Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજ જટાણિયાનો યંગ જનરેશન માટેનો શ્રેષ્ઠ ભવ્ય ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ

રાજ જટાણિયાનો યંગ જનરેશન માટેનો શ્રેષ્ઠ ભવ્ય ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ

21 December, 2019 12:13 PM IST | Mumbai

રાજ જટાણિયાનો યંગ જનરેશન માટેનો શ્રેષ્ઠ ભવ્ય ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ

રાજ જટાણિયા

રાજ જટાણિયા


હું રાજ જટાણિયા કલાકાર છું. મેં ઘણી હિન્દી ટીવી-સિરિયલ અને ઘણી હિન્દી ફિલ્મોમાં ઍક્ટિંગ કરી છે. ગુજરાતીમાં મારી પાંચ ફિલ્મો હીરો તરીકે રજૂ થઈ છે અને મને એક ડાન્સ રિયલિટી શોમાં Best Dancerનો અવૉર્ડ મળ્યો છે અને ૨૦૧૮માં Glamour and Life style અવૉર્ડ મળ્યો છે. આ અવૉર્ડ મળ્યાની મને ખૂબ જ ખુશી થઈ છે. ખુશી થાય જને, અવૉર્ડ મેળવવો એ કંઈ ઈઝી નથી. અત્યારે હું એક હિન્દી ફિલ્મમાં હીરો તરીકે વ્યસ્ત છું અને સાથે-સાથે હું મારા પપ્પાના એક પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છું. મારા પપ્પાએ બે નાટક લખ્યાં છે; એકનું નામ છે ‘ડાન્સિંગ સ્ટાર’ જેમાં એક ડાન્સરની આશા, ઇચ્છા અને સપનાની વાત કહી છે, જે દરેકને જરૂર જોવું ગમશે અને આ A ગ્રેડનું નાટક છે અને બીજું નાટક ‘લવ જિંદગી’ છે જે સત્યઘટના પર આધારિત છે. આ નાટકનો વિષય નવો જ છે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને Unbelievable Extra Ordinary strong નાટક છે. આવું નાટક આજ સુધી કોઈએ જોયું ન હોય એવું અને કોઈએ સાંભ‍ળ્યું ન હોય એવું છે. અમે આ બન્ને નાટક સૌને પસંદ પડે એવાં અને સૌને ગમે એવાં બનાવ્યાં છે.

આ ‘લવ જિંદગી’ નાટકને લગતો એક અગત્યનો ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ બનાવ્યો છે. આજનું યંગ જનરેશન પોતાના જીવના જોખમે કેવી રીતે મોજ, મજા અને મસ્તી ને જલસા પાછળ આંધળી દોટ મૂકે છે અને આ ભયંકર આંધળી દોટમાં કેવું કરુણ, ભયંકર અને જીવલેણ પરિણામ આવે છે એ જોઈને આપ દંગ રહી જશો. આ બન્ને નાટકને અમે દેશ-વિદેશમાં પણ રજૂ કરીશું. અમે ડ્રગ્સ અવેરનેસના આ ‘લવ જિંદગી’ નાટકના શો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી અને બંગાળી ભાષામાં રજૂ કરીશું. અમે ખૂબ જ મહેનત કરીને અને ખૂબ જ રિસર્ચ કરીને તેમ જ ખૂબ જ સારી અને શ્રેષ્ઠ ભાવનાથી ખૂબ આશા સાથે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. નાટકની ઇન્કમમાંથી ૨૫ ટકા અમે દુખી અને બરબાદ થયેલા ડ્રગ્સ ઍડિક્ટ્સને (આ કોકેન, ચરસ, ગાંજો, બ્રાઉન શુગર, હેરોઇન ડ્રગ્સના-નશાનાં નામ છે) સુધારવા માટે અને સારા કરવા માટે આપીશું. ડ્રગ્સ ઍડિક્ટ્સ તેમના નિર્દોષ કુટુંબને પણ બહુ દુખી કરે છે અને કરુણ રીતે તથા દયનીય રીતે તેના કુટુંબને હેરાન કરે છે. (તમે ડ્રગ્સ ઍડિક્ટ્સની અને તેના કુટુંબની ટ્રેજેડીભરી જિંદગી જોઈને તરત સ્પૉન્સર માટેની હા કહેશો.) દયાનું સર્જન ભગવાને બધામાં કર્યું છે. તમારા જીવનમાંથી થોડી દયા તમે દુખી ડ્રગ્સ ઍડિક્ટ્સને અને તેના દુખી કુટુંબને કરશો તો તે સુખી થશે અને ખુશ થશે તથા તમને એક વિશ્વનું સારામાં સારું અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કર્યાનો ખૂબ જ સંતોષ થશે અને ખૂબ જ ખુશી થશે અને સાથોસાથ સારામાં સારું પુણ્ય પણ મ‍ળશે. આ પણ એક સારું ને શ્રેષ્ઠ ચૅરિટીનું કામ છે. એ ખાસ અને ખાસ જાણશો અને ખાસ જાણ ખાતર આ નાટકને અથવા પ્રોજેક્ટને જે સ્પૉન્સર કરશે તેને તેમના સ્પૉન્સર કરેલા રૂપિયા ઇન્કમ-ટૅક્સમાં બાદ મળશે. એટલે આપશ્રી આ પ્રોજેક્ટને સ્પૉન્સર કરશો તો આપશ્રીને કંઈ નુકસાન નહીં થાય એ સારી રીતે જાણજો.



આ નાટક પરથી હિન્દી ફિલ્મ પણ બનાવવામાં આવશે અને નાટક રજૂ થયા પછી અમે ડ્રગ્સ અવેરનેસ માટેના ૧૧૫૧ (એક હજાર એકસો એકાવન કૅમ્પ) સેમિનાર સ્કૂલ-કૉલેજમાં, સંસ્થાઓમાં અને અન્ય પૉપ્યુલર જગ્યાએ સારી અને શ્રેષ્ઠ રીતે અમે અમારા ખર્ચે ફ્રી (FREE)માં યોજીશું અને એ પછી અમે ડ્રગ્સ અવેરનેસની માહિતી આપતી મહત્ત્વપૂર્ણ CD Best Quality ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) સારા અને શ્રેષ્ઠ પ્લાનથી કૉલેજમાં, સ્કૂલમાં અને સંસ્થાઓમાં અમારા ખર્ચે ફ્રી (FREE)માં આપીશું. અમારું આ કામ બહુ જ મુશ્કેલ છે, પણ અશક્ય નથી અને આ પ્રોજેક્ટ એકલા માણસથી ન થાય, આમાં બીજા ઘણા માણસોનો સાથ-સહકાર જોઈએ અને ઘણું ફન્ડ પણ હોવું જોઈએ અને સ્પૉન્સરો પણ હોવા જોઈએ (ખાસ કરીને સ્પૉન્સરો માટે આ શ્રેષ્ઠ કીમતી અને સોનેરી તક છે) ત્યારે આવા પ્રોજેક્ટને સારી એવી શ્રેષ્ઠતમ અને ભવ્ય સફળતા મળે છે.


ભારતના વડા પ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના ‘મન કી બાત’ના ત્રીજા એપિસોડમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે. સમાજની વિવિધ ક્ષેત્રોની મોટી હસ્તીઓ, સેલિબ્રિટીઓ અને સંસ્થાઓને તેમ જ ખાસ કરીને સોશ્યલ મીડિયાને પણ કહ્યું છે. મીડિયાવાળાને અમે સારી રીતે નમ્ર વિનંતી સાથે કહીએ છીએ કે આપશ્રી આ ઍડ્વર્ટાઇઝ બીજા ન્યુઝપેપરમાં આપશો તો અમને ખુશી થશે કે તમે ભયંકર અને જીવલેણ ડ્રગ્સ અવેરનેસ માટેનાં કોઈ પણ સારાં કામ કરે તેને તમે જરૂર સાથ-સહકાર ને સહાય કરજો. આ ઍડ્વર્ટાઇઝ વડા પ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને પર્સનલી મળીને આપીશું અને તેમના આશી‍ર્વાદ લઈને અમે અમારા આ મહત્ત્વાકાંક્ષી ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટને શરૂ કરીશું.

આ પ્રોજેક્ટને ફિલ્મજગતના વિવિધ કલાકારો, સમાજસેવકો અને ઉદ્યોગપતિઓએ પણ સારા નેક અને ભલા કામમાં સાથ-સહકાર અને સહાય આપવાની તૈયારી દર્શાવી છે, જે એક સારી અને શ્રેષ્ઠ વાત છે. અમારા જેવો સારામાં સારો અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડ્રગ્સ અવેરનેસનો આવો મોટો ભવ્ય ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ આપને વિશ્વમાં કોઈ નહીં આપી શકે એની અમે ગૅરન્ટી આપીએ છીએ. આપશ્રીનો અમને સાથ-સહકાર ને સહાય મળશે તો આ પ્રોજેક્ટને અમે ભવ્ય રીતે સફ‍ળ બનાવવા માટે કોઈ કમી નહીં રહેવા દઈએ.


આ પ્રોજેક્ટ આજના અને ભવિષ્યના યંગ જનરેશન માટે પણ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ લાભદાયી સાબિત થશે એની પણ અમે ગૅરન્ટી આપીએ છીએ અને ખાસ કરીને અમને માનનીય શ્રી વીરેન્દ્રભાઈ શાહ (બિલ્ડર છે અને સારા સમાજસેવક પણ છે)નો ઘણો સારો અને કીમતી સપોર્ટ મળ્યો છે અને એને કારણે જ આ પ્રોજેક્ટ અમે શરૂ કરી શક્યા છીએ. વીરેન્દ્રભાઈ અમારા માટે ભગવાન છે એમ અમે કહીએ તો કાંઈ ખોટું નથી અને તેઓ હજી અમને જરૂર સપોર્ટ કરશે એવી ખૂબ જ આશા છે. આ કોઈ સાધારણ પ્રોજેક્ટ નથી. કોઈને પણ સ્પૉન્સર કરવાનું મન થાય એવો આ World wide best ડ્રગ્સ અવેરનેસ માટેનો ઉચ્ચ સ્તરનો પ્રોજેક્ટ છે. અમે દુખી અને બરબાદ થયેલા ડ્રગ્સ ઍડિક્ટ્સ અને તેના દુખી અને નિર્દોષ કુટુંબ માટે આપશ્રીને ખાસ પ્રેમભરી અને આગ્રહભરી નમ્ર વિનંતી કરીને અમે જરૂર ને જરૂર કહીશું કે ભગવાને આપશ્રીનું સર્જન દુખી ડ્રગ્સ ઍડિક્ટ્સ અને બરબાદ થયેલા ડ્રગ્સ ઍડિક્ટ્સને સારા કરવા માટે જ અને સુધારવા માટે જ કર્યું છે એમ સમજીને આપશ્રી આ ‘લવ જિંદગી’ નાટકને અથવા આ પ્રોજેક્ટને સ્પૉન્સર કરશો તો દુખી ડ્રગ્સ ઍડિક્ટ્સ અને તેના દુખી કુટુંબ માટે આપશ્રી સાક્ષાત્ ભગવાન કહેવાશો. આદરણીય પ્રિય વાચકો અને આદરણીય પ્રિય નાટ્યપ્રેમીઓ આપશ્રીએ થોડીક જ દયા કરવાની જરૂર છે અને પછી જુઓ આપશ્રીની જિંદગીમાં કેવી ખુશી, સુખ અને આનંદ આવે છે. આપશ્રીની જિંદગી ધન્ય ધન્ય થઈ જશે.

ખાસ જાણ ખાતર : આપશ્રી અમારી વાત ન માનો તો કંઈ નહીં, પણ વડા પ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કીમતી વાત (Appeal)ને અમલમાં મૂકીને આ પ્રોજેક્ટને સાથ-સહકાર અને સહાય જરૂર કરશો એવી અમને ખૂબ જ આશા છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2019 12:13 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK