Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની લીઓનીને ઇન્દોરમાં ન આવવા બજરંગ દળની ધમકી

સની લીઓનીને ઇન્દોરમાં ન આવવા બજરંગ દળની ધમકી

12 March, 2014 03:07 AM IST |

સની લીઓનીને ઇન્દોરમાં ન આવવા બજરંગ દળની ધમકી

સની લીઓનીને ઇન્દોરમાં ન આવવા બજરંગ દળની ધમકી




પૉર્નસ્ટાર સની લીઓનીને ચમકાવતી ‘રાગિની MMS-2’ની ટીમ ધમકીઓને અવગણીને ઇન્દોર જવા મક્કમ છે.

સની લીઓની તેમના શહેરમાં આવે એ સામે બજરંગ દળના ઇન્દોરના યુનિટે વાંધો ઉઠાવ્યો છે અને જે મૉલમાં ફિલ્મનું પ્રમોશન થવાનું છે એના માલિકને પણ આ ઇવેન્ટ ન રાખવાની ચેતવણી આપી છે.

જોકે આ ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂર આ ધમકીઓને તાબે થવા નથી માગતી. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્દોર અમારા માટે મહત્વની માર્કેટ છે અને શહેરનાં કેટલાંક સ્થળોએ અમને એન્ટ્રી મળે એ માટે અમે સંબંધિત સત્તાવાળાઓને પત્ર લખ્યો છે.’

જ્યાં ‘રાગિની MMS-2’ની ઇવેન્ટ થવાની છે એ C-21 મૉલના માલિક પિન્કુ છાબડાએ ‘મિડ-ડે’ને આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘કેટલાક લોકોને સની લીઓનીના ભૂતકાળ સામે વાંધો હોઈ શકે છે. અમને ખ્યાલ છે કે બજરંગ દળના સભ્યો અમારા માટે પ્રૉબ્લેમ ઊભા કરી શકે છે, પણ અમારા મૉલમાં સનીનું સ્વાગત છે.’



Whatsapp-channel Whatsapp-channel

12 March, 2014 03:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK