Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોલિવુડના કોમેડિયન એકટર દેવેન વર્માનુ નિધન

બોલિવુડના કોમેડિયન એકટર દેવેન વર્માનુ નિધન

02 December, 2014 05:27 AM IST |

બોલિવુડના કોમેડિયન એકટર દેવેન વર્માનુ નિધન

બોલિવુડના કોમેડિયન એકટર દેવેન વર્માનુ નિધન



Deven




દેવેન વર્મા ન માત્ર એકટર હતા પણ એક સારા ડાયરેકટર અને પ્રોડ્યુસર તરીકે પણ ખુબ જાણીતા હતા.આજે વહેલી સવારે પુણે ખાતે તેમનું નિધન થયુ હતુ.તેમના પારિવારિક સૂત્રોના જણાવ્યુ અનુસાર દેવેન વર્માનુ નિધન હાર્ટ એટેક અને કિડની ફેઈલ હોવાના કારણે થયુ છે.

દેવેને વર્માએ છેલ્લો શ્વાસ લગભગ સવારે 2 વાગ્યાની આસપાસ તેમના પુણે ખાતેના નિવાસસ્થાને લીધો હતો.પુણે તેમની જન્મભૂમિ છે.તેમણે પુણેમાંથી જ પોલીટીક્સ અને સોસીયોસોજીમાં ગ્રેજ્યુએશન કર્યુ હતુ અને ત્યારબાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદમ માડ્યા હતા.


ફિલ્મ અંગુર, ચોરી મેરા કામ,અંદાજ અપના અપના,બેમીસાલ,જુદાઈ,દિલ તો પાગલ હે અને કોરા કાગઝમાં તેમણે યાદગાર ભૂમિકાઓ ભજવી છે. આજે બપોર બાદ તેમના અંતિમ સંસ્કાર યરવડા સ્મશાન ખાતે કરવામાં આવશે.દેવેન વર્માને ફિલ્મફેરનો બેસ્ટ કોમેડિયન એવોર્ડ પણ મળ્યો હતો.તેઓ છેલ્લે 2003માં ફિલ્મ કલકત્તા મેલમાં જોવા મળ્યાં હતા.તેમણે લિજેન્ડરી એકટર અશોક કુમારની દિકરી રુપા ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા.દેવેન વર્મા અશોક કુમાર સાથે પણ ધરમપુત્રા,ગુમરાહ,આજ ઓર કલ જેવી ફિલ્મો કરી ચુક્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2014 05:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK