રીમા કાગતીની વેબ-સિરીઝમાં સોહમ શાહ પહેલી વાર ઇન્સ્પેક્ટર બનશે

Published: Mar 17, 2020, 16:45 IST | Rashmin Shah | Rajkot

ડિરેક્ટર-ઍક્ટર સોહમ શાહે રીમા કાગતીની એક વેબ-સિરીઝ સાઇન કરી છે, જેમાં તે ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળશે. સોહમ પોતાની કરીઅરમાં પહેલી વખત ઇન્સ્પેક્ટર બનશે.

સોહમ શાહ
સોહમ શાહ

‘તુંબડ’ જેવી ફિલ્મનો પ્રોડ્યુસર-ડિરેક્ટર અને ‘બિગ બુલ’માં અભિષેક બચ્ચનને શૅરબજારમાં આંટી ચડાવી દેતો જોવા મળવાનો છે એ ડિરેક્ટર-ઍક્ટર સોહમ શાહે રીમા કાગતીની એક વેબ-સિરીઝ સાઇન કરી છે, જેમાં તે ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળશે. સોહમ પોતાની કરીઅરમાં પહેલી વખત ઇન્સ્પેક્ટર બનશે.

ક્રાઇમ-થ્રિલર એવી આ વેબ-સિરીઝ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી પ્રોડ્યુસ કરશે અને ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થશે. સોહમ શાહ અત્યારે પોતાના કૅરૅક્ટર માટે મુંબઈના અલગ-અલગ પોલીસ-સ્ટેશનમાં જઈને કૅરૅક્ટર સ્ટડી કરવાનું કામ કરે છે તો સાથોસાથ એ અલગ-અલગ ઇન્સ્પેક્ટરને મળીને તેની બોડી-લૅન્ગ્વેજ પણ સમજી રહ્યો છે. સોહમે કહ્યું કે ‘તેમની બોલચાલની રીતભાતથી માંડીને તેમની વાતચીતમાં આવતી દલીલો સુધ્ધાં હું નોટિસ કરું છું, જેથી કૅરૅક્ટર માટે એ કામ લાગે.’

સોહમની આ વેબ-સિરીઝ ઑગસ્ટ સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK