Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર આખરે ઈરાનિયન ફિલ્મમેકર સાથે ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરશે

શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર આખરે ઈરાનિયન ફિલ્મમેકર સાથે ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરશે

25 January, 2017 05:50 AM IST |

શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર આખરે ઈરાનિયન ફિલ્મમેકર સાથે ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરશે

શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર આખરે ઈરાનિયન ફિલ્મમેકર સાથે ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરશે


shahid

પહેલાં એવી વાતો ચાલી હતી કે તે અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન કરણ જોહરની ફિલ્મ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરશે. જોકે ઈશાને તેની ફિલ્મનું શૂટિંગ સોમવારે શરૂ કરી દીધુંહતું. તેના શૂટિંગના પહેલા દિવસે તેના ભાઈ શાહિદે અને મમ્મી-પપ્પા નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટરે હાજરી આપી હતી. માજિદ મજિદી કહે છે, ‘ફિલ્મમેકર સત્યજિત રેના કામને હું ખૂબ જ પસંદ કરું છું. તેમણે તેમની ફિલ્મો દ્વારા ભારતનું કલ્ચર, તેમનો ઇતિહાસ અને સામાન્ય લોકોનું જીવન દુનિયાભરના દર્શકો સમક્ષ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું છે. તેમનું વિઝન અને તસવીરો મારા મગજમાં વર્ષોથી રહી ગયાં હતાં અને તેથી જ મારે ભારતમાં ફિલ્મ બનાવવી હતી. આખરે હું મુંબઈમાં આવી ગયો છું અને મારી ખૂબ જ સારી ટીમ સાથે મળીને એક સામાન્ય વ્યક્તિના જીવનની સ્ટોરી કહેવાનો મને ચાન્સ મળ્યો છે.’

આ ફિલ્મમાં શાહિદ કપૂરનો સાવકો ભાઈ ઈશાન ખટ્ટર ઍક્ટિંગ કરી રહ્યો છે અને એ વિશે માજિદ મજિદી કહે છે, ‘ઈશાન ખૂબ જ સારો છોકરો છે. તે ખૂબ જ ટૅલન્ટેડ છે અને મને એવી આશા છે કે તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું નામ બનાવશે.’

શાહિદ કપૂરના ભાઈ ઈશાન સાથેની ફિલ્મમાં દીપિકાને પડતી મૂકવામાં આવી?

ઈરાનિયન ફિલ્મમેકર માજિદ મજિદીની ફિલ્મમાંથી દીપિકા પાદુકોણને રિજેક્ટ કરવામાં આવી છે એવી વાતો ચાલી રહી છે. ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’માં દીપિકા શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરની બહેનનું પાત્ર ભજવશે એવી ચર્ચા હતી. આ ફિલ્મ માટે દીપિકાએ ધોબી ઘાટ પર ફિલ્મ માટે લુક-ટેસ્ટ પણ આપી હતી. જોકે આ ટેસ્ટ બાદ દીપિકા અને ડિરેક્ટર વચ્ચે વાત આગળ નહોતી ચાલી અને તેને પડતી મૂકવામાં આવી હતી એવી વાતો બહાર આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ સોમવારે જ શરૂ કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2017 05:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK