Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > નાનકડાં મહેમાનના આગમન માટે તૈયાર કરણવીર,ડાન્સ કરતા પહોંચ્યા હોસ્પિટલમાં

નાનકડાં મહેમાનના આગમન માટે તૈયાર કરણવીર,ડાન્સ કરતા પહોંચ્યા હોસ્પિટલમાં

20 December, 2020 06:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાનકડાં મહેમાનના આગમન માટે તૈયાર કરણવીર,ડાન્સ કરતા પહોંચ્યા હોસ્પિટલમાં

કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ

કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ


ટીવી અભિનેતા કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ માતા-પિતા બનવાના છે. તેઓ ત્રીજી વાર માતા-પિતા બની રહ્યા છે. કરણવીર બોહરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. એમાં તેઓ પત્ની ટીજે સિદ્ધુની ડિલિવરીના પ્રસંગે નાચતા હોસ્પિટલમાં જઈ રહ્યા છે. કરણવીર બોહરા એકવાર ફરીથી પિતા બનવા માટે ઉત્સાહિત છે.

 
 
 
View this post on Instagram

A post shared by Karanvir Bohra (@karanvirbohra)




કરણવીર બોહરાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. જેમાં તેઓ ડાન્સ કરી રહ્યા છે. તેના હાથમાં બેબી કાર સીટ છે. તે હોસ્પિટલમાં ટીજે સિદ્ધુની ડિલિવર માટે આવ્યા છે. એમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ શૅર કરીને લખ્યું છે, 'હોસ્પિટલમાં દાખલ થાઉ છું, જેમ કે લવ મેરા હિટ-હિટ.. ગમે ત્યારે સારા સમાચાર આવી શકે છે. છોકરો હોય કે છોકરી. હું ભાગ્યશાળી રહીશ..'

કરણવીર બોહરા બેલા અને વિએના નામની બે દીકરીઓના પિતા છે. કરણવીર અને ટીજે હાલ કૅનેડામાં છે. તાજેતરમાં એમણે આ વાતની જાણકારી આપી હતી કે બાળકના લિંગની તપાસ કરવી, એ કૅનેડામાં લીગલ છે, જોકે તેઓ સરપ્રાઈઝ રાખવા માંગે છે. ટીજેએ લખ્યું હતુ, 'અમને ખબર નથી કે છોકરો છે કે છોકરી. કૅનેડોમાં આ વાતની જાણકારી લેવાની અનુમતિ છે પરંતુ અમે આને સરપ્રાઈઝ જ રાખીશું અને અમને કંઈ ફરક પડતો નથી પરંતુ હું બહું જ નર્વસ છું, મને ખબર નથી કે બૉયનો કેવી રીતે ઉછેર થાય છે. હું જાણું છું કે પુત્રીઓ કેવી રીતે ઉછરે છે. તેથી જ મને છોકરી જોઈએ છે'.


કરણવીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'અમારું બાળક એક લૉકડાઉન બેબી હશે, પરંતુ મને લાગે છે કે, અમે તે ઇચ્છતા હતા. અમે બંને આધ્યાત્મિક રીતે જોડાયેલા છીએ.એટલે અમને આ વિશે ખૂબ ખુશી છે. કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુની જોડી સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે બન્નની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2020 06:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK