Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ધી શટલકૉક મર્ડર રિલીઝ પહેલાં જ વિવાદમાં

ધી શટલકૉક મર્ડર રિલીઝ પહેલાં જ વિવાદમાં

22 January, 2020 03:16 PM IST | Mumbai

ધી શટલકૉક મર્ડર રિલીઝ પહેલાં જ વિવાદમાં

અમિતા સિંહ

અમિતા સિંહ


સૈયદ મોદીની લાઇફ અને તેના મર્ડર પર આધારિત વેબ-િસ‌રીઝ ૧૦ ડિસેમ્બરે રિલીઝ થવાની છે, પણ એ પહેલાં જ સૈયદ મોદી સાથે જોડાયેલાં વાસ્તવિક પાત્રો એનો વિરોધ કરે એવો ઘાટ સર્જાયો છે. સૈયદની ભૂતપૂર્વ પત્ની અમિતા મોદીને વેબ-િસ‌રીઝમાં કેવી રીતે દર્શાવવામાં આવી છે એના પર બધો આધાર છે. અમિતા મોદીએ સૈયદના મર્ડર પછી અમેઠીના રાજવી પરિવારના નબીરા એવા સંજય સિંહ સાથે મૅરેજ કરી લીધાં છે. સંજય સિંહ અને અમિતા બન્ને અત્યારે સાથે છે. વેબ-િસ‌રીઝમાં એ બન્નેને કેવી રીતે રજૂ કરવામાં આવ્યાં છે એ જોયા પછી અમિતા અને સંજય સિંહ આગળની ઍક્શન નક્કી કરશે. કહેવાય છે કે બન્નેને આ વેબ-િસ‌રીઝનો પ્રોમો જોયા પછી એમાં ઘણી શંકાસ્પદ વાતો નજરમાં આવી હોવાથી બન્નેએ પોતાની લ‌ીગલ ટીમને તૈયાર કરી છે.
આ બન્ને ઉપરાંત અમિતા અને સૈયદની દીકરી આકાંક્ષા પણ આ વેબ-િસ‌રીઝ સામે વિરોધ કરે એવી પણ પૂરતી શક્યતા છે. આકાંક્ષા ઑલરેડી ક્રિમિનલ લૉમાં માસ્ટર્સ કરી ચૂકી છે અને તે દિલ્હીમાં રહે છે. જો વેબ-િસ‌રીઝમાં કશું પણ એવું નીકળ્યું જે તેની મમ્મી કે અત્યારના પપ્પા સંજય સિંહ વિરુદ્ધ હશે તો આકાંક્ષા પણ વેબ-િસ‌રીઝને પ્લૅટફૉર્મ પરથી હટાવવાની માગણી કરે એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 03:16 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK