Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને નથી લાગતું કે હું ક્યારેય પોતાને સ્ટાર માની શકીશ: સારા

મને નથી લાગતું કે હું ક્યારેય પોતાને સ્ટાર માની શકીશ: સારા

08 January, 2019 08:56 AM IST |

મને નથી લાગતું કે હું ક્યારેય પોતાને સ્ટાર માની શકીશ: સારા

સારા અલી ખાન

સારા અલી ખાન


‘કેદારનાથ’થી બૉલીવુડમાં પદાર્પણ કરનારી સારાની ‘સિમ્બા’ પણ લોકોને ખૂબ ગમી રહી છે. તેની બે ફિલ્મોને મળેલી સફળતાને કારણે સારાને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. તેની એક પણ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ ફેમસ હતી. તે સ્ટાર બની ગઈ હોવા વિશે પૂછવામાં આવતાં સારી અલી ખાને કહ્યું હતું કે ‘અરે ક્યાં? હું તો ફક્ત મારું કામ કરી રહી છું. મારી પાસે એ સમય જ નથી કે હું પોતાને સ્ટાર માનવા લાગું. હું નથી માનતી કે હું સ્ટાર બની ગઈ હોઉં, પરંતુ આશા રાખું છું કે એક દિવસ હું જરૂર સ્ટાર બનીશ. જોકે એમ છતાં હું મારી જાતને ક્યારે પણ સ્ટાર નહીં માની શકું. જે ક્ષણે તમે એવું વિચારવા લાગો એ સમયે અન્ય લોકોનો તમારા તરફનો દૃષ્ટિકોણ બદલાઈ જશે.’

લોકો વતી મળી રહેલા પ્રેમ વિશે પૂછવામાં આવતાં સારાએ કહ્યું હતું કે ‘લોકોના ૮૦ ટકા પ્રેમની હું હકદાર છું અને બાકીનો ૨૦ ટકા પ્રેમ ક્યાંથી મળી રહ્યો છે એની મને જાણ નથી. લોકોના પ્રેમ માટે હું ખૂબ જ આભારી અને ઇમોશનલ છું. મારી પાસે ઍક્ટિંગનો કોઈ અનુભવ નહોતો. મારી પાસે હતી તો ફક્ત મારી પ્રામાણિકતા. કૅમેરા સામે આવવાનો પહેલો અનુભવ ‘કેદારનાથ’માં થયો હતો. આ પહેલાં પણ હું મારી મમ્મીની ફિલ્મ ‘કલયુગ’ અને ડૅડીની ‘ઓમકારા’ના શૂટિંગના સેટ પર ગઈ હતી, પરંતુ એ દરમ્યાન હું ફક્ત મારા પેરન્ટ્સ અને કો-ઍક્ટર્સની સાથે રમતી હતી. ‘કેદારનાથ’થી મને ફિલ્મમેકિંગ જોવાની તક મળી હતી અને હું એ પ્રોસેસનો એક ભાગ પણ બની. હું પહેલેથી જ ઍક્ટર બનવા માગતી હતી અને સેટ પર હું પ્રામાણિકતાથી કામ કરતી હતી.’



સારાને ક્યારેય તેના પિતા સાથે ન હોવાની ખોટ નથી સાલી


સારા અલી ખાનનું કહેવું છે કે તેના પિતા હંમેશાં તેના માટે હાજર રહેતા. અમિþતા સિંહ અને સૈફ અïલી ખાનના ડિવૉર્સ બાદ સારા અને તેનો ભાઈ ઇબ્રાહિમ મમ્મી સાથે રહેતાં હતાં. પિતાની ગેરહાજરી વિશે પૂછવામાં આવતાં સારાએ કહ્યું હતું કે ‘મારા ડૅડી મારા અને મારા ભાઈ ઇબ્રાહિમથી હંમેશાં માત્ર એક ફોનકૉલની દૂરી પર હતા. મને ક્યારે પણ એવું નથી લાગ્યું કે તેઓ અમારી સાથે નથી. મને ઘણી વાર એવું લાગે છે કે મારા પેરન્ટ્સ સાથે નથી એની મને ખુશી છે. હું એ પણ જાણું છું કે તેઓ એકસાથે ક્યારેય ખુશ નહીં રહી શક્યાં હોત. જો તેઓ જ ખુશ ન હોય તો હું પણ ખુશ ન રહી શકું.’

આ પણ વાંચો : 2018 મારા માટે સપનાંઓનું વર્ષ રહ્યું છે : આયુષ્માન ખુરાના


મારી ફૅમિલીમાં મારા ભાઈ ઇબ્રાહિમે હજી સુધી મારી ‘કેદારનાથ’ અને‘સિમ્બા’ નથી જોઈ.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2019 08:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK