Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાન્યુઆરીથી બિગ બૉસને બાય-બાય : સલમાન

જાન્યુઆરીથી બિગ બૉસને બાય-બાય : સલમાન

20 December, 2014 05:53 AM IST |

જાન્યુઆરીથી બિગ બૉસને બાય-બાય : સલમાન

જાન્યુઆરીથી બિગ બૉસને બાય-બાય : સલમાન



salman




મેગાસ્ટાર સલમાન ખાન ફિલ્મ જાન્યુઆરીથી ‘બજરંગી ભાઈજાન’ના શૂટિંગ માટે અગાઉથી તારીખો આપી ચૂક્યો હોવાથી ટીવી રિયલિટી-શો ‘બિગ-બૉસ સીઝન ૮’ના  ‘વીકએન્ડ કા વાર’ નામના છેલ્લા ચાર એપિસોડ્સનું ઍન્કરિંગ નહીં કરી શકે. ‘બિગ બૉસ’ની છેલ્લી કેટલીક સીઝનના સૂત્રધાર સલમાને કહ્યું હતું કે જાન્યુઆરીમાં મારા બદલે કદાચ ફિલ્મમેકર ફરાહ ખાન આ શોનું સમાપન કરાવશે.

ગુરુવારે એક ફિલ્મ અવૉર્ડ સમારોહમાં પત્રકારો સાથેની વાતચીતમાં સલમાને કહ્યું હતું કે ‘જાન્યુઆરી ૨૦૧૫થી હું ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં બિઝી થવાનો છું. રાજસ્થાનમાં શૂટિંગ હોવાથી આ ટીવી-શો માટે ત્યાંથી અપ ઍન્ડ ડાઉન કરવાનું મુશ્કેલ છે. એથી આ શોના છેલ્લા ચાર એપિસોડનું ઍન્કરિંગ હું કરી શકું એમ નથી. મને લાગે છે મારા બદલે ફરાહ આ કામ સંભાળશે.’

ગુરુવારે બિગ સ્ટાર એન્ટરટેઇનમેન્ટ અવૉર્ડ્સ ૨૦૧૪માં હાજર ઍક્ટર સલમાન ખાને ૨૦૧૫માં એક જ ફિલ્મમાં ત્રણે ખાન ઍક્ટર કામ કરે એના કરતાં પોતે પરણી જવાનું પસંદ કરશે એમ કહીને સૌને ચોંકાવી દીધા હતા. બૉલીવુડના મોસ્ટ એલિજિબલ બૅચલર ગણાતા સલમાને કહ્યું હતું કે ‘આવતા વર્ષે અમે ત્રણે જાણીતા ખાન ઍક્ટર એક ફિલ્મમાં કામ કરીએ એના કરતાં મને પરણી જવાનું ગમશે.’

તેને એવો પ્રશ્ન પુછાયો હતો કે ૨૦૧૫માં બૉલીવુડની ખાનત્રિપુટી સલમાન, આમિર અને શાહરુખ એક જ ફિલ્મમાં સાથે કામ કરે એ પસંદ છે કે તને પરણી જવું ગમશે? એના જવાબમાં સલમાને કહ્યું હતું કે ખાનત્રિપુટી એક ફિલ્મમાં કામ કરે એના કરતાં તો હું પરણી જવાનું પસંદ કરું. હવે પછી સલમાનની કરીના કપૂર ખાન સાથેની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ ૧૭ જુલાઈ, ૨૦૧૫ના રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2014 05:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK