સવાર સવારમાં મેક્સી પહેરી અંકિતા કરણને મળવા પહોંચી

Published: Jul 28, 2016, 04:29 IST

તેને નાઇટવેઅરમાં જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયાશાહીન પરકાર

સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ બાદ અંકિતા લોખંડેની નજદીકી ‘પવિત્ર રિશ્તા’ના કો-સ્ટાર કરણ મેહરા સાથે વધી હતી. હાલમાં જ કરણને મળવા માટે અંકિતા વહેલી સવારે રિક્ષા પકડીને ગઈ હતી. કરણ સોમવારે સવારે આઠ વાગ્યે વીરા દેસાઈ રોડ પર ઊભો હતો. તે ફોન પર વાત કરી રહ્યો હતો. તેને જાહેરમાં જોઈને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા કે તે જાહેરમાં શું કરી રહ્યો છે, પરંતુ ત્યાં હાજર લોકોને તેના હાવભાવ પરથી ખબર પડી ગઈ હતી કે તે કોઈની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વારમાં ત્યાં એક રિક્ષા આવી હતી અને એમાંથી અંકિતા ઊતરી હતી. કરણે રિક્ષાના પૈસા ચૂકવ્યા હતા અને તેઓ ત્યાંથી એમ્પાયર બિલ્ડિંગમાં જતાં રહ્યાં હતાં. અંકિતાએ પહેરેલાં કપડાંને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા, કારણ કે તે નાઇટવેરમાં જોવા મળી હતી અને તે સવારે ઊઠીને સીધી જ કરણને મળવા માટે આવી હોય એવું લાગી રહ્યું હતું.


karan mehra

કરણ મેહરાકરણે ભૂતકાળમાં એવું કહ્યું હતું કે તેની ફૅમિલીને અંકિતાનું પાત્ર ખૂબ જ ગમતું હોવાથી તેણે ‘પવિત્ર રિશ્તા’ સિરિયલ સ્વીકારી હતી. ૨૦૧૪માં અંકિતા અને કરણ બૉક્સ ક્રિકેટ લીગમાં એક જ ટીમમાં હતાં. પહેલાં એવી પણ વાતો ચાલી હતી કે તેમની નજદીકી વધી રહી છે, પરંતુ તેમણે હંમેશાં એવું જ કહ્યું હતું કે તેઓ માત્ર મિત્રો છે.

કરણે ૨૦૦૯માં સ્ટાઇલિસ્ટ દેવિકા મેહતા સાથે દિલ્હીમાં લગ્ન કર્યા હતાં. દેવિકા પ્રોડ્યુસર એકતા કપૂરની ખૂબ જ નજીક છે અને તે તેના પ્રોડક્શન-હાઉસ સાથે જ કામ કરે છે.

અંકિતા અને કરણનો આ વિશે સંપર્ક કરવામાં આવતાં તેઓ ઉપલબ્ધ નહોતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK