Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વીડિયો: સારાએ કહી દિલની વાત, આ રીતે કરવો છે કાર્તિક સાથે સમય પસાર

વીડિયો: સારાએ કહી દિલની વાત, આ રીતે કરવો છે કાર્તિક સાથે સમય પસાર

28 July, 2019 07:23 PM IST |

વીડિયો: સારાએ કહી દિલની વાત, આ રીતે કરવો છે કાર્તિક સાથે સમય પસાર

સારાએ કહી દિલની વાત,

સારાએ કહી દિલની વાત,


બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન પાછલા કેટલાક દિવસે ઈન્ડિયા કુટુર વીક 2019થી ફેશન રેમ્પ પર ડેબ્યૂ કર્યું છે. સારા અલી ખાન તેની પહેલી ફિલ્મથી જ ચર્ચાઓમાં છે. સારાએ હાલમાં જ તેની ફિલ્મ લવ આજ કલ 2નૂ શૂટિંગ પૂરૂ કર્યું છે. આ ફિલ્મમાં સારા અને કાર્તિકની જોડી પહેલીવાર સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા કુટુર વીક 2019માં મીડિયા સાથે વાત કરતા સારાએ પોતાના અને કાર્તિકની શૂટિંગની યાદો શૅર કરી હતી.




સારા અલી ખાને ફેન પેજ પર એક વીડિયો શૅર કર્યો હતો જેમાં લવ આજ કલ 2ની શૂટિંગની યાદો વિશે પૂછવામાં આવ્યું ત્યારે સારાએ કહ્યું હતું કે, સેટને અને ટીમને મિસ કરી રહી છે. જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે, ફિલ્મના શૂટિંગ દરમિયાનની કઈ વાતને તે સૌથી વધારે પસંદ કરે છે ત્યારે તેનો જવાબ હતો એવા ઘણા મોકા હતા પરંતુ ફિલ્મ દરમિયાનનો તેનો અનુભવલ એવો હતો કે તેને લાગી રહ્યું હતું નહી કે તે કામ કરી રહી છે. સારાએ કહ્યું હતું કે, મને વિશ્વાસ નથી થતો કે કાર્તિકની પાછળ બેસવા માટે પૈસા મળી રહ્યા છે. આમ કરવા માટે કોઈ પણ છોકરી કઈ પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કાર્તિક અને સારા અલી ખાન વચ્ચેના સંબંધોની અફવાઓ સામે આવતી રહી છે. કાર્તિક આર્યન અને સારા અલી ખાન ઘણી વાર સાથે પણ જોવા મળ્યા છે. કુટુર વીક 2019 સાથે સારા અલી ખાને પહેલી વાર રેમ્પ પર વૉક કર્યું હતું. આ શૉ દરમિયાનની સારા અલી ખાનનો પ્રિન્સેસ લૂક વાયરલ થઈ રહ્યો છે.


 

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 07:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK