Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કપડાં અને શૂઝને રિપીટ કરવામાં શરમ નથી અનુભવતી સુસ્મિતા સેન

કપડાં અને શૂઝને રિપીટ કરવામાં શરમ નથી અનુભવતી સુસ્મિતા સેન

20 November, 2020 08:53 PM IST | Mumbai
Agencies

કપડાં અને શૂઝને રિપીટ કરવામાં શરમ નથી અનુભવતી સુસ્મિતા સેન

કપડાં અને શૂઝને રિપીટ કરવામાં શરમ નથી અનુભવતી સુસ્મિતા સેન

કપડાં અને શૂઝને રિપીટ કરવામાં શરમ નથી અનુભવતી સુસ્મિતા સેન


સુસ્મિતા સેનને પોતાનાં કપડાં અને શૂઝને રિપીટ કરવામાં જરા પણ શરમ નથી લાગતી. તેનું માનવું છે કે અઢળક પૈસા કપડાં અને શૂઝની ખરીદી પર શું કામ વેડફવા જોઈએ. એ વિશે વિસ્તારમાં જણાવતાં સુસ્મિતા સેને કહ્યું હતું કે ‘ઘણા લોકો મારા ડ્રેસને જુએ છે. જોકે કપડાંની પસંદગી વખતે ફૅશન ક્રિટિક્સની હું જરા પણ પરવા નથી કરતી. પછી એ હીલ્સ હોય કે પછી કપડાં હોય. કમ્ફર્ટને જ હું મહત્ત્વ આપું છું. ફૅશન જગત તરફથી મને પ્રશંસા હંમેશાં નથી મળતી. જોકે ફૅશન મારા માટે છે અને હું એની સાથે કમ્ફર્ટેબલ છું. હું મારાં કપડાં અને શૂઝને રિપીટ કરું છું, કેમ કે માત્ર ફોટોગ્રાફ ક્લિક કરવા માટે હું ભારે રકમ એના પર ખર્ચ કરવામાં નથી માનતી.’

ફૅશન વિશે પોતાના વિચાર જણાવતાં સુસ્મિતા સેને કહ્યું હતું કે ‘ફૅશનનું મારા દિલમાં ખાસ સ્થાન છે. મૉડલિંગની શરૂઆત કરી ત્યારથી માંડીને હું મિસ યુનિવર્સ બની અને બાદમાં મેં આખા વિશ્વની મુલાકાત લીધી છે. મેં એટલું જાણ્યું છે કે ફૅશન એક બુક સમાન છે અને એના કવરથી એને જજ ન કરવી જોઈએ. આમ છતાં આપણે ફૅશન વિશે ખૂબ વિચાર પણ કરીએ છીએ કે ફૅશન જગતમાં આપણે કેવા દેખાઈએ છીએ, કારણ કે એના માધ્યમથી જ આપણે લોકો સાથે કનેક્ટ થઈએ છીએ અને વિશ્વના લોકોને પ્રેરણા આપીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 08:53 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK