Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનને કારણે રોહિત શેટ્ટી પડ્યો મોડો

સલમાન ખાનને કારણે રોહિત શેટ્ટી પડ્યો મોડો

30 January, 2020 01:09 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સલમાન ખાનને કારણે રોહિત શેટ્ટી પડ્યો મોડો

રોહિત શેટ્ટી અને સલમાન ખાન

રોહિત શેટ્ટી અને સલમાન ખાન


કલર્સના અત્યાર સુધીના તમામ રિયલિટી શોમાં સૌથી હિટ રહેલી ‘બિગ બૉસ’ની આ સીઝનને કારણ એક જ પ્રોડક્શન-હાઉસના બીજા શોને પાછળ ધકેલવો પડ્યો હતો. બન્યું એવું કે ‘બિગ બૉસ’ની પ્રોડ્યુસર એન્ડેમોલશાઇન છે, જ્યારે જે શો પાછળ ધકેલવો પડ્યો એ ‘ખતરોં કે ખિલાડી’ના પ્રોડ્યુસર પણ એન્ડેમોલશાઇન છે. ‘બિગ બૉસ’ પૉપ્યુલર થતાં એને પાંચ વીક લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો જેને લીધે રોહિત શેટ્ટીનો શો પાછળ ગયો, પણ હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે ‘ખતરોં કે ખિલાડી’ના ફિનાલેમાં રોહિત શેટ્ટી કદાચ હાજર નહીં રહે.

છેલ્લી બે સીઝનથી આ સ્ટન્ટ શોના ફિનાલેમાં રોહિત હાજર રહે છે. આ વખતે પણ તેણે એવું પ્લાનિંગ રાખ્યું હતું, પરંતુ ‘બિગ બૉસ’ લંબાઈ જતાં હવે રોહિત માટે મૂંઝવણ ઊભી થઈ છે. ઍક્ચ્યુઅલી રોહિત શેટ્ટી ‘ખતરોં કે ખિલાડી’ પૂરું કરીને તરત જ અજય દેવગન સાથે પોતાની કૉમેડી ફ્રૅન્ચાઇઝી ‘ગોલમાલ’ શરૂ કરવા માગતો હતો, પણ સલમાન ખાનના શોએ રોહિતને પાછળ રાખી દીધો અને અજય દેવગનનું ‘તાન્હાજી’ની સક્સેસનો લાભ લેવાનું આખું ગણિત ઊંધું પાડી દીધું.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2020 01:09 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK