Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની બાયોપિક હવે 24 મેએ રિલીઝ થશે

નરેન્દ્ર મોદીની બાયોપિક હવે 24 મેએ રિલીઝ થશે

04 May, 2019 01:43 PM IST |

નરેન્દ્ર મોદીની બાયોપિક હવે 24 મેએ રિલીઝ થશે

24 મેના રિલીઝ થશે ફિલ્મ

24 મેના રિલીઝ થશે ફિલ્મ


નરેન્દ્ર મોદીની બાયોપિકને હવે 24 મેએ રિલીઝ કરવામાં આવશે. લોકસભાના ચાલી રહેલા ઇલેક્શનને કારણે ‘PM નરેન્દ્ર મોદી’ને ઇલેક્શન કમિશન દ્વારા રિલીઝ થતી અટકાવવામાં આવી હતી. આ ફિલ્મ પહેલાં અગિયાર એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે આ ફિલ્મને કારણે આચારસંહિતાનો ભંગ થતો હોવાથી એનું સ્ક્રીનિંગ અટકાવવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે પણ આ ફિલ્મનો નિર્ણય ઇલેક્શન કમિશન પર છોડ્યો હતો. ઇલેક્શનનું રિઝલ્ટ 23મેએ આવવાનું છે અને એથી જ ફિલ્મને 24 મેએ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહે કહ્યું હતું કે ‘એક જવાબદાર નાગરિક તરીકે અમે આપણા દેશના કાયદાનો રિસ્પેક્ટ કરીએ છીએ. ઘણીબધી ચર્ચાવિચારણા બાદ આ ફિલ્મને લઈને ઊભી થયેલી ક્યુરિયોસિટીને ધ્યાનમાં રાખી અમે એને લોકસભાના રિઝલ્ટના તરત બાદ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ હવે 24 મેએ રિલીઝ થશે. પહેલી વાર એવું બનશે કે ફિલ્મને ફક્ત ચાર દિવસ માટે જ પ્રમોટ કરવામાં આવશે. અમે એવી આશા રાખીએ છીએ કે હવે તો કોઈને ફિલ્મથી વાંધો નહીં હોય.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2019 01:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK