Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Kapil Sharma Show માં કમબૅક પર સુનીલ ગ્રોવરે આપ્યું નિવેદન

Kapil Sharma Show માં કમબૅક પર સુનીલ ગ્રોવરે આપ્યું નિવેદન

17 September, 2019 06:12 PM IST | મુંબઈ ડેસ્ક

Kapil Sharma Show માં કમબૅક પર સુનીલ ગ્રોવરે આપ્યું નિવેદન

સુનીલ ગ્રોવર (ફાઇલ ફોટો)

સુનીલ ગ્રોવર (ફાઇલ ફોટો)


કૉમેડિયન સુનીલ ગ્રોવરને 'ધ કપિલ શર્મા શૉ' છોડ્યાને ભલે ઘણો સમય થઈ ગયો હોય, પણ તેણે ભજવેલ 'ગુત્થી'નું પાત્ર લોકોના મનમાં આજે પણ છે. ચાહકો આજે પણ ઇચ્છે છે કે સુનીલ એટલે કે 'ગુત્થી' કપિલ સાથે ફરી શૉમાં કમબૅક કરશે. દરમિયાન સુનીલે સોમવારે એક ટ્વીટ કર્યું જેનાથી ચાહકોમાં આનંદનો માહોલ છવાયો હતો.

સુનીલના ટ્વીટથી લોકો અંદાજો લગાડવા માટે તે શૉમાં કમબૅક કરી શકે છે. પણ સુનીલે આ વાતને સંપૂર્ણપણે નકારી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાતચીતમાં સુનીલે જણાવ્યું કે આ બધી ચર્ચાઓ ખોટી છે. હું 'કપિલ શર્મા શૉ'માં કમબૅક નથી કરી રહ્યો. પણ હું મારી અપકમિંગ વેબ સીરીઝની શૂટિંગમાં વ્યસ્ત છે. જણાવીએ કે સુનીલ તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે સલમાનના મિત્રનું પાત્ર ભજવ્યું હતું.



શું હતું સુનીલનું ટ્વીટ
તાજેતરમાં જ સુનીલ ગ્રોવરે પોતાના ટ્વિટર પર લખ્યું, "બધું આવવાનું છે. કંઇ રહી જવાનું નથી. તો બસ આભાર. આ જ ચાવી છે, અને અહીંયા હસો. બાકી..... મેરે હસબન્ડ મુજકો....." આ ટ્વીટને કારણે લોકોને લાગી રહ્યું છે કે તે કપિલ શર્મા શૉમાં કમબૅક કરશે. તો તમને જણાવીએ કે સુનીલ ગ્રોવરે જે ટ્વીટ કર્યું છે આ ટ્વીટના અંતમાં લખ્યું છે મેરે હસ્બન્ડ મુઝકો.... આ તેનો જાણીતો ડાયલૉગ છે, કે જે આ રીતે છે - મેરે હસબન્ડ મુઝસે પ્યાર હી નહીં કરતે. લોકો તેના આ ડાયલૉગને મિસ કરી રહ્યા છે અને આવી કોમેન્ટ્સ કરી રહ્યા છે.



આ પણ વાંચો : Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

સુનીલ ગ્રોવરે આ ટ્વીટ કર્યું હતું, જેના પછી લોકો ક્યાસ લગાવી રહ્યાં છે કે સુનીલ ગ્રોવર, ધ કપિલ શર્મા શૉમાં કમબૅક કરી શકે છે. પણ સુનીલ ગ્રોવરે ટાઇમ્સને આ નિવેદન આપીને બધાં જ ક્યાસોને અફવામાં ફેરવી દીધા છે, અને તેણે સ્પષ્ટતા કરી છે કે તે કપિલ શર્મા શૉમાં કમબૅક કરવાનો નથી.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 06:12 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK