Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જિતુ ભૈયાની નવી સિરીઝ પંચાયતમાં શું છે?

જિતુ ભૈયાની નવી સિરીઝ પંચાયતમાં શું છે?

01 April, 2020 03:34 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જિતુ ભૈયાની નવી સિરીઝ પંચાયતમાં શું છે?

જિતુ ભૈયા

જિતુ ભૈયા


ઍમેઝૉન પ્રાઇમ વિડિયો અને ફી વાઇરલ ફીવર (ટીવીએફ)ની કૉમેડી-ડ્રામા સિરીઝ ‘પંચાયત’માં નીના ગુપ્તા, જિતેન્દ્ર કુમાર (કોટા ફૅક્ટરી), બિશ્વપતિ સરકાર (મિસ્ટર ઍન્ડ મિસિસ), રઘુવીર યાદવ (પીપલી લાઇવ), ફૈઝલ મલિક (ગૅન્ગ્સ ઑફ વાસેપુર) જેવા કલાકારો છે. નીના ગુપ્તા અને જિતેન્દ્ર કુમાર અગાઉ ‘શુભ મંગલ ઝ્‍યાદા સાવધાન’માં સાથે કામ કરી ચૂક્યાં છે. ‘પંચાયત’માં અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર) નામના એન્જિનિયરિંગ ગ્રૅજ્યુએટની વાત છે જેની પાસે નોકરીના બહુ ઓછા વિકલ્પ હોવાથી તે ઉત્તર પ્રદેશના નાનકડા ગામ ફુલ્લેરાની ગ્રામપંચાયતમાં સેક્રેટરી તરીકેની ફરજ બજાવવા તૈયાર થાય છે. આમ તો અભિષેકના એક મિત્રએ તેને ‘રૂરલ ઇન્ડિયા, ધ રિયલ ઇન્ડિયા’નો અનુભવ કરવાનું કહ્યું હોય છે, પણ અભિષેકને એમાં બિલકુલ રસ નથી. ગામડામાં આવતાંવેત જ તેની સામે એક પછી એક પડકાર ઊભા થાય છે. તે આમાંથી બહાર આવવા માટે કૅટ (કૉમન ઍડ્મિનિસ્ટ્રેશન ટેસ્ટ)ની તૈયારી કરવા માંડે છે, પણ ઇલેક્ટ્રિસિટી સાથ નથી આપતી! શોમાં નીના ગુપ્તા ગામની મુખિયા તરીકે અને રઘુવીર યાદવ તેના પતિના રોલમાં છે.

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોનો ટીવીએફ સાથેનો આ બીજો પ્રોજેક્ટ છે. અગાઉ તેઓ યંગ ઍડલ્ટ કૉમેડી-ડ્રામા ‘હૉસ્ટેલ-ડેઝ’ બનાવી ચૂક્યાં છે. દીપક કુમાર મિશ્રા નિર્દેશિત ‘પંચાયત’ ત્રીજી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 03:34 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK