યશ ચોપડાની તબિયત ખરાબ થતાં દાખલ કરાયા લીલાવતી હૉસ્પિટલમાં

Published: Oct 15, 2012, 05:46 IST

શનિવારે ૮૦ વર્ષના યશ ચોપડાની તબિયત વણસી જતાં તેમને બાંદરા (વેસ્ટ)માં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે દાખલ કરવામાં આવ્યા છે.


હકીકતમાં ૧૦ ઑક્ટોબરે અમિતાભ બચ્ચનના બર્થ-ડે ફંક્શનમાં હાજરી આપીને ઘરે આવ્યા ત્યારે જ તેમને તબિયતમાં સમસ્યા જેવું લાગતાં તેમણે પરિવારજનોને એ વિશે જાણ કરી હતી. શરૂઆતમાં તો તેમને થોડો સમય ઘરે જ સારવાર આપવામાં આવી હતી, પણ સતત ડૉક્ટરો નજર રાખી શકે એ માટે તેમને પછીથી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે યશ ચોપડાએ ગયા મહિને જ ફિલ્મ-ડિરેક્શનમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને હવે તેઓ ૧૩ નવેમ્બરે રિલીઝ થનારી પોતે ડિરેક્ટ કરેલી છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.


યશ ચોપડા વિશે વધુ વાંચો


૮૦મા વર્ષે પણ અઢારમા જેવી જુવાની! યશ ચોપડા એક ...

યશ ચોપડાની ફિલ્મમાં સ્વિટ્ઝરલૅન્ડ તો હોવું જ ...

શાહરુખ અને યશ ચોપડાની મજેદાર જુગલબંદી, જુઓ ...
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK