શોર્ટ સર્કિટનું ટ્રેલર રિલીઝ, ફિલ્મનું એ. આર. રહેમાન સાથે આ છે કનેક્શન

Published: 27th December, 2018 11:15 IST

ફૈઝલ હાશ્મીએ ડિરેક્ટ કરેલી ધ્વનિત અને કિંજલ રાજપ્રિયા સ્ટારર આ ફિલ્મ પહેલીવાર ગુજરાતી સિનેમના દર્શકો માટે સાયન્સ ફિક્શન સ્ટોરી લઈને આવી છે

ટ્રેલર લોન્ચમાં હાજર રહ્યા ડિરેક્ટર ફૈઝલ હાશ્મી, ધ્વનિત, કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા
ટ્રેલર લોન્ચમાં હાજર રહ્યા ડિરેક્ટર ફૈઝલ હાશ્મી, ધ્વનિત, કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા

તો 2019ની મોસ્ટ અવેઈટિંગ અપકમિંગ ગુજરાતી મૂવી શોર્ટ સર્કિટનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના ટ્રેલરમાં એક્શન છે, રોમાન્સ છે અને સાયન્સની સાથે સાથે ફિક્શન પણ છે. ફૈઝલ હાશ્મીએ ડિરેક્ટ કરેલી ધ્વનિત અને કિંજલ રાજપ્રિયા સ્ટારર આ ફિલ્મ પહેલીવાર ગુજરાતી સિનેમના દર્શકો માટે સાયન્સ ફિક્શન સ્ટોરી લઈને આવી છે.

ફિલ્મમાં ધ્વનિત એક IT એન્જિનિયરની ભૂમિકામાં છે, જેને પૂર્વાભાસ થાય છે. તો કિંજલ રાજપ્રિયા ફિલ્મમાં ટીવી એન્કરના રોલમાં દેખાશે. ફૈઝલ હાશ્મી, ભાર્ગવ પુરોહિત અને મોહસીન ચાવડાએ લખેલી આ ફિલ્મમાં સ્ટોરી ધ્વનિતના પાત્ર સમયની આસપાસ ફરે છે જે એક નિષ્ફળ વૈજ્ઞાનિક પ્રયોગને કારણે વિકટ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે અને પોતાના પ્રેમને બચાવવા સમયના ચક્રને અટકાવાનો પ્રયાસ કરે છે.

dhvanit

પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ છે 'શોર્ટ સર્કિટ'

આ ફિલ્મનું ટ્રેલર અમદાવાદમાં બુધવારે સાંજે લૉન્ચ કરાયું. ટ્રેઈલર લોન્ચ દરમિયાન ડિરેક્ટર ફૈઝલ હાશ્મીએ કહ્યું, 'અમે ફિલ્મના ટીઝરને મળેલા પ્રતિસાદથી કુશ છીએ. ફિલ્મની વાર્તા હટકે છે, તો દિલધડક એક્શન સિક્વન્સ પણ છે. સાથે જ ઉમદા VFX પણ છે, જે ગુજરાતી ફિલ્મોમાં આજ સુધી નથી જોવા મળ્યા'.તો ધ્વનિતનું કહેવું છે, 'હોલીવુડમાં સાયન્સ ફિક્શન ફિલ્મો પુષ્કળ છે. બોલીવુડમાં પણ આવી ફિલ્મો છે. શોર્ટ સર્કિટ સાથે ગુજરાતી ભાષા પણ આ યાદીમાં સામેલ થઈ ગઈ છે. દર્શકોને આ પ્રકારની ફિલ્મો જોવી ગમશે.'

રસપ્રદ વાત એ છે કે ફિલ્મની સિનેમેટોગ્રાફી માટે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટની મદદ લેવાઈ છે. તો ફિલ્મનું મ્યુઝિક જાણીતા સિંગર કમ્પોઝર મેહુલ સુરતીએ કમ્પોઝ કર્યું છે. 2.0માં મ્યુઝિક મિક્સ કરનાર ટીમે શોર્ટ સર્કિટનું મ્યુઝિક મિક્સ કર્યું છે. શોર્ટ સર્કિટ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેનું સંગીત રહેમાનના સ્ટુડિયોમાં થયું છે.


જો કે ટ્રેલરના અંતમાં દેખાતી નોર્ધન લાઈટ્સ એક સસ્પેન્સ જરૂર ક્રિએટ કરી રહી છે. નીચે ક્લિક કરીને જુઓ ટ્રેલર.

 

આ ફિલ્મ સાથે ડિરેક્ટર ફૈઝલ હાશ્મી અને ધ્વનિત ફરી એકવાર સાથે આવી રહ્યા છે. ફિલ્મ 11 જાન્યુઆરી 2019ના રોજ રિલીઝ થશે. એટસલે કે ઉત્તરાયણ પહેલા તમને જવાબ મળશે કે આખરે સમય કેમ અટકી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK