શાહિદ શીખે છે કન્નડ ભાષા

Published: 26th December, 2012 05:24 IST

કહેવાય છે કે રોમમાં હો તો રોમન લોકો જેમ કરે એવું કરવું જોઈએ. લાગે છે કે શાહિદ કપૂરે આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી છે. હાલમાં તે કર્ણાટકના મૈસુરમાં ફિલ્મ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ માટે શૂટિંગ કરી રહ્યો છે એટલે તેણે કન્નડ ભાષા શીખવાનું શરૂ કર્યું છે.



ફિલ્મના સેટ પર તેણે કેટલાક લોકોને ન સમજાય એવી ભાષામાં વાતો કરતાં સાંભળ્યાં ત્યારે એ કઈ ભાષા છે એ જાણવાનું તેને કુતૂહલ થયેલું. તેમને પૂછતાં ખબર પડી કે એ તો કન્નડમાં વાત કરી રહ્યા છે. આમેય શાહિદને કંઈક નવું શીખવાનું હોય તો ખૂબ ગમે છે. ક્રૂ-મેમ્બર્સને આ અગડંબગડં ભાષામાં વાત કરતા જોઈને તેને એટલો રસ પડ્યો કે એ લોકોને ત્યાં જ બેસાડીને એ ભાષા વિશે જાણવાનું શરૂ કરી દીધું. હવે તો તે આ સાઉથ ઇન્ડિયન ભાષાના કેટલાક પાયાના શબ્દો બોલતાં-સમજતાં શીખી ગયો છે. ત્યાંના સ્થાનિક લોકોના ઉચ્ચાર ધ્યાનમાં રાખીને તેમની સાથે કન્નડમાં વાત પણ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK