Happy Birthday: માધુરી દિક્ષીત, આજે 54 વર્ષની થઇ ધક ધક ગર્લ, જુઓ તેની અદાઓ

Updated: May 15, 2020, 07:57 IST | Chirantana Bhatt
  • માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1967નાં રોજ થયો અને તેણે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ અબોધથી 1984માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો. 1985માં માધુરીએ રાજેશ ખન્ના અને મિનાક્ષી શેશાદ્રી સાથે આવારા બાપ ફિલ્મમાં અભિનય કર્યો. બંન્ને ફિલ્મો નિષ્ફળ હતી અને ત્યાર બાદ 1987માં તેણે સ્વાથી નામની વધુ એક ફ્લોપ ફિલ્મમાં કામ કર્યું.

    માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1967નાં રોજ થયો અને તેણે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ અબોધથી 1984માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો. 1985માં માધુરીએ રાજેશ ખન્ના અને મિનાક્ષી શેશાદ્રી સાથે આવારા બાપ ફિલ્મમાં અભિનય કર્યો. બંન્ને ફિલ્મો નિષ્ફળ હતી અને ત્યાર બાદ 1987માં તેણે સ્વાથી નામની વધુ એક ફ્લોપ ફિલ્મમાં કામ કર્યું.

    1/24
  • 1987માં તેણે નાના પાટેકર સાથે મોહરે, અનિલ કપૂર સાથે હિફાઝત અને ઉત્તર દક્ષિણમાં રજનીકાંત અને જેકી શ્રોફ સાથે કામ કર્યું.

    1987માં તેણે નાના પાટેકર સાથે મોહરે, અનિલ કપૂર સાથે હિફાઝત અને ઉત્તર દક્ષિણમાં રજનીકાંત અને જેકી શ્રોફ સાથે કામ કર્યું.

    2/24
  • તેઝાબમાં 1988માં માધુરીની બાજી પલટાઇ અને તે રાતોરાત સ્ટાર બની ગઇ.

    તેઝાબમાં 1988માં માધુરીની બાજી પલટાઇ અને તે રાતોરાત સ્ટાર બની ગઇ.

    3/24
  • 90ના દાયકામાં માધુરી સાથે આમિર ખાને દિલ અને દિવાના મુઝસા નહીં ફિલ્મો કરી અને તેને દિલમાં કામ કરવા બદલ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો.

    90ના દાયકામાં માધુરી સાથે આમિર ખાને દિલ અને દિવાના મુઝસા નહીં ફિલ્મો કરી અને તેને દિલમાં કામ કરવા બદલ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો.

    4/24
  • 1999માં ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી માધુરી દીક્ષિત અમેરિકા કોલોરાડોમાં ડેન્વર ખાતે સ્થાઇ થઇ. આ તેના રિસેપ્શનની તસવીર છે જેમા ત્યારનાં મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે હાજરી આપી હતી.

    1999માં ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી માધુરી દીક્ષિત અમેરિકા કોલોરાડોમાં ડેન્વર ખાતે સ્થાઇ થઇ. આ તેના રિસેપ્શનની તસવીર છે જેમા ત્યારનાં મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે હાજરી આપી હતી.

    5/24
  • માધુરીને અરિન અને રયાન એમ બે દીકરા છે.

    માધુરીને અરિન અને રયાન એમ બે દીકરા છે.

    6/24
  • મહાન ચિત્રકાર એમ એફ હુસૈન માધુરી દીક્ષિત પર ફિદા હતા અને તેમણે તેનાથી પ્રેરાઇને ગજ ગામીની ફિલ્મ બનાવી હતી. તેઓ હમ આપકે હૈં કૌનમાં તેને જોઇને તેના પર વારી ગયા હતા અને તેમણે એ ફિલ્મ 67 વખત જોઇ હતી.

    મહાન ચિત્રકાર એમ એફ હુસૈન માધુરી દીક્ષિત પર ફિદા હતા અને તેમણે તેનાથી પ્રેરાઇને ગજ ગામીની ફિલ્મ બનાવી હતી. તેઓ હમ આપકે હૈં કૌનમાં તેને જોઇને તેના પર વારી ગયા હતા અને તેમણે એ ફિલ્મ 67 ખત જોઇ હતી.

    7/24
  • આ માધુરીની તેના દીકરા અને પતિ સાથેની જૂની તસવીર છે. તેના ડૉક્ટર પતિને લગ્ન પહેલાં ખબર નહોતી કે માધુરી એક પ્રખ્યાત હિરોઇન છે.

    આ માધુરીની તેના દીકરા અને પતિ સાથેની જૂની તસવીર છે. તેના ડૉક્ટર પતિને લગ્ન પહેલાં ખબર નહોતી કે માધુરી એક પ્રખ્યાત હિરોઇન છે.

    8/24
  • માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની જોડી પણ બહુ પ્રખ્યાત હતી, તેમણે જમાઇ રાજા, કિશન કન્હૈયા જેવી ઘણી ફિલ્મો કરી.

    માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની જોડી પણ બહુ પ્રખ્યાત હતી, તેમણે જમાઇ રાજા, કિશન કન્હૈયા જેવી ઘણી ફિલ્મો કરી.

    9/24
  • આ જોડીએ હિફાઝત, તેઝાબ, કિશન કન્હૈયા, પ્રતિકાર, જીવન એક સંઘર્ષ, ઝિંદગી એક જુઆ, ખેલ , બેટા, રાજકુમાર અને પુકાર જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો.

    આ જોડીએ હિફાઝત, તેઝાબ, કિશન કન્હૈયા, પ્રતિકાર, જીવન એક સંઘર્ષ, ઝિંદગી એક જુઆ, ખેલ , બેટા, રાજકુમાર અને પુકાર જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો.

    10/24
  • ધારાવી નામની આ ફિલ્મમાં માધુરીએ ઓમ પુરી સાથે અભિન કર્યો હતો. આ ફિલ્મને ઘણાં એવોર્ડ્ઝ મળ્યા હતા અને લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તે દર્શાવાઇ હતી.

    ધારાવી નામની આ ફિલ્મમાં માધુરીએ ઓમ પુરી સાથે અભિન કર્યો હતો. આ ફિલ્મને ઘણાં એવોર્ડ્ઝ મળ્યા હતા અને લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તે દર્શાવાઇ હતી.

    11/24
  • ખલનાયક ફિલ્મ વખતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માધુરી દીક્ષિત સાથે કો સ્ટાર્સ જેકી શ્રોફ, અનુપમ ખેર, સંજય દત્ત અને ડાયરેક્ટર સુભાષ ઘાઇ.

    ખલનાયક ફિલ્મ વખતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માધુરી દીક્ષિત સાથે કો સ્ટાર્સ જેકી શ્રોફ, અનુપમ ખેર, સંજય દત્ત અને ડાયરેક્ટર સુભાષ ઘાઇ.

    12/24
  • 1993માં ખલનાયક ફિલ્મો સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં બીજા નંબરે સ્થાન મેળવ્યું અને તે નેવુંના દાયકાની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની.

    1993માં ખલનાયક ફિલ્મો સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં બીજા નંબરે સ્થાન મેળવ્યું અને તે નેવુંના દાયકાની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની.

    13/24
  • અંજામ ફિલ્મમાં કલ્પના ઐયર અને માધુરી દીક્ષિત. આ શાહરૂખ ખાન સાથેની માધુરીની પહેલી ફિલ્મ હતી

    અંજામ ફિલ્મમાં કલ્પના ઐયર અને માધુરી દીક્ષિત. આ શાહરૂખ ખાન સાથેની માધુરીની પહેલી ફિલ્મ હતી

    14/24
  • માધુરી દિક્ષીતે ઋષિ કપૂર સાથે સાહિબાન, યારાના અને પ્રેમ ગ્રંથ ફિલ્મમાં અભિનય કર્યો હતો.

    માધુરી દિક્ષીતે ઋષિ કપૂર સાથે સાહિબાન, યારાના અને પ્રેમ ગ્રંથ ફિલ્મમાં અભિનય કર્યો હતો.

    15/24
  • શાહરૂખ સાથે માધુરીએ કોયલા ફિલ્મમાં અભિનય કર્યો અને ત્યાર બાદ દિલ તો પાગલ હૈમાં પણ આ જોડી ઝળકી હતી. વળી હમ તુમ્હારે હૈં સનમ, દેવદાસ, ગજ ગામીનીમાં પણ આ બંન્ને કલાકારો હતા. જેમાં અન્ય અભિનેતાઓ પણ હતા જેમ કે જેકી શ્રોફ, કરીશ્મા કપૂર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય

    શાહરૂખ સાથે માધુરીએ કોયલા ફિલ્મમાં અભિનય કર્યો અને ત્યાર બાદ દિલ તો પાગલ હૈમાં પણ આ જોડી ઝળકી હતી. વળી હમ તુમ્હારે હૈં સનમ, દેવદાસ, ગજ ગામીનીમાં પણ આ બંન્ને કલાકારો હતા. જેમાં અન્ય અભિનેતાઓ પણ હતા જેમ કે જેકી શ્રોફ, કરીશ્મા કપૂર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય

    16/24
  • આરઝુ ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાને માધુરી સાથે અભિન કર્યો હતો.

    આરઝુ ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાને માધુરી સાથે અભિન કર્યો હતો.

    17/24
  • દેવદાસમાં માધુરી દીક્ષિત અને ઐશ્વર્યાએ કામ કર્યુ હતું. સંજય લીલા ભણસાળીએ દેવદાસ ડાયરેક્ટ કરી હતી અને તે શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પર આધારિત ફિલ્મ હતી અને તેનાં તે પહેલાં અને બાદમાં વર્ઝન્સ બન્યાં છે.

    દેવદાસમાં માધુરી દીક્ષિત અને ઐશ્વર્યાએ કામ કર્યુ હતું. સંજય લીલા ભણસાળીએ દેવદાસ ડાયરેક્ટ કરી હતી અને તે શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પર આધારિત ફિલ્મ હતી અને તેનાં તે પહેલાં અને બાદમાં વર્ઝન્સ બન્યાં છે.

    18/24
  • પુજા ભટ્ટ, સંજય કપૂર અને રવિના ટંડન સાથે માધુરી દીક્ષિત.

    પુજા ભટ્ટ, સંજય કપૂર અને રવિના ટંડન સાથે માધુરી દીક્ષિત.

    19/24
  • બાળકો સાથે રમત કરતી માધુરી. તેને 2008માં પદ્મશ્રી એનાયત કરાયો.

    બાળકો સાથે રમત કરતી માધુરી. તેને 2008માં પદ્મશ્રી એનાયત કરાયો.

    20/24
  • માધુરી દીક્ષિત કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે. આ જોડીએ ઘણાં હિટ ડાન્સ નંબર્સ આપ્યા છે. તે કોરિયોગ્રાફર્સ ડિલાઇટ છે.

    માધુરી દીક્ષિત કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે. આ જોડીએ ઘણાં હિટ ડાન્સ નંબર્સ આપ્યા છે. તે કોરિયોગ્રાફર્સ ડિલાઇટ છે.

    21/24
  • માધુરી દીક્ષિત, તેના પેરન્ટ્સ અને ડી જે અકિલ તથા તેની પત્ની ફરાહ ખાન અલી સાથે.

    માધુરી દીક્ષિત, તેના પેરન્ટ્સ અને ડી જે અકિલ તથા તેની પત્ની ફરાહ ખાન અલી સાથે.

    22/24
  • માધુરી દીક્ષિત બાળ ઠાકરેનાં આશીર્વાદ લેતા.

    માધુરી દીક્ષિત બાળ ઠાકરેનાં આશીર્વાદ લેતા.

    23/24
  • Happy Birthday માધુરી દીક્ષિત.\\.

    Happy Birthday માધુરી દીક્ષિત.\\.

    24/24
  • loading...

ફોટોઝ વિશે

માધુરી દિક્ષીત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે જેની સાથે કેટકેટલાય લોકો જુવાન થયા છે અને તેના સ્મિત પર વારી જઇને ખુવાર પણ થશે. એ વાત અલગ છે કે માધુરી હંમેશા યંગ જ રહેવાની છે પછી ભલે તેણે થોડા વર્ષો પહેલાં વન પ્રવેશ કરી લીધો હોય. માધુરી દીક્ષિતનાં જન્મ દિવસે તેની આ તસવીરો પર નજર કરીએ અને તેની જર્ની પણ જાણીએ... (તસવીરો મિડ-ડે આર્કાઇવ્ઝ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK