Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Alt બાલાજીની વેબ-સિરીઝ 'કાર્ટલ'માં વિભાવ રૉયની એન્ટ્રી

Alt બાલાજીની વેબ-સિરીઝ 'કાર્ટલ'માં વિભાવ રૉયની એન્ટ્રી

22 January, 2020 03:15 PM IST | Ahmedabad

Alt બાલાજીની વેબ-સિરીઝ 'કાર્ટલ'માં વિભાવ રૉયની એન્ટ્રી

વિભાવ રૉય

વિભાવ રૉય


વિવેક ઑબેરૉય, રિત્વિક ધંજાણી, કુબ્રા સૈત, શીબા ચઢ્ઢા અને રવિ કિશન સહિતના કલાકારોને લઈને ઑનલાઇન ઓટીટી પ્લૅટફૉર્મ Alt બાલાજી માટે બની રહેલી વેબ-સિરીઝ ‘કાર્ટલ’માં એક ઓર અભિનેતાનો ઉમેરો થયો છે, તે છે વિભાવ રૉય.

બેહદ, યે હૈ આશિકી અને ગુમરાહ સહિતની ટીવી સિરિયલો કરી ચૂકેલા સુયાશ વાઢવકરના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સ્ટાર પ્લસ પર ૨૦૧૫-૨૦૧૬ દરમ્યાન આવતી ‘કુછ તો હૈ તેરે મેરે દરમિયાં’ સિરિયલમાં રાજ કપૂરનું લીડ કૅરૅક્ટર ભજવતા વિભાવ રૉયની એન્ટ્રી થઈ છે. વિભાવ ‘ગુસ્તાખ દિલ’ અને ‘ડોલી અરમાનોં કી’ સહિતની સિરિયલો તથા સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ ફિલ્મમાં પણ દેખાઈ ચૂક્યો છે.



આ પણ વાંચો : મૅક્સ પ્લેયરનો નવો શૉ હોસ્ટ કરશે મંદિરા બેદી


અલ્ટ બાલાજીની ‘કાર્ટલ’માં તેના નામ મુજબ જુદી-જુદી ગૅન્ગસ્ટર ટોળકીની વાત હશે. લોભ અને નફરત અને છેતરપિંડીથી ખદબદતી ક્રાઇમ-દુનિયામાં આ ગૅન્ગસ્ટર્સ વચ્ચે બંધાતા અને તૂટતા સંબંધો તથા પ્રણયની વાત રજૂ કરાશે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 03:15 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK