Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત સરકાર સાથે હાથ મિલાવ્યા વિવેક ઑબેરૉયે

ગુજરાત સરકાર સાથે હાથ મિલાવ્યા વિવેક ઑબેરૉયે

04 December, 2020 07:38 PM IST | Mumbai
Agencies

ગુજરાત સરકાર સાથે હાથ મિલાવ્યા વિવેક ઑબેરૉયે

વિવેક ઑબેરોઇ

વિવેક ઑબેરોઇ


ગુજરાત સરકાર સાથે મળીને સ્પેશ્યલી એબલ્ડ લોકોને પોતાના પગભર ઊભા રહેવા માટે વિવેક ઑબેરૉય મદદ કરશે. એ પહેલ હેઠળ સ્પેશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ઝોન બનાવવામાં આવશે‍ જેના માધ્યમથી દિવ્યાંગ લોકોને આવકનું સાધન ઊભું કરવામાં સહાયતા પૂરી પાડવામાં આવશે. સ્પેશ્યલી એબલ્ડ લોકો દ્વારા વિવિધ પ્રોડક્ટ્સ બનાવવામાં આવશે. આ વિશે વિવેકે કહ્યું હતું કે ‘લોકો આજે પણ સ્પેશ્યલી એબલ્ડ લોકો સાથે ઓરમાયું વર્તન રાખે છે. સમાજમાં તેમનો બહિષ્કાર કરવામાં આવે છે અને તેમને અસંતુલિતનું લેબલ આપવામાં આવે છે ન કે નૉર્મલ ગણવામાં આવે છે. તેમની સાથે પણ સામાન્ય લોકોની જેમ જ વર્તન કરવામાં આવે અને હું હંમેશાંથી આવી કોઈ પહેલમાં સહભાગી થવાની ઇચ્છા રાખતો હતો જેથી હું તેમને કામની તક આપી શકું અને તેમને સ્વાવલંબી બનાવી શકું. આવા મિશન સાથે સંકળાઈને હું ખૂબ ખુશ છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2020 07:38 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK