Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વિક્રમ ભટ્ટની નૅકેડમાં તિથિ રાજ ફાઇનલ

વિક્રમ ભટ્ટની નૅકેડમાં તિથિ રાજ ફાઇનલ

22 January, 2020 06:08 PM IST | મુંબઈ

વિક્રમ ભટ્ટની નૅકેડમાં તિથિ રાજ ફાઇનલ

તિથિ રાજ

તિથિ રાજ


અગાઉ વિક્રમ ભટ્ટ સાથે ‘અનટચેબલ્સ’ અને ‘હદ’ જેવી વેબ-સિરીઝ કરી ચૂકેલી તિથિ રાજને વિક્રમ ભટ્ટે તેની આગામી સિરીઝ ‘નૅકેડ’ માટે સાઇન કરી છે. ‘નૅકેડ’ એક ક્રાઇમ થ્રિલર છે. આ વેબ-સિરીઝમાં તિથિ પોલીસ-ઑફિસરનું કૅરૅક્ટર કરશે. વિક્રમ ભટ્ટની બન્ને વેબ-સિરીઝ પહેલાં તિથિએ યુટ્યુબ માટે બનેલી અને ખૂબ પોપ્યુલર થયેલી ‘ગર્લ્સ હોટેલ’ નામની વેબ-સિરીઝ પણ કરી હતી.

આ પણ વાંચો : સુદામા-પત્ની સુશીલા બનશે ગુજરાતી શ્રુતિ ગોલપ



‘નૅકેડ’ સત્યઘટના પર આધારિત છે. આ વેબ-સિરીઝ વિક્રમ ભટ્ટની બાકીની તમામ વેબ-સિરીઝની જેમ જ સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ પર આધારિત છે. તિથિ રાજ ઉપરાંત હજી પણ વેબ-સિરીઝમાં એક લીડ ઍક્ટ્રેસ કાસ્ટ થવાની બાકી છે, જેનું નામ એકાદ વીકમાં અનાઉન્સ થાય એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 06:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK