વરુણ ધવને નતાશા સાથેના બંધન પર તોડ્યુ મૌન, લગ્નને લઈને કર્યો ખુલાસો

Published: 10th January, 2021 12:25 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કોરોના વાયરસ મહામારીને કારણે બધાં પ્લાનિંગ ફેલ થઈ ગયા. તાજેતરમાં જ વરુણે નતાશા સાથે પોતાના લગ્નને લઈને મૌન તોડ્યું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે
તસવીર સૌજન્ય મિડ-ડે

વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ વર્ષ 2020માં લગ્ન કરવાના હતા, પણ કોરોના વાયરસ મહામારીને કારણે બધાં પ્લાનિંગ ફેલ થઈ ગયા. તાજેતરમાં જ વરુણે નતાશા સાથે પોતાના લગ્નને લઈને મૌન તોડ્યું છે.

બૉલીવુડ એક્ટર વરુણ ધવન અને તેની ડિઝાઇનર ગર્લફ્રેન્ડ નતાશા દલાલ બૉલીવુડની સૌથી લોકપ્રિય હસ્તીઓમાંના એક છે. બન્નેને લઈને વર્ષ 2020માં ચર્ચા હતી કે આ વર્ષે બન્ને સંબંધમાં બંધાઇને પોતાના સંબંધને નવું નામ આપશે. પણ કોરોના વાયરસ મહામારીને કારણે બધાં પ્લાનિંગ ફેલ થઈ ગયા. તાજેતરમાં જ વરુણે નતાશા સાથે પોતાના લગ્નને લઈને મૌન તોડ્યું છે.

વરુણ ધવને તાજેતરમાં જ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નને લઈને ખુલાસો કર્યો છે. ફિલ્મ ફૅરને આપેલા ઇન્ટરવ્યૂમાં વરુણે કહ્યું શક્ય છે કે તે વર્ષ 2021 નતાશા સાથે પોતાના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. વરુણે કહ્યું કે છ્લેલા બે વર્ષથી લગભગ બધા મારા લગ્નની વાત કરી રહ્યા છે, પણ હજી કંઇ નક્કી નથી થયું. વરુણે કહ્યું કે હજી પણ અસમંજસની પરિસ્થિતિ વિશ્વમાં જળવાયેલી છે. આ વર્ષે પરિસ્થિતિઓ જ્યારે સુધરશે, ત્યારે અમે લગ્ન કરી શકીએ છીએ. મારું માનવું છે કે અમે આ વિશે વિચારી રહ્યા છીએ કે જ્યારે પરિસ્થિતિ સુધરી જશે, ત્યારે સારી રીતે વિચારશું.

વરુણ અને નતાશા સ્કૂલના દિવસોથી એકબીજાને ઓળખે છે અને બન્ને કેટલાય વર્ષોથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હું જ્યારે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે પહેલીવાર નતાશાને મળ્યો. 11મા કે 12માથી અમે સારા ફ્રેન્ડ્સ બન્યા અને પછી અમે ક્લૉઝ ફ્રેન્ડ્સ બની ગયા.

ગયા વર્ષે કરવા ચૌથના અવસરે નતાશા દલાલ એક્ટર અનિલ કપૂરના ઘરે કરવા ચૌથની પૂજામાં જોવા મળી હતી. પૂજામાં તે લાલ ડ્રેસમાં જોવા મળી હતી, જેથી સ્પષ્ટ થયું કે તેણે પણ વરુણ ધવન માટે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું. વરુણ ધવન અને નતાશા દલાલ બન્ને ઘણાં સમયથી રિલેશનશિપમાં છે. બન્ને ઘણીવાર એક-બીજાની તસવીરો શૅર કરે છે. તસવીરોમાં વરુણ અને નતાશા પરફેક્ટ કપલ તરીકે દેખાય છે.

વરુણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની નવી ફિલ્મ કુલી નંબર 1 તાજેતરમાં જ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે. ફિલ્મનું નિર્દેશન વરુણના પિતા ડેવિડ ધવને કર્યું હતું. આ ફિલ્મમાં વરુણ અને સારા સિવાય રાજપાલ યાદવ, જાવેદ જાફરી અને પરેશ રાવલ જેવા સિતારા પણ મુખ્ય ભૂમિકામાં હતા. જો કે, ફિલ્મને સારો રિસ્પૉન્સ નથી મળ્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK