Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલ તૂટવાને કારણે મેં ઘણીવાર પોતાને હર્ટ કરવાની કોશિશ કરી હતી : શાહિદ

દિલ તૂટવાને કારણે મેં ઘણીવાર પોતાને હર્ટ કરવાની કોશિશ કરી હતી : શાહિદ

07 June, 2019 08:41 AM IST | મુંબઈ

દિલ તૂટવાને કારણે મેં ઘણીવાર પોતાને હર્ટ કરવાની કોશિશ કરી હતી : શાહિદ

જરા સંભલ કે - શાહિદ કપૂર અને કિયારા અડવાણી ગઈ કાલે કાંદિવલીમાં આવેલી ઠાકુર કૉલેજમાં જોવા મળ્યાં હતાં. તેઓ ‘કબીર સિંહ’ના ગીત ‘મેરે સોહનેયા’ને લૉન્ચ કરવા માટે ગયાં હતાં. આ ઇવેન્ટમાં શાહિદ કિયારાને સંભાળીને લઈ જતો જોવા મળ્યો હતો. તસવીર : સતેજ શિંદે

જરા સંભલ કે - શાહિદ કપૂર અને કિયારા અડવાણી ગઈ કાલે કાંદિવલીમાં આવેલી ઠાકુર કૉલેજમાં જોવા મળ્યાં હતાં. તેઓ ‘કબીર સિંહ’ના ગીત ‘મેરે સોહનેયા’ને લૉન્ચ કરવા માટે ગયાં હતાં. આ ઇવેન્ટમાં શાહિદ કિયારાને સંભાળીને લઈ જતો જોવા મળ્યો હતો. તસવીર : સતેજ શિંદે


શાહિદ કપૂરનું કહેવું છે કે તેના જીવનમાં એવી ઘણી ક્ષણ આવી હતી જેના બાદ તે પોતાને નુકસાન પહોંચાડતો હતો. એ સ્થિતિમાંથી બહાર આવવા માટે તેણે પોતાના પર્ફોર્મન્સ પર ધ્યાન આપ્યું હતું. આ વિશે શાહિદે કહ્યું હતું કે ‘હું અતિશય સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ, હાર્ટબ્રેક, અસ્થિર ક્ષણમાંથી પસાર થયો છું કે જેમાં હું પોતાની જાત પર કન્ટ્રોલ કરી શકતો નહોતો. કોઈ વસ્તુ ગુમાવી દેવાથી આપણી અંદર પડી ભાંગવાની જે ફીલ‌િંગ આવે છે એ ખૂબ જ ઘાતકી છે. તમે જેને તમારા કરતાં પણ વધુ પ્રેમ કરો અને તે તમને ન મળે તો તમારામાં અતિશય ગુસ્સો આવે છે. આ તબક્કો દરેકની લાઇફમાં આવે છે. એથી હું આ પાત્ર સાથે કનેક્ટ થઈ શક્યો છું. તમારે દરેક પ્રકારના નેગેટ‌િવ ઇમોશન્સને પૉઝ‌િટિ‌વ‌િટીમાં બદલવા પડે છે નહીં તો એનાથી તમે જ પડી ભાંગશો. હાર્ટબ્રેક પણ એમાંનું જ એક છે. એ એનર્જીને યોગ્ય દિશામાં વાળવાનું શીખવું જોઈએ. જો તમે એ ન કરી શકો તો તમે કબીર સિંહ બની જશો.’

શાહિદનું કહેવું છે કે કોઈ પણ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું એ વ્યક્તિના હાથમાં છે. આ સંદર્ભે શાહિદે કહ્યું હતું કે ‘પોતાના દુઃખ પર વધુ ન રડવું જોઈએ, કારણ કે એ તમને જરૂરિયાત કરતાં એ પરિસ્થિત‌િમાં વધુ સમય રાખે છે અને એ ખૂબ જ જોખમી છે. સૌથી પહેલાં હું એનાથી દૂર ભાગવાનો પ્રયાસ કરું છું. મને પોતાની જાત પર દયા દેખાડવી પસંદ નથી. એ ખૂબ જ જોખમી છે.’



ફિલ્મના પોતાના પાત્રને કેવી રીતે આંકે છે એ સવાલનો જવાબ આપતાં શાહિદે કહ્યું હતું કે ‘હું તેને જજ નથી કરતો. તે ખૂબ જ રિયલ વ્યક્તિ છે. તે કોઈ દેખાડો નથી કરતો. આપણે પણ કબીર સિંહની જેમ આપણા ખરાબ સમયમાં આપણે ખરાબ વ્યક્તિ છીએ એવું કહીએ છીએ. જોકે એનાથી તમને કોઈ મદદ નથી મળતી, કારણ કે તમે પોતાની જાતને એક ખોટો મેસેજ આપી રહ્યા છો. તમારે પોતાની જાતને એવું કહેવું જોઈએ કે તમે સારી વ્યક્તિ છો અને તમે આ ખરાબ સમયમાંથી જલદીથી પસાર થઈ જશો. આમ કરવાથી તમે જલદી તમારી જાતને ફરીથી ઓળખી શકશો.’


આ પણ વાંચો : Video:બેકલેસ બ્લાઉઝમાં પ્રિયંકાનો આવો છે અવતાર

કબીર સિંહ માટે ડૉક્ટરો સાથે મુલાકાત કરી હતી શાહિદ કપૂરે


શાહિદ કપૂરે જણાવ્યું હતું કે ‘કબીર સિંહ’માં પોતાના રોલની તૈયારી માટે તેણે અનેક ડૉક્ટરો સાથે મુલાકાત કરી હતી. તેનું કહેવું છે કે અેક્સપર્ટ સાથે ચર્ચા કરવાથી તે પોતાની ભૂમિકાને ઝીણવટપૂર્વક જાણી શક્યો હતો. આ ફિલ્મમાં શાહિદ એક સર્જ્યન તરીકે જોવા મળશે. એ માટે તે કલાકો સુધી હૉસ્પિટલમાં સમય પસાર કરતો હતો. આ વિશે વધુ જણાવતાં શાહિદે કહ્યું હતું કે ‘કબીર સિંહ એક કુશળ સર્જ્યન છે. એવું કહી શકાય કે પોતાના ફીલ્ડમાં તે બેસ્ટ છે. એથી તેની રીતભાત, તેનું વર્તન સચોટ રીતે દેખાડવામાં આવે એ પણ જરૂરી છે. એક્સપર્ટ સાથે ચર્ચા કરવાથી હું મારા પાત્રને ઊંડાણપૂર્વક જાણી શક્યો.’

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2019 08:41 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK