બોલીવુડમાં 36 વર્ષ બાદ પણ નથી બદલાયા અનિલ કપૂર, જુઓ અનસીન ફોટોઝ

Published: Jun 23, 2019, 16:30 IST | Bhavin
 • અનિલ કપૂરે પોતાની કરિયર બેક ગ્રાઉન્ડ ડાન્સર તરીકે 1979-80માં શરૂ કરી હતી. તેમણે વો સાત દિન ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો.

  અનિલ કપૂરે પોતાની કરિયર બેક ગ્રાઉન્ડ ડાન્સર તરીકે 1979-80માં શરૂ કરી હતી. તેમણે વો સાત દિન ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો.

  1/23
 • વો સાત દિન પહેલા અનિલ કપૂર હિન્દી, તેલુગુ અને કન્નડામાં જુદી જુદી ફિલ્મોમાં નાના રોલ કરતા હતા.

  વો સાત દિન પહેલા અનિલ કપૂર હિન્દી, તેલુગુ અને કન્નડામાં જુદી જુદી ફિલ્મોમાં નાના રોલ કરતા હતા.

  2/23
 • અનિલ કપૂર માને છે કે ઈન્ડસ્ટ્રીમાં લાંબા ટકવા માટે રૂટિનમાં ડિસિપ્લિન હોવી જરૂરી છે. અનિલ કપૂર પોતાની જાતને બોલીવુડના નિયમિત વિદ્યાર્થી માને છે.

  અનિલ કપૂર માને છે કે ઈન્ડસ્ટ્રીમાં લાંબા ટકવા માટે રૂટિનમાં ડિસિપ્લિન હોવી જરૂરી છે. અનિલ કપૂર પોતાની જાતને બોલીવુડના નિયમિત વિદ્યાર્થી માને છે.

  3/23
 • ત્રણ દાયકા સુધી બોલીવુડમાં એટલા જ સ્ટેબલ રહેવા અંગે અનિલ કપૂર કરે છે કે,'નસીબ, પરિવાર, ડિરેક્ટર્સ અને મહેનત આ તમામનો સરખો ફાળો છે. સાથે જ યોગ્ય સમયે યોગ્ય સ્કરીપ્ટ મળતી ગઈ, મેં બરાબર પસંદગી કરી અને ફિલ્મો મળતી ગઈ.

  ત્રણ દાયકા સુધી બોલીવુડમાં એટલા જ સ્ટેબલ રહેવા અંગે અનિલ કપૂર કરે છે કે,'નસીબ, પરિવાર, ડિરેક્ટર્સ અને મહેનત આ તમામનો સરખો ફાળો છે. સાથે જ યોગ્ય સમયે યોગ્ય સ્કરીપ્ટ મળતી ગઈ, મેં બરાબર પસંદગી કરી અને ફિલ્મો મળતી ગઈ.

  4/23
 • અનિલ કપૂરે 14 વર્ષની ઉંમરે પહેલીવાર એક્ટિંગ કરી હતી. તુ પાયલ મેં ગીત ફિલ્મમાં અનિલ કપૂરે શશિ કપૂરના બાળપણનો રોલ કર્યો હતો. તસવીરમાંઃ મિસ ઈન્ડિયા 1992 મધુ સાપરે સાથે અનિલ કપૂર

  અનિલ કપૂરે 14 વર્ષની ઉંમરે પહેલીવાર એક્ટિંગ કરી હતી. તુ પાયલ મેં ગીત ફિલ્મમાં અનિલ કપૂરે શશિ કપૂરના બાળપણનો રોલ કર્યો હતો.
  તસવીરમાંઃ મિસ ઈન્ડિયા 1992 મધુ સાપરે સાથે અનિલ કપૂર

  5/23
 • અનિલ કપૂરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયામાં એડમિશન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂણેની આ ઈન્સ્ટીટ્યુટની પરીક્ષામાં તે ફેલ થયા હતા. અનિલ કપૂરે ખુલાસો કર્યો હતો કે આ નિષ્ફળતા પછી તે રડ્યા હતા.

  અનિલ કપૂરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયામાં એડમિશન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂણેની આ ઈન્સ્ટીટ્યુટની પરીક્ષામાં તે ફેલ થયા હતા. અનિલ કપૂરે ખુલાસો કર્યો હતો કે આ નિષ્ફળતા પછી તે રડ્યા હતા.

  6/23
 • બાદમાં અનિલ કપૂરે પોતાની જાતને સંભાળી અને રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું હતું.

  બાદમાં અનિલ કપૂરે પોતાની જાતને સંભાળી અને રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું હતું.

  7/23
 • તેલુગુ ફિલ્મ વામસા વૃક્ષમમાં ડેબ્યુ કર્યા બાદ અનિલ કપૂરે મણિરત્નમની ફિલ્મ પલ્લવી અનુ પલ્લવીમાં પણ એક્ટિંગ કરી હતી.

  તેલુગુ ફિલ્મ વામસા વૃક્ષમમાં ડેબ્યુ કર્યા બાદ અનિલ કપૂરે મણિરત્નમની ફિલ્મ પલ્લવી અનુ પલ્લવીમાં પણ એક્ટિંગ કરી હતી.

  8/23
 • 90ના દાયકામાં અનિલ કપૂરે મશાલ, યુધ, મેરી જંગ, કર્મા, ચમેલી કી શાદી, મિ. ઈન્ડિયા, રામ લખન, લાડલા બાદ મોસ્ટ બેન્કેબલ સ્ટાર બન્યા હતા.

  90ના દાયકામાં અનિલ કપૂરે મશાલ, યુધ, મેરી જંગ, કર્મા, ચમેલી કી શાદી, મિ. ઈન્ડિયા, રામ લખન, લાડલા બાદ મોસ્ટ બેન્કેબલ સ્ટાર બન્યા હતા.

  9/23
 • બોલીવુડમાં પોતાની જર્ની વિશે વાત કરતા અનિલ કપૂરે કહ્યું હતું,'તે સમયે લોકો મારા પર પૈસા લગાવતા હતા, અને મારી ફિલ્મો ચાલતી હતી.ઝક્કાસ, એ જી ઓજી લોજી સુનોજી જેવા ગીતો લોકપ્રિય થતા હતા. લોકોને મારું કામ ગમતું હતું.'

  બોલીવુડમાં પોતાની જર્ની વિશે વાત કરતા અનિલ કપૂરે કહ્યું હતું,'તે સમયે લોકો મારા પર પૈસા લગાવતા હતા, અને મારી ફિલ્મો ચાલતી હતી.ઝક્કાસ, એ જી ઓજી લોજી સુનોજી જેવા ગીતો લોકપ્રિય થતા હતા. લોકોને મારું કામ ગમતું હતું.'

  10/23
 • ઉલ્લેખનીય છે અનિલ કપૂરે હોલીવુડની ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મથી જ અનિલ કપૂર સાત સમુંદર પાર પણ લોકપ્રિય થયા હતા.

  ઉલ્લેખનીય છે અનિલ કપૂરે હોલીવુડની ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મથી જ અનિલ કપૂર સાત સમુંદર પાર પણ લોકપ્રિય થયા હતા.

  11/23
 • અનિલ કપૂરે અમેરિકન ટીવી સીરીઝ 24માં પણ એક્ટિંગ કરી હતી, અને તેના રાઈટ્સ ખરીદીને તેને ઈન્ડિયન ટેલિવિઝન માટે પણ બનાવી હતી.

  અનિલ કપૂરે અમેરિકન ટીવી સીરીઝ 24માં પણ એક્ટિંગ કરી હતી, અને તેના રાઈટ્સ ખરીદીને તેને ઈન્ડિયન ટેલિવિઝન માટે પણ બનાવી હતી.

  12/23
 • અનિલ કપૂર ટોમ ક્રુઝની એક્શન ફિલ્મ મિશનઃઈમ્પોસિબલ- ઘોસ્ટ પ્રોટોકોલમાં પણ કામ કરી ચૂક્યા છે.

  અનિલ કપૂર ટોમ ક્રુઝની એક્શન ફિલ્મ મિશનઃઈમ્પોસિબલ- ઘોસ્ટ પ્રોટોકોલમાં પણ કામ કરી ચૂક્યા છે.

  13/23
 • વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 1942:અ લવ સ્ટોરીના સેટ પર અનિલ કપૂર

  વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 1942:અ લવ સ્ટોરીના સેટ પર અનિલ કપૂર

  14/23
 • અનિલ કપૂર પોતાની સફળતાનો રાઝ અનુપમ ખેરને આપે છે. તેમનું કહેવું છે કે અનુપમ ખેરના સતત સપોર્ટથી જ આ સફળતા મળી છે.

  અનિલ કપૂર પોતાની સફળતાનો રાઝ અનુપમ ખેરને આપે છે. તેમનું કહેવું છે કે અનુપમ ખેરના સતત સપોર્ટથી જ આ સફળતા મળી છે.

  15/23
 • 24 સિરીઝથી ટીવીમાં ડેબ્યુ કર્યા બાદ અનિલ કપૂરે બ્રિટિશ મોટરિંગ સિરીઝ ધ ગ્રાન્ડ ટૂર ફોર એમેઝોનની સિઝન પ્રિમીયર પણ હોસ્ટ કરી હતી

  24 સિરીઝથી ટીવીમાં ડેબ્યુ કર્યા બાદ અનિલ કપૂરે બ્રિટિશ મોટરિંગ સિરીઝ ધ ગ્રાન્ડ ટૂર ફોર એમેઝોનની સિઝન પ્રિમીયર પણ હોસ્ટ કરી હતી

  16/23
 • આ સિરીઝ વિશે વાત કરતા અનિલ કપૂરે કહ્યું હતું,'આપણે હવે સમયની સાથે માધ્યમ પણ બદલવું જરૂરી છે. કલાકાર તરીકે હું વધુ લોકો સુધી પહોંચવા માગુ છુ, વધુ લોકો સાથે કનેક્ટ થવા માગુ છુ. જો લોકો ભેગા થાય તો હું સ્ટ્રીટ પ્લે પણ કરીશ.'

  આ સિરીઝ વિશે વાત કરતા અનિલ કપૂરે કહ્યું હતું,'આપણે હવે સમયની સાથે માધ્યમ પણ બદલવું જરૂરી છે. કલાકાર તરીકે હું વધુ લોકો સુધી પહોંચવા માગુ છુ, વધુ લોકો સાથે કનેક્ટ થવા માગુ છુ. જો લોકો ભેગા થાય તો હું સ્ટ્રીટ પ્લે પણ કરીશ.'

  17/23
 •  અનિલ કપૂર વધુમાં કહે છે કે,'ફિલ્મો હંમેશા માધ્યમ રહી છે, પરંતુ જ્યારે ટેલિવિઝન કે વેબ સિરીઝથી એક સારી સ્ટોરી દર્શાવવા મળે તો હું જરૂર તે પણ કરીશ.'

   અનિલ કપૂર વધુમાં કહે છે કે,'ફિલ્મો હંમેશા માધ્યમ રહી છે, પરંતુ જ્યારે ટેલિવિઝન કે વેબ સિરીઝથી એક સારી સ્ટોરી દર્શાવવા મળે તો હું જરૂર તે પણ કરીશ.'

  18/23
 • ડિજિટલ પ્લેટફોર્મ માટે પહેલીવાર શૂટિંગ કરવાનો અનુભવ યાદ કરતા અનિલ કપૂર કહે છે કે,'તમને સ્લમડૉગ મિલિયોનેરની Who Wants To be Millionaire? વાળી સિકવન્સ યાદ છે. ડિજિટલ કેમેરામાં શૂટિંગનો આ મા મારા મટે પહેલો અનુભવ હતો.જો કે તે ફિલ્મ ત્યારે નહોતી વપરાઈ, પણ તેનું રિઝલ્ટ જબરજસ્ત હતું.'

  ડિજિટલ પ્લેટફોર્મ માટે પહેલીવાર શૂટિંગ કરવાનો અનુભવ યાદ કરતા અનિલ કપૂર કહે છે કે,'તમને સ્લમડૉગ મિલિયોનેરની Who Wants To be Millionaire? વાળી સિકવન્સ યાદ છે. ડિજિટલ કેમેરામાં શૂટિંગનો આ મા મારા મટે પહેલો અનુભવ હતો.જો કે તે ફિલ્મ ત્યારે નહોતી વપરાઈ, પણ તેનું રિઝલ્ટ જબરજસ્ત હતું.'

  19/23
 • 20/23
 • અનિલ કપૂર કહે છે કે પાત્ર પપ્પાનું હોય, દાદાનું હોય કે પછી કાાનું હોય મને કોઈ ફરક નથી પડતો

  અનિલ કપૂર કહે છે કે પાત્ર પપ્પાનું હોય, દાદાનું હોય કે પછી કાાનું હોય મને કોઈ ફરક નથી પડતો

  21/23
 • અનિલ કપૂરનું કહેવું છે કે ફક્ત બોલીવુડમાં જ એક્ટર્સની રિયલ એજને મહત્વ આપવામાં આવે છે, હોલીવુડમાં આવા પ્રશ્નો પૂછાતા જ નથી.

  અનિલ કપૂરનું કહેવું છે કે ફક્ત બોલીવુડમાં જ એક્ટર્સની રિયલ એજને મહત્વ આપવામાં આવે છે, હોલીવુડમાં આવા પ્રશ્નો પૂછાતા જ નથી.

  22/23
 •  સલમાન ખાનના પિતા બનવા અંગેના સવાલમાં અનિલ કપૂરે કહ્યું હતું કે,'મને તેનાથી કોઈ વાંધો નથી. હું અમિતાભ બચ્ચન પિતાનો રોલ કરવા પણ તૈયાર છું. '

   સલમાન ખાનના પિતા બનવા અંગેના સવાલમાં અનિલ કપૂરે કહ્યું હતું કે,'મને તેનાથી કોઈ વાંધો નથી. હું અમિતાભ બચ્ચન પિતાનો રોલ કરવા પણ તૈયાર છું. '

  23/23
 • loading...

ફોટોઝ વિશે

અનિલ કપૂરને બોલીવુડમાં 36 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. તેમની પહેલી ફિલમ 23 જૂન 1983માં રિલીઝ થઈ હતી. અનિલ કપૂરની કરિયરમાં મશાલ, તેઝાબ, 1942 અ લવ સ્ટોરી, તાલ, પુકાર, ગાંધી માય ફાધર, સ્લમડોગ મિલિયનેર, વેલકમ જેવી નોંધપાત્ર ફિલ્મો છે. આ ફિલ્મોની પસંદગીથી જ ખ્યાલ આવે છે કે અનિલ કપૂર કેવી રીતે કમર્શિયલ અને પેરેલલ સિનેમાને બેલેન્સ કરે છે. જુઓ અનિલ કપૂરના રૅર ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK