Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાન અને શાહરુખ ખાન કરતાં હજી પાછળ સલમાન ખાન

આમિર ખાન અને શાહરુખ ખાન કરતાં હજી પાછળ સલમાન ખાન

07 June, 2019 10:36 AM IST | મુંબઈ

આમિર ખાન અને શાહરુખ ખાન કરતાં હજી પાછળ સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાનની અત્યાર સુધીની ફિલ્મોમાં ‘ભારત’ પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની ગઈ છે. ઈદ હોય કે દિવાળી કે પછી ક્રિસમસ સલમાનની ‘ભારતે’ પહેલા દિવસે સૌથી વધુ એટલે કે ૪૨.૩૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અત્યાર સુધી સલમાનની ‘પ્રેમ રતન ધન પાયો’એ સૌથી વધુ એટલે કે ૪૦.૩૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. લોકોનો આભાર માનતાં ટ્‍‍વિટર પર સલમાને ટ્વીટ કર્યું હતું કે ‘મારી કરીઅરની આ ફિલ્મને સૌથી મોટું ઓપનિંગ આપવા માટે સૌનો આભાર. ફિલ્મમાં મારું એક દૃશ્ય છે જેમાં મેં રાષ્ટ્રગીત ગાયું છે અને એ દરમ્યાન સૌકોઈએ ઊભા થઈને એને માન આપ્યું છે એની મને સૌથી વધુ ખુશી છે અને ગર્વ પણ છે. આનાથી મોટું માન દેશ માટે બીજું કંઈ ન હોઈ શકે. જય હિન્દ.’

આ પણ વાંચો : દિલ તૂટવાને કારણે મેં ઘણીવાર પોતાને હર્ટ કરવાની કોશિશ કરી હતી : શાહિદ કપૂર



પહેલા દિવસના ભારતના બિઝનેસથી ખુશખુશાલ અલી અબ્બાસ ઝફર


‘ભારત’ને મળેલા રિસ્પૉન્સથી ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર પણ ખૂબ ખુશ છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું કે ‘દર્શકો દ્વારા મળેલા આ પ્રેમથી ખૂબ ખુશ છું. મેં સલમાન ખાનને એકદમ નવા અવતારમાં અને ‘ભારત’માં એક નવા હીરો તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકોને ‘ભારત’ ખૂબ પસંદ પડી છે. તેમના માટે આ એક મનોરંજક જૉય રાઇડ છે. સાથે જ ફિલ્મનો ઉદ્દેશ પણ સાર્થક થયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2019 10:36 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK