હૂ ઇઝ યૉર ડૅડીની સેકન્ડ સીઝન શૂટ થઈ છે માત્ર સત્તર દિવસમાં

Published: 4th January, 2021 17:46 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

અમ્રિતસરમાં શૂટ થયેલી એકતા કપૂરની આ વેબ-સિરીઝ માટે યુનિટે દરરોજ વીસ કલાક કામ કર્યું હતું

એકતા કપૂરના ડિજિટલ પ્લૅટફૉર્મ પર અગાઉ આવી ગયેલી ‘હૂ ઇઝ યૉર ડૅડી?’ની સેકન્ડ સીઝન બહુ જલદી આવી ગઈ અને એ પાછળનું કારણ પણ પહેલી સીઝનની પૉપ્યુલરિટી છે. જોકે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જો કોઈ હોય તો એ કે ‘હૂ ઇઝ યૉર ડૅડી?’ની સેકન્ડ સીઝન માત્ર સત્તર દિવસમાં શૂટ થઈ અને એ પણ પૂરેપૂરી અમ્રિતસરમાં શૂટ કરવા છતાં. ‘હૂ ઇઝ યૉર ડૅડી?’નો લીડ સ્ટાર મોહિત દુસેજા કહે છે, ‘સત્તર દિવસના શૂટિંગમાં અમે દરરોજ વીસ-વીસ કલાક કામ કર્યું. અમારી ડેડલાઇન ક્લિયર હતી અને ડેડલાઇન કોઈ પણ ભોગે અમારે સાચવવાની હતી; જેના માટે ટેક્નિકલ સ્ટાફે જ નહીં, ઍક્ટિંગ સ્ટાફે પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું.’

‘હૂ ઇઝ યૉર ડૅડી?’ કૉલેજ લાઇફ પર આધારિત છે. મોહિત દુસેજાએ અગાઉ ‘રાગિણી એમએમએસ’ની બન્ને સીઝન કરી છે તો એકતા કપૂર માટે તે એક બીજો શો પણ કરતો હતો, જે કોરોના મહામારી વચ્ચે અડધો શૂટ થઈને બંધ કરવામાં આવ્યો અને એ પછી એકતાએ તરત જ ‘હૂ ઇઝ યૉર ડૅડી’ શરૂ કર્યો, જે સુપરહિટ થયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK