Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પાકિસ્તાનમાં પણ થશે રિલીઝ

ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પાકિસ્તાનમાં પણ થશે રિલીઝ

18 January, 2019 10:18 AM IST |

ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પાકિસ્તાનમાં પણ થશે રિલીઝ

અનુપમ ખેર

અનુપમ ખેર


11 જાન્યુઆરીએ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં પાકિસ્તાનની વાત કરવામાં આવી હતી જેથી ફિલ્મને ત્યાં રિલીઝ ન કરવામાં આવે એ સમજી શકાય. જોકે ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ને પણ ત્યાં રિલીઝ કરવામાં નહોતી આવી. આ ફિલ્મને પ્રોડ્યુસરોએ પાકિસ્તાનના સેન્સર ર્બોડને ફિલ્મ સર્ટિફિકેટ માટે આપી હતી. જોકે ફિલ્મમાં તેમને કોઈ વાંધો ન દેખાતાં તેમણે એને પાકિસ્તાનમાં રિલીઝ કરવા માટે પરવાનગી આપી દીધી છે. અનુપમ ખેર દ્વારા અભિનીત આ ફિલ્મ ભારતમાં લોકોને ખૂબ પસંદ પડી રહી છે.

આ પણ વાંચો : લગ્નનો હાલમાં કોઈ પ્લાન નથી સિદ્ધાર્થ મલ્હોત્રાનો



પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝ થતાં જ લોકો પણ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને નજીકથી જાણી શકશે. ભારતમાં વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ પર આ ફિલ્મ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભારતમાં આ ફિલ્મને લઈને ખાસ્સો વિવાદ નિર્માણ થયો હતો અને રાજકારણ પણ ગરમાયું હતું. આ ફિલ્મને આજે તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2019 10:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK