અભિષેક બચ્ચને ‘કલકત્તામાં ‘બૉબ બિસ્વાસ’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ ‘કહાની’નાં કૅરૅક્ટર બૉબ બિસ્વાસ પરથી બનાવવામાં આવી છે. આ ફિલ્મને શાહરુખ ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. ‘કહાની’નાં ડિરેક્ટર સુજૉય ઘોષની દીકરી દિયા અન્નપૂર્ણા ઘોષ ‘બૉબ બિસ્વાસ’ દ્વારા ડિરેક્શનમાં હાથ અજમાવી રહી છે. (તસવીરોઃ પલવ પલીવાલ)