઓછા અને ઈમ્પ્રોવાઈઝેશન વધુ હતું. પ્રતિક સાથે કામ કરવાનો અનુભવ પણ એકદમ સરસ હતો

  2019માં આવેલી ફિલ્મ 'ધૂનકી' દીક્ષા જોષીના દિલની એકદમ નજીક છે. કારણકે દીક્ષાનું કહેવું છે કે, ધૂનકીમાં શ્રેયા જેવી છે તેવી જ હું રીયલ લાઈફમાં પણ છું. શ્રેયાનું પાત્ર ભજવતી હતી ત્યારે મને એમ જ લાગતું હતું કે હું મારી જાતને ફરી મળી રહી છું. ફિલ્મની પ્રોસેસને પણ મેં બહુ એન્જોય કરી છે. કારણકે ફિલ્મમાં ડાયલૉગ ઓછા અને ઈમ્પ્રોવાઈઝેશન વધુ હતું. પ્રતિક સાથે કામ કરવાનો અનુભવ પણ એકદમ સરસ હતો

  10/18
 • લૉકડાઉન શરૂ થયું તે પહેલા જ દીક્ષા જોષી ગુજરાતમાં ચાલતું શૂટિંગ પતાવીને મુંબઈ આવી હતી. મુશ્કેલીના સમયમાં પરિવાર પાસે પહોંચી ગઈ હોવાથી દીક્ષા પોતાને ભાગ્યશાળી માને છે.

  લૉકડાઉન શરૂ થયું તે પહેલા જ દીક્ષા જોષી ગુજરાતમાં ચાલતું શૂટિંગ પતાવીને મુંબઈ આવી હતી. મુશ્કેલીના સમયમાં પરિવાર પાસે પહોંચી ગઈ હોવાથી દીક્ષા પોતાને ભાગ્યશાળી માને છે.

  11/18
 • લૉકડાઉનના અનુભવ વિશે દીક્ષાએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હું ફિલ્મોને લીધે એકદમ વ્યસ્ત હતી. મને મારા પોતાના માટે સમય જ નહોતો મળતો. લૉકડાઉનને લીધે મને મારી માટે શ્રેષ્ઠ સમય મળ્યો છે.

  લૉકડાઉનના અનુભવ વિશે દીક્ષાએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હું ફિલ્મોને લીધે એકદમ વ્યસ્ત હતી. મને મારા પોતાના માટે સમય જ નહોતો મળતો. લૉકડાઉનને લીધે મને મારી માટે શ્રેષ્ઠ સમય મળ્યો છે.

  12/18
 • લૉકડાઉનમાં પોતાની જાતને એક્સપ્લોર કરવા મળી હોવાનું દીક્ષાનું કહેવું છે. આ સમય દરમ્યાન દીક્ષાએ Doodling, ફની વીડિયોઝ જોવામાં, નવા પુસ્તકો વાંચવામાં અને મિત્રો સાથે સમય પસાર કરવામાં વિતાવ્યો છે.

  લૉકડાઉનમાં પોતાની જાતને એક્સપ્લોર કરવા મળી હોવાનું દીક્ષાનું કહેવું છે. આ સમય દરમ્યાન દીક્ષાએ Doodling, ફની વીડિયોઝ જોવામાં, નવા પુસ્તકો વાંચવામાં અને મિત્રો સાથે સમય પસાર કરવામાં વિતાવ્યો છે.

  13/18
 • આગામી પ્રોજેક્ટ વિશે દીક્ષાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ ઠક્કરની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' દ્વારા હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહની બેનની ભૂમિકામાં દેખાશે.

  આગામી પ્રોજેક્ટ વિશે દીક્ષાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ ઠક્કરની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' દ્વારા હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહની બેનની ભૂમિકામાં દેખાશે.

  14/18
 • તે સિવાય ચંદ્રેશ ભટ્ટની ફિલ્મમાં ગૌરવ પાસવાલા અને ઈશા કંસારા સાથે જોવા મળશે

  તે સિવાય ચંદ્રેશ ભટ્ટની ફિલ્મમાં ગૌરવ પાસવાલા અને ઈશા કંસારા સાથે જોવા મળશે

  15/18
 • એટલું જ નહીં એક ગુજરાતી વૅબ સિરીઝનું શૂટિંગ પણ લૉકડાઉન પહેલાં પુર્ણ કર્યું છે. જે ટુંક સમયમાં જ રજુ થશે.

  એટલું જ નહીં એક ગુજરાતી વૅબ સિરીઝનું શૂટિંગ પણ લૉકડાઉન પહેલાં પુર્ણ કર્યું છે. જે ટુંક સમયમાં જ રજુ થશે.

  16/18
 • દીક્ષા જોષી અને મલ્હાર ઠાકરની જોડી બહુ જલ્દી સ્ક્રિન પર પાછી જોવા મળશે. તેમાંની એક ફિલ્મ છે, 'વેનિલા આઈસ્કીમ'.

  દીક્ષા જોષી અને મલ્હાર ઠાકરની જોડી બહુ જલ્દી સ્ક્રિન પર પાછી જોવા મળશે. તેમાંની એક ફિલ્મ છે, 'વેનિલા આઈસ્કીમ'.

  17/18
 • દીક્ષા જોષીનુ કહેવું છે કે, બાળપણથી જ મારી ઈચ્છા સમાજ માટે કંઈક કરવાની અને સમાજના દુ:ખ ઓછા કરવાની હતી. હું કોઈક રીતે સમાજના લોકોના ચહેરા પર સ્માઈલ જોવા માંગતી હતી. મારા અભિનય દ્વારા હું મારું આ સ્વપ્ન પુરું કરી રહી છું તેનો મને આનંદ છે.

  દીક્ષા જોષીનુ કહેવું છે કે, બાળપણથી જ મારી ઈચ્છા સમાજ માટે કંઈક કરવાની અને સમાજના દુ:ખ ઓછા કરવાની હતી. હું કોઈક રીતે સમાજના લોકોના ચહેરા પર સ્માઈલ જોવા માંગતી હતી. મારા અભિનય દ્વારા હું મારું આ સ્વપ્ન પુરું કરી રહી છું તેનો મને આનંદ છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ 'શુભ આરંભ' દ્વારા ઢોલીવુડમાં કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી દીક્ષા જોષી વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તેને ગુજરાતી બોલતા જ નહોતું આવડતું છતાંય આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી ધરાવે છે. ગુજરાતી મિડ-ડે.કૉમ સાથેની વાતચીતમાં અભિનેત્રીએ પોતાની કારકિર્દી, આવનારી ફિલ્મો અને અભિનય ક્ષેત્રે કઈ રીતે આગળ આવી તે વિશે વાતચીત કરી હતી. આવો જોઈએ દીક્ષા જોષીની સુંદર તસવીરો અને સાથે જાણીયે જીવનની અને કારકિર્દીની કેટલીક રસપ્રદ વાતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK