Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Kapil Sharma Show : માતા-પત્ની વચ્ચે ફસાયો કપિલ, જાણો શું થયું પછી

Kapil Sharma Show : માતા-પત્ની વચ્ચે ફસાયો કપિલ, જાણો શું થયું પછી

04 October, 2019 08:46 PM IST | મુંબઈ ડેસ્ક

Kapil Sharma Show : માતા-પત્ની વચ્ચે ફસાયો કપિલ, જાણો શું થયું પછી

કપિલ શર્મા પત્ની ગિન્ની અને માતા સાથે

કપિલ શર્મા પત્ની ગિન્ની અને માતા સાથે


સોની ટીવી પર આવતાં કૉમેડી શૉ ધ કપિલ શર્મા શૉમાં ટૂંક સમયમાં જ અભિનેત્રી પ્રિયંકા ચોપરા મહેમાન બનીને આવવાની છે. પોતાની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્કના પ્રમોશન દરમિયાન પ્રિયંકાએ કપિલ શર્મામાં ખૂબ જ મસ્તી કરી છે.

મહેમાન બનીને આવેલી પ્રિયંકા ચોપરાને કપિલ શર્માએ તેના લગ્ન સાથે જોડાયેલા ઘણાં પ્રશ્નો કર્યા જેના પછી પ્રિયંકાએ કહ્યું કે હું પહેલી વાર આવી છું આ નવા ઘરમાં, તું બધાને પ્રશ્નો પૂછે છે મારો પણ હક બને છે તને એક વાર પ્રશ્ન કરવાનો, તારા નવા નવા લગ્ન થયા છે, જો આંટીએ એક તરફથી તને ઘરમાંથી બોલાવ્યો અને બીજી તરફથી ગિન્નીએ બોલાવ્યો એક જ સમયે, તો ક્યાં જઈશ?



આ સવાલ પર કપિલ કહે છે કે બન્ને જુદાં જુદાં રહેતા જ નથી, બન્ને સાથે જ રહે છે, ટોળું બનાવી લીધું છે બન્નેએ. કપિલ પોતાની વાત પૂરી કરે તે પહેલા જ કપિલ શર્માની માતા કહે છે, તે પત્ની પાસે જશે પહેલા. તેમની આ વાત સાંભળીને બધાં કપિલનો મજાક ઉડાડવા લાગે છે.


પ્રિયંકા બીજો પ્રશ્ન આંટીને પૂછે છે કે જો તમારી અને ગિન્ની વચ્ચે થોડી નોંકઝોંક થઈ જાય તો કોને મનાવશે પહેલા. તેના પર આન્ટીએ ફરી કહ્યું કે ગિન્નીને. પોતાની માતાનો જવાબ સાંભળીને કપિલ કહે છે કે લોકો કહે છે કે લગ્ન પછી છોકરાઓ બદલાઈ જાય છે, અહીં તો મારી મા બદલાઈ ગઈ. આ સિવાય પણ પ્રિયંકાએ કપિલને પોતાના પ્રશ્નોમાં ઘણું ફસાવ્યું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma) onOct 2, 2019 at 1:15am PDT


જણાવીએ કે પ્રિયંકા 3 વર્ષ પછી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્ક સાથે પોતાનો બોલીવુડમાં કમબૅક કરી રહી છે. શોનાલી બોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સહિત ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત શરાફ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મ 11 ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 08:46 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK