સેન્સર ર્બોડના નવા ચૅરમૅન સુરેશ ઑબેરૉય?

Published: Nov 06, 2014, 05:25 IST

ઑગસ્ટના મધ્યમાં સેન્સર ર્બોડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાકેશકુમારની લાંચ લેવાના આરોપસર થયેલી ધરપકડ બાદ ચૅરમૅન લીલા સૅમસનને નવા ચૅરમૅનની નિયુક્તિ ન થાય ત્યાં સુધી એની જવાબદારી સંભાળવાનું કહેવામાં આવ્યું હતું.

જોકે હાલમાં સાંભળવા મળ્યું છે કે નવા ચૅરમૅનપદ માટે વિવેક ઑબેરૉયના પપ્પા સુરેશ ઑબેરૉયની નિયુક્તિ થઈ શકે છે. વળી તેમના નામની સાથે નીતીશ ભારદ્વાજ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, ફિલ્મમેકર અશોક પંડિત અને બંગાળી એક્ટર જ્યૉર્જ બેકરનું નામ પણ સંભળાઈ રહ્યું છે. જૂની કમિટીના ૨૩ મેમ્બરોની મુદત સમાપ્ત થઈ ચૂકી છે અને સેન્સર ર્બોડની જે નવી કમિટી બનશે એમાં વધુપડતા નવા મેમ્બરો હોવાની શક્યતા પણ જણાઈ રહી છે. નવી કમિટીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK