વર્ષો બાદ શાહરૂખ ખાન અને આમિર ખાન એક જ ફિલ્મમાં?
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
અભિનેતા આમિર ખાનને આપણે છેલ્લે નવેમ્બર 2018માં યશ રાજ ફિલ્મ્સની ઠગ્સ ઑફ હિંદુસ્તાનમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા. આ વર્ષના ક્રિસમસમાં અદવિત ચૌહાણની લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને લીધે આ ફિલ્મ આવતા વર્ષની ક્રિસમસમાં રિલીઝ થશે.
આ ફિલ્મમાં કરિના કપુર ખાન અને મોના સિંહ છે. મુંબઈ મિરરમાં આવેલા રિપોર્ટ મુજબ, આ ફિલ્મમાં કિંગ ખાન શાહરૂખ ખાનનો પણ કેમીઓ હશે. આમિર ખાને વર્ષ 2007માં તારે ઝમીન પર ડાયરેક્ટ કરી હતી, તે પછી ફરી આમિર કેમેરા પાછળ જોવા મળશે.
ADVERTISEMENT
શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં અનુષ્કા શર્મા ને કેટરીના કેફ સાથે ઝીરો મુવીમાં જોવા મળ્યા હતા. હાલ અભિનેતા પઠાણ મુવીની તૈયારી કરી રહ્યો છે, જેમાં દિપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ છે જોવા મળશે. રાજકુમાર હિરાનીની આ ફિલ્મની પણ ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આમિર ખાન અને શાહરૂખ છેલ્લે આસુતોષ ગોવારીકરની પહેલી ફિલ્મ પહેલા નશામાં સાથે જોવા મળ્યા હતા. બંને ખાન આજે ફિલ્મ જગતના મોટા અભિનેતા છે. આમિર ખાનની રંગીલા, રાજા હિંદુસ્તાની, સરફરોશ, લગાન, દિલ ચાહતા હે, રંગ દે બસંતી, ફના, તારે ઝમીન પર, ગજની, 3 ઈડિયટ્સ, પીકે અને દંગલ જેવી ફિલ્મો ફૅન્સને ખૂબ જ ગમી છે.
શાહરૂખ ખાનની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, પરદેશ, યસ બૉસ, દિલ તો પાગલ હે, બાદશાહ, મોહબ્બતે, કભી ખુશી કભી ગમ, દેવદાસ, કલ હો ના હો, મે હુ ના, વીર ઝારા, સ્વદેશ, ડોન, ઓમ શાંતિ હોમ, રબ ને બના દી જોડી, માન નેમ ઈઝ ખાન, ચેન્નઈ એક્સપ્રેસ અને હૅપ્પી ન્યુ યર આજે પણ ટીવીમાં ટેલિકાસ્ટ થાય તો આપણે જોતા જ હોઈએ છીએ.