Ileana D'Cruz : નિર્દોષતા અને ગ્લેમરનું પરફેક્ટ કૉકટેલ છે આ અભિનેત્રી

Updated: 2nd November, 2020 10:53 IST | Chirantana Bhatt
  • 1લી નવેમ્બર 1986ના રોજ ઇલિયાનાનો જન્મ થયો છે તે મુંબઇમાં ગોઅન પરિવારમાં જન્મી છે. દસ વર્ષની વયે તેનો પરિવાર ગોઆ શિફ્ટ થયો.

    1લી નવેમ્બર 1986ના રોજ ઇલિયાનાનો જન્મ થયો છે તે મુંબઇમાં ગોઅન પરિવારમાં જન્મી છે. દસ વર્ષની વયે તેનો પરિવાર ગોઆ શિફ્ટ થયો.

    1/20
  • તેણે દક્ષિણની ફિલ્મોમાં પણ કાઠું કાઢ્યું છે અને ફિલ્મમાં ફેમસ થતા પહેલાં તેણે ટેલિવિઝન અને પ્રિન્ટ એડ્ઝમાં ઘણું કામ કર્યું છે. 

    તેણે દક્ષિણની ફિલ્મોમાં પણ કાઠું કાઢ્યું છે અને ફિલ્મમાં ફેમસ થતા પહેલાં તેણે ટેલિવિઝન અને પ્રિન્ટ એડ્ઝમાં ઘણું કામ કર્યું છે. 

    2/20
  • તેણે વીસ વર્ષની વયે ફિલ્મ ઉદ્યોગમાં કામ શરુ કર્યું અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે દેવદાસુ ફિલ્મમાં સૌથી પહેલીવાર કામ કર્યું. આ છે તેના નાનપણની તસવીર.

    તેણે વીસ વર્ષની વયે ફિલ્મ ઉદ્યોગમાં કામ શરુ કર્યું અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે દેવદાસુ ફિલ્મમાં સૌથી પહેલીવાર કામ કર્યું. આ છે તેના નાનપણની તસવીર.

    3/20
  • તેણે તેલુગુ સિનેમામાં બહુ જલ્દી પોતાની જાતને લીડ એક્ટ્રેસ તરીકે સ્થાપિત કરી. 

    તેણે તેલુગુ સિનેમામાં બહુ જલ્દી પોતાની જાતને લીડ એક્ટ્રેસ તરીકે સ્થાપિત કરી. 

    4/20
  • દક્ષિણની 15 ફિલ્મો કર્યા પછી તેણે હિંદી ફિલ્મમાં રણબીર કપૂર સાથે બર્ફી ફિલ્મમાં ડેબ્યુ કર્યું. અનુરાગ બાસુની આ ફિલ્મ 2012માં આવી હતી. 

    દક્ષિણની 15 ફિલ્મો કર્યા પછી તેણે હિંદી ફિલ્મમાં રણબીર કપૂર સાથે બર્ફી ફિલ્મમાં ડેબ્યુ કર્યું. અનુરાગ બાસુની આ ફિલ્મ 2012માં આવી હતી. 

    5/20
  • તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે હંમેશા એવા જૉક્સ મારે છે કે તે સાઉથની અક્ષય કુમાર છે કારણકે ત્યાં તે વર્ષે ચાર ફિલ્મો કરતી. 

    તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે હંમેશા એવા જૉક્સ મારે છે કે તે સાઉથની અક્ષય કુમાર છે કારણકે ત્યાં તે વર્ષે ચાર ફિલ્મો કરતી. 

    6/20
  • તેણે બૉલીવુડમાં ફટા પોસ્ટર નિકલા હીરો, હેપી એન્ડિંગ, મૈં તેરા હીરો, રુસ્તમ, બાદશાહો, મુબારકાં, રેડ અને પાગલપંતી જેવી ફિલ્મો કરી છે. 

    તેણે બૉલીવુડમાં ફટા પોસ્ટર નિકલા હીરો, હેપી એન્ડિંગ, મૈં તેરા હીરો, રુસ્તમ, બાદશાહો, મુબારકાં, રેડ અને પાગલપંતી જેવી ફિલ્મો કરી છે. 

    7/20
  • તેને વિંટીઓને બહુ જ શોખ છે, તેની પાસે નહીં નહીં તો 300 રિંગ્ઝ છે અને તે જ્યાં પણ ટ્રાવેલ કરે ત્યાંથી તે રિંગ્ઝ ખરીદતી રહે છે. 

    તેને વિંટીઓને બહુ જ શોખ છે, તેની પાસે નહીં નહીં તો 300 રિંગ્ઝ છે અને તે જ્યાં પણ ટ્રાવેલ કરે ત્યાંથી તે રિંગ્ઝ ખરીદતી રહે છે. 

    8/20
  • જો કે તેને શૂઝનો પણ એટલે જ શોખ છે અને તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે તેનું ચાલે તો એ તો ઘરના દરેક રૂમમાં શૂઝના શૅલ્ફ રાખે. 

    જો કે તેને શૂઝનો પણ એટલે જ શોખ છે અને તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે તેનું ચાલે તો એ તો ઘરના દરેક રૂમમાં શૂઝના શૅલ્ફ રાખે. 

    9/20
  • આટલી સુંદર અભિનેત્રીને બૉડી ઇશ્યુઝ હતા એવું તમે માનશો?

    આટલી સુંદર અભિનેત્રીને બૉડી ઇશ્યુઝ હતા એવું તમે માનશો?

    10/20
  • એક સમય હતો જ્યારે તે બહુ જ પાતળી હતી અને છતાં ય તેને લાગતું કે તે જાડી છે, તે પોતાના શરીરને લઇને બહુ કમ્ફર્ટેબલ નહોતી પણ પછી તે આ માનસિકતામાંથી બહાર આવી. 

    એક સમય હતો જ્યારે તે બહુ જ પાતળી હતી અને છતાં ય તેને લાગતું કે તે જાડી છે, તે પોતાના શરીરને લઇને બહુ કમ્ફર્ટેબલ નહોતી પણ પછી તે આ માનસિકતામાંથી બહાર આવી. 

    11/20
  • 2018માં તે મોસ્ટ સેન્સેશનલ સેલિબ્રિટી બની હતી અને ઇન્ટરનેટ પર ખૂબ જ ટ્રેન્ડ થઇ હતી, તે કપિલ શર્મા કરતાં ય વધુ ચર્ચામાં રહી હતી. આનું કારણ હતું કે હૅકર્સ નેટિઝન્સને લલચાવવા માટે તેના નામનો ઉપયોગ કરતા અને તેમને ખોટી વેબસાઇટ પર આવવા આકર્ષતા. 

    2018માં તે મોસ્ટ સેન્સેશનલ સેલિબ્રિટી બની હતી અને ઇન્ટરનેટ પર ખૂબ જ ટ્રેન્ડ થઇ હતી, તે કપિલ શર્મા કરતાં ય વધુ ચર્ચામાં રહી હતી. આનું કારણ હતું કે હૅકર્સ નેટિઝન્સને લલચાવવા માટે તેના નામનો ઉપયોગ કરતા અને તેમને ખોટી વેબસાઇટ પર આવવા આકર્ષતા. 

    12/20
  • ઇલિયાના ખૂબ પ્રાઇવેટ પર્સન છે, જો કે તે પોતાની લાઇફની વાતો જાણી જોઇને છૂપાવતી નથી પણ જાહેરમાં તેની ચર્ચા કરવાનું ટાળે છે.

    ઇલિયાના ખૂબ પ્રાઇવેટ પર્સન છે, જો કે તે પોતાની લાઇફની વાતો જાણી જોઇને છૂપાવતી નથી પણ જાહેરમાં તેની ચર્ચા કરવાનું ટાળે છે.

    13/20
  • તેણે કહ્યું હતું કે તેને કંઇ ખોટી માહિતીઓ આપવી કે છુપાવવુ ગમતું નથી પણ પર્સનલ લાઇફમાં બીજી વ્યક્તિ પણ ઇનવોલ્વડ હોય જેને આ બધામાં ડ્રેગ કરવાનો અર્થ નથી.

    તેણે કહ્યું હતું કે તેને કંઇ ખોટી માહિતીઓ આપવી કે છુપાવવુ ગમતું નથી પણ પર્સનલ લાઇફમાં બીજી વ્યક્તિ પણ ઇનવોલ્વડ હોય જેને આ બધામાં ડ્રેગ કરવાનો અર્થ નથી.

    14/20
  • જો કે ઇલિયાનાને જ્યારે માનસિક સ્વાસ્થ્યની વાત કરવાની આવી ત્યારે તેણે કંઇ છુપાવ્યું નહીં અને કહ્યું કે તેના એક્સ બૉય ફ્રેન્ડ એન્ડ્રુ નીબોને તેને ડિપ્રેશનની સારવાર લેવા પ્રેરી હતી. તેણે કબુલ્યું હતું કે તે માણસોથી દૂર ભાગતી અને સૌને પોતાનાથી દૂર રાખતી જો કે એક તબક્કે તેને સમજાયું કે તે અઠવાડિયાથી ઘરની બહાર સુધ્ધાં નથી નીકળી જે એબનોર્મલ બાબત હતી અને અંતે તેણે પ્રોફેશનલ હેલ્પ લીધી. 

    જો કે ઇલિયાનાને જ્યારે માનસિક સ્વાસ્થ્યની વાત કરવાની આવી ત્યારે તેણે કંઇ છુપાવ્યું નહીં અને કહ્યું કે તેના એક્સ બૉય ફ્રેન્ડ એન્ડ્રુ નીબોને તેને ડિપ્રેશનની સારવાર લેવા પ્રેરી હતી. તેણે કબુલ્યું હતું કે તે માણસોથી દૂર ભાગતી અને સૌને પોતાનાથી દૂર રાખતી જો કે એક તબક્કે તેને સમજાયું કે તે અઠવાડિયાથી ઘરની બહાર સુધ્ધાં નથી નીકળી જે એબનોર્મલ બાબત હતી અને અંતે તેણે પ્રોફેશનલ હેલ્પ લીધી. 

    15/20
  • હવે બિલકુલ સ્વસ્થ થઇ ગયેલી ઇલિયાના કહે છે કે ડિપ્રેશનના તબક્કા બાદ તે બદલાઇ છે અને શાંત બની છે.

    હવે બિલકુલ સ્વસ્થ થઇ ગયેલી ઇલિયાના કહે છે કે ડિપ્રેશનના તબક્કા બાદ તે બદલાઇ છે અને શાંત બની છે.

    16/20
  • ઇલિયાના હવે અભિષેક બચ્ચન સાથે બિગ બુલ ફિલ્મમાં જોવા મળશે જે હર્ષદ મહેતાની લાઇફ પર બનેલી ફિલ્મ છે. 

    ઇલિયાના હવે અભિષેક બચ્ચન સાથે બિગ બુલ ફિલ્મમાં જોવા મળશે જે હર્ષદ મહેતાની લાઇફ પર બનેલી ફિલ્મ છે. 

    17/20
  • ઇલિયાનાના ચહેરા પર એક મસ્ત મજાની ક્યૂટનેસ છે અને તેની આંખો પણ એકદમ પાણીદાર છે.

    ઇલિયાનાના ચહેરા પર એક મસ્ત મજાની ક્યૂટનેસ છે અને તેની આંખો પણ એકદમ પાણીદાર છે.

    18/20
  • તેની તસવીરો સાબિત કરે છે કે હવે તેને પોતાના શરીરને લઇને કોઇ સંકોચ કે ગ્રંથીઓ નથી.

    તેની તસવીરો સાબિત કરે છે કે હવે તેને પોતાના શરીરને લઇને કોઇ સંકોચ કે ગ્રંથીઓ નથી.

    19/20
  • હેપ્પી બર્થ ડે હૉટ્ટી...    

    હેપ્પી બર્થ ડે હૉટ્ટી...

     

     

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ઇલિયાના ડિ' ક્રુઝનો (Ileana D'Cruz)જન્મદિવસ છે 1 નવેમ્બર. આ ગોર્જિયસ અભિનેત્રી આજે 34 વર્ષની થઇ. જોઇએ તેની બૉલીવુડની જર્ની. તસવીરોમાં લાગે છે ક્યૂટ અને હૉટ (ઇન્સ્ટાગ્રામ)

First Published: 1st November, 2020 12:12 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK