Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિ રૉકેટનું શૂટિંગ તાપસી પન્નુ શરૂ કરશે 26 માર્ચથી

રશ્મિ રૉકેટનું શૂટિંગ તાપસી પન્નુ શરૂ કરશે 26 માર્ચથી

07 March, 2020 01:40 PM IST | Mumbai

રશ્મિ રૉકેટનું શૂટિંગ તાપસી પન્નુ શરૂ કરશે 26 માર્ચથી

તાપસી પન્નુ

તાપસી પન્નુ


તાપસી પન્નુની ‘રશ્મિ રૉકેટ’નું શૂટિંગ ૨૬ માર્ચથી શરૂ થશે. આ ફિલ્મ ઍથ્લિટ પર આધારિત છે. તાપસીએ આ અગાઉ ‘સૂરમા’ અને ‘સાંડ કી આંખ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મો બાદ ‘રશ્મિ રૉકેટ’ પણ સ્પોર્ટ્સ પર આધારિત છે. હાલમાં તાપસી ‘હસીન દિલરૂબા’નું શૂટિંગ હરિદ્વારમાં કરી રહી છે. ‘રશ્મિ રૉકેટ’ના પાત્ર માટે તેણે બે મહિના સુધી મહેનત કરી હતી. તેના માટે તેણે જિમમાં સખત ટ્રેઇનિંગ પણ લીધી હતી. આ ફિલ્મને રૉની સ્ક્રૂવાલા પ્રોડ્યુસ કરશે. ‘રશ્મિ રૉકેટ’ના ડિરેક્ટર આકર્ષ ખુરાનાએ જણાવ્યું હતું કે તાપસી આ પાત્ર માટે ભરપૂર મહેનત કરી રહી છે. એપ્રિલમાં ‘રશ્મિ રૉકેટ’નું શૂટિંગ કચ્છમાં શરૂ કરવામાં આવશે. કચ્છના રણમાં ગીતનું શૂટિંગ થશે અને ત્યાર બાદ દિલ્હી, દેહરાદૂન અને મસૂરીમાં શૂટિંગ કરવામાં આવશે. કચ્છી ભાષા માટે પણ તાપસી ઉચ્ચારણ શીખી રહી છે. ‘રશ્મિ રૉકેટ’ એક ગામડાની યુવતીની સ્ટોરી છે. તેને ઝડપથી દોડવાની કુદરતી દેન મળી છે. એથી ગામડામાં લોકો તેને રૉકેટના નામે ઓળખતા હતા. તેને જ્યારે પણ તક મળતી તે દોડવાની રેસમાં ભાગ લેતી હતી. તેની સામે અનેક પડકારો પણ આવતા હતા એને માત આપીને તે સતત પોતાનાં ધ્યેયને પૂરાં કરવા પર ધ્યાન આપતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2020 01:40 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK