સલમાન ખાન સાથે સેલ્ફી લેવા માંગતો હતો ફૅન, જુઓ પછી વીડિયોમાં શું થયું?

Published: Jan 29, 2020, 07:54 IST | Mumbai

સલમાન ખાન એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા, ત્યારે એક ચાહકે એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો. તે સમયે સલમાન ખાનને ગુસ્સો આવ્યો અને એમણે આ ચાહકનો ફોન જ ખેંચી લીધો

સલમાન ખાન
સલમાન ખાન

બૉલીવુડ એક્ટર સલમાન ખાનના ગુસ્સાનો એકવાર ફરીથી વીડિયો સામે આવ્યો છે. પોતાના ચાહકોને ખૂબ પ્રેમ કરનારા સલમાન ખાન આ વખતે પોતાના ફૅન્સ પર જ ગુસ્સે થઈ ગયા છે. હકીકતમાં, સલમાન ખાનને આ વખતે એટલે ગુસ્સો આવ્યો કે, જ્યારે તેઓ ગોવા એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા અને એક ફૅને એની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી હતી. હવે સલમાન ખાનના ગુસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે.

 

હવે જાણીએ કે આવું કેમ થયું... હકીકતમાં સલમાન ખાન એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા, ત્યારે એક ચાહકે એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો. તે સમયે સલમાન ખાનને ગુસ્સો આવ્યો અને એમણે આ ચાહકનો ફોન જ ખેંચી લીધો અને પોતાની પાસે લઈ લીધો. આ વીડિયોમાં સલમાન ખાન ચાહકનો ફોન પોતાની તરફ ખેંચતા નજર આવી રહ્યા છે.

બાદ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ફૅન ફરીથી સલમાન ખાનની નજીક આવવાની કોશિશ કરે છે ત્યારે એના પાછળ ઉભા રહેલા વ્યક્તિ એ ફૅનને ધક્કો મારે છે. તમે પણ વીડિયોમાં જોઈ શકો છો કે સલમાન કઈ રીતે ફૅનનો મોબાઈલ છીનવી રહ્યા છે.

જણાવી દઈએ કે સલમાન ખાન લાંબા સમયથી ઘણા શાંત નજર આવી રહ્યા છે, પરંતુ એમનો આ વીડિયો ઘણો આશ્ચર્યજનક છે. જોકે આવું પહેલી વાર નથી કે સલમાન ખાને આ હરકત કરી છે, તેઓ આની પહેલા પણ કેટલીક વાર ફૅન્સની સાથે આવું કરી ચૂક્યા છે. જ્યાં એમનો મીડિયા સાથેનો પણ ગેરવર્તનનો વીડિયો સામે આવી ચૂક્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK