Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > થિયેટરને બદલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે પરિણીતિની ફિલ્મ ધ ગર્લ ઑન ધ ટ્રેન

થિયેટરને બદલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે પરિણીતિની ફિલ્મ ધ ગર્લ ઑન ધ ટ્રેન

13 January, 2021 01:09 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

થિયેટરને બદલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે પરિણીતિની ફિલ્મ ધ ગર્લ ઑન ધ ટ્રેન

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


કોરોના વાયરસ પેન્ડેમિકને કારણે 2020માં આપણે જોયું કે મોટાભાગની ફિલ્મો સિનેમાઘરો બંધ હોવાને કારણે ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી. જેમાં ઘણી મોટી અને બહુચર્ચિત ફિલ્મોના નામ પણ સામેલ હતા. આ ફિલ્મો મુખ્યત્વે એમેઝૉન પ્રાઇમ, નેટફ્લિક્સ અને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર જેવા પ્લેટફૉર્મ્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ સિલસિલો 2021માં પણ ચાલુ છે. નવા વર્ષમાં આની શરૂઆત પરિણીતિ ચોપરાની ફિલ્મ ધ ગર્લ ઑન ધ ટ્રેન સાથે થઈ છે, જે સિનેમાઘરોને બદલે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે.

બુધવારે નેટફ્લિક્સે આનું ટ્રેલર જાહેર કરીને રિલીઝ ડેટનો ખુલાસો પણ કર્યો છે. ધ ગર્લ ઑન ધ ટ્રેન વર્ષ 2021ની પહેલી ચર્ચિત ફિલ્મ છે, જેને થિએટર્સને બદલે ડાયરેક્ટ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવે છે. નેટફ્લિક્સે ટ્રેલર શૅર કરવાની સાથે જ લખ્યું છે, આ અનોખી ટ્રેન ટ્રાવેલિંગમાં પરિણીતિ ચોપરા સાથે આવો. ચેતવણી- પોતાના રિસ્ક પર આ ટ્રેનમાં ચડવું. ફિલ્મ 26 ફેબ્રુઆરીના રોજ નેટફ્લિક્સ પર પ્રીમિયર કરવામાં આવી રહી છે.




ધ ગર્લ ઑન ધ ટ્રેન મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે. આ જ નામ સાથે આવેલી હૉલીવુડ ફિલ્મની રીમેક છે, જેમાં એમિલી બ્લંટે લીડ રોલ ભજવ્યો હતો. હૉલીવુડ ફિલ્મ 2015માં આ નામે આવેલ પૉલા હૉકિન્સના નૉવેલનું એડેપ્ટેશન છે. ફિલ્મનું નિર્દેશન રિભુ દાસગુપ્તાએ કર્યું છે. રિભુ નેટફ્લિક્સ માટે બૉર્ડ ઑફ બ્લડ નામની સીરિઝ નિર્દેશિત કરી ચૂક્યા છે, જેમાં ઇમરાન હાશમીઓ લીડ રોલ ભજવ્યું હતું. આ સીરિઝનું નિર્માણ શાહરુખ ખાને કર્યું હતું.


ધ ગર્લ ઑન ધ ટ્રેનની સ્ટોરી એક છોકરી મીરાની આસપાસ વણાયેલી છે, જે રોજ ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતી વખતે એક પરિવારને સારું જીવન જીવતા જુએ છે. એક દિવસ એવું દેખાય છે કે તેનું જીવન એકાએક બદલાઇ જાય છે. ફિલ્મમાં પરિણીતિ સિવાય અદિતિ રાવ હૈદરી, કીર્તિ કુલ્હરી અને અવિનાશ તિવારી મુખ્ય પાત્રોમાં દેખાશે. ધ ગર્લ ઑન ધ ટ્રેન ગયા વર્ષે મેમાં રિલીઝ થવાની હતી, પણ પેન્ડેમિકને કારણે પોસ્ટપોન કરી દેવામાં આવી.

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2021 01:09 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK