તાંડવમાં સૈફ અલી ખાન શુદ્ધ હિન્દી અને સંસ્કૃત બોલશે

Published: 14th January, 2021 14:32 IST | Nirali Dave | Ahmedabad

સૈફ અલી ખાન ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘તાંડવ’માં એવા નેતાનો રોલ પ્લે કરવાનો છે જે પોતાના વડા પ્રધાન પિતાના નિધન બાદ પીએમ બનવા માટે અન્ય દાવેદારો સાથે રાજકારણ રમે છે

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન

સૈફ અલી ખાન ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘તાંડવ’માં એવા નેતાનો રોલ પ્લે કરવાનો છે જે પોતાના વડા પ્રધાન પિતાના નિધન બાદ પીએમ બનવા માટે અન્ય દાવેદારો સાથે રાજકારણ રમે છે. શોમાં સૈફ સમર પ્રતાપ સિંહના રોલમાં છે અને આ રોલ માટે સૌથી ચૅલેન્જિંગ શું રહ્યું એના વિશે અભિનેતાએ વાત કરી. સૈફ કહે છે, ‘મારું પાત્ર એવું છે જે જાહેર સ્થળોએ બોલવા માટે ટેવાયેલું હોય છે. એટલે જ મને શુદ્ધ સંસ્કૃત અને હિન્દીમાં સ્પીચ તૈયાર કરવાની હતી. જોકે રસપ્રદ વાત એ છે કે મને સંસ્કૃત બોલવાનું ગમે છે. શૂટિંગનો દિવસ લાંબો હોય કે ટૂંકો, મારે આ શો માટે દરરોજ ચાર સંસ્કૃત સ્પીચ બોલવાની હતી એટલે એ સખત તૈયારી માગી લેતી હતી.’
તાંડવ’નું મોટા ભાગનું શૂટિંગ પટૌડી પૅલેસમાં થયું છે એટલે સૈફ માટે એ અત્યાર સુધીનું સૌથી કમ્ફર્ટેબલ શૂટ રહ્યું. નોંધનીય છે કે ‘સેક્રેડ ગેમ્સ’ બાદ ‘તાંડવ’ સૈફની બીજી વેબ-સિરીઝ છે જેને ‘એક થા ટાઇગર’ ફેમ અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. સૈફે કહ્યું કે ‘હું અને અલી ખૂબ ક્રિકેટ રમ્યા છીએ એટલે સારા મિત્રો બની ગયા છીએ અને અલી જ ‘તાંડવ’નો અસલી નવાબ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK