ગોરડિયા હવે યોગગુરુ
આશકા ગોરડિયા
‘નાગીન’ ફેમ આશ્કા ગોરડિયા અને તેનો ફૉરેનર હસબન્ડ બ્રેન્ટ ગોબલ હવે યોગની દિશામાં આગળ વધવાનાં છે. બન્નેએ નૉર્થ ગોવામાં એક જગ્યા લીધી છે, જેને ‘યોગ શાળા’ નામ આપવામાં આવ્યું છે. બ્રેન્ટ ઑલરેડી યોગ જાણે છે અને તેણે પર્સનલ ટ્રેઇનિંગ પણ લીધી છે તો સાથોસાથ તેણે ટીચર ટ્રેઇનિંગ કોર્સ પણ કર્યો છે, જ્યારે આશ્કાએ યોગની પર્સનલ ટ્રેઇનિંગ લીધી છે.
આશ્કા અને બ્રેન્ટ બન્ને છેલ્લાં ૧૦ વર્ષથી યોગ સાથે જોડાયેલાં છે, જેને હવે બન્ને પ્રોફેશન સાથે જોડવા જઈ રહ્યાં છે. આ યોગ શાળામાં બેઝિક, ઇન્ટરમીડિયેટ્સ અને ઍડ્વાન્સ કોર્સ કરાવવામાં આવશે.