તૈમુરના જન્મ બાદ હું 8 કલાકથી વધુ સમય કામ નથી કરતી: કરીના કપૂર ખાન

Published: Jun 01, 2019, 10:43 IST | મુંબઈ

કરીના કપૂર ખાને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તે તૈમુરના જન્મ બાદ ૮ કલાકથી વધુ સમય કામ નથી કરતી.

કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તે તૈમુરના જન્મ બાદ ૮ કલાકથી વધુ સમય કામ નથી કરતી. કરીના રિયલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં જજની ભૂમિકામાં જોવા મળવાની છે. ટેલિવિઝન પર એન્ટ્રીની સાથે જ તે ટીવી પર હાઇએસ્ટ પેઇડ ઍક્ટ્રેસ બની ગઈ છે. કરીનાએ જણાવ્યું હતું કે તેણે આ અગાઉ અનેક રિયલિટી શોની ઑફરો ઠુકરાવી હતી. આ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘ટેલિવિઝન પર કામ કરવાના કલાકો ઘણા હોય છે. ૧૨થી ૧૪ કલાક અને તૈમુરના જન્મ બાદ હું ૮ કલાકથી વધુ સમય કામ નથી કરતી. હું એક વર્કિંગ મધર છું અને હું તેની સાથે વધુ ઘરે રહેવા માગું છું. તૈમુર ડિનર કરે એ પહેલાં જ હું ઘરે પહોંચી જાઉં છું. હું નથી ચાહતી કે એ સમયે મારી ફૅમિલી સિવાય કોઈ પ‌ણ તેની સાથે રહે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ સાથે એ જ માત્ર એક અડચણ છે, કારણ કે તેઓ ૧૨ કલાક શૂટિંગ કરે છે. અમે બૅલૅન્સ જાળવી રાખ્યું છે.’

કોરિયોગ્રાફર બૉસ્કો અને રૅપર રફતાર કરીના સાથે આ શોને જજ કરશે. પુરુષ જજ જેટલી જ ફી ફીમેલ જજને મળવી જોઈએ એ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘ફીઝ સારી હોવી જોઈએ, કારણ કે તમે ટીવી પર સખત મહેનત કરો છો. જો મેલ જજને વધુ મહેનતાણું મળતું હોય તો ફીમેલ જજને પણ એકસરખી ફી મળવી જોઈએ. હું જેટલા કલાક કામ કરીશ એનું મને યોગ્ય વળતર મળશે.’

મારા નિર્ણયો હું દિમાગથી નહીં, પરંતુ દિલથી લઉં છું: કરીના કપૂર ખાન

રિયલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં જજની ખુરશી સંભાળનાર કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે તે નિર્ણયો દિમાગથી નહીં, પરંતુ દિલથી લે છે. શું ઑડિયન્સ તને ટીવી પર સ્વીકારશે કે નહીં એનું પ્રેશર તું ફીલ કરી રહી છે? એ સવાલનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે ‘મારા મતે મારા ફૅન્સ જે મને ફિલ્મોમાં વર્ષોથી જોતા આવ્યા છે તેઓ એ બાબત સારી રીતે જાણે છે કે હું મારી કરીઅરના નિર્ણયો દિમાગથી નહીં, પરંતુ દિલથી લઉં છું.

આ પણ વાંચો : કબીર સિંહઃ શાહિદ કપૂરનું તુજે ચાહને લગે વ્યક્ત કરે છે પ્રેમની ગાથા

ખરું કહું તો મારા દિમાગ કરતાં હું મારા હાર્ટનો વધુ ઉપયોગ કરું છું. એથી ડાન્સ શોને જજ કરવાનો મારો નિર્ણય પણ મારા દિલમાંથી જ આવ્યો છે. મને નથી લાગતું કે હું કઠોર બનીશ. આપણે એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જેટલા પણ સ્પર્ધકો સ્ટેજ પર પર્ફોર્મ કરશે તેઓ અનેક અડચણોને માત આપીને અહીં સુધી પહોંચ્યા છે. એથી તેમને પ્રોત્સાહન અને સપોર્ટની જરૂર છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK