રણબીર કપૂરની પ્લેબૉય ઇમેજ આર્મીના જવાનોમાં પણ પ્રખ્યાત

Published: 16th October, 2011 19:31 IST

રણબીર કપૂરે થોડા દિવસ પહેલાં હિમાચલ પ્રદેશના ગામ નહાનના આર્મી-કૅમ્પની મુલાકાત લીધી હતી. આ બે દિવસની મુલાકાત એનડીટીવીના કાર્યક્રમના દિવાળી માટેના સ્પેશ્યલ એપિસોડ માટે હતી અને રણબીર જવાનો સાથે મળીને તેમની ટાસ્ક-પ્રૅક્ટિસમાં સામેલ થયો હતો.

એક ટીવી-શો માટે જ્યારે તેણે મુલાકાત લીધી ત્યારે તેનાં પ્રેમપ્રકરણો વિશે અનેક પ્રશ્નો પુછાતાં થયો શરમથી લાલ

જ્યાં-જ્યાં રણબીર જાય ત્યાં તેની લવ-લાઇફ વિશેના સવાલો આવતા જ હોય છે અને આ મુલાકાત પણ એમાં અપવાદરૂપ નહોતી. રણબીરની કરીઅર વિશે બધી જાણકારી રાખનારા જવાનોએ જ્યારે તેને એક્સ-ગર્લફ્રેન્ડ્સ વિશે પૂછ્યું હતું ત્યારે તે શરમથી લાલ થઈ ગયો હતો, પણ તેણે બધા સવાલોથી પોતાને બચાવવામાં પણ સફળતા મેળવી હતી.

રણબીરે પરા બટૅલિયનના જવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ઘણી વાતચીત કરી હતી. રણબીરે તેમની સાથે તેમના નિયમોને અનુસરતા અમુક ટાસ્ક્સ પણ કર્યા હતા. તે જવાનો સાથે રગ્બી પણ રમ્યો હતો અને ડાન્સ પણ કયોર્ હતો. અહીં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ રણબીરની પર્સનલ લાઇફની બધી જાણકારી રાખનારા જવાનોએ તેને એક્સ-ગર્લફ્રેન્ડ્સ સોનમ કપૂર, દીપિકા પાદુકોણ, કૅટરિના કૈફ અને ‘રૉકસ્ટાર’ની સહકલાકાર નર્ગિસ ફખરી વિશે ઘણા સવાલો કર્યા હતા. આ સવાલોથી રણબીરને ઘણી શરમ આવી ગઈ હતી અને તેણે સ્વસ્થતાથી બધા સવાલોનો સામનો કયોર્ હતો.

જોકે તેણે આ સવાલોનું જરાપણ ખોટું નહોતું લગાવ્યું અને એક જવાને જ્યારે તેનો ‘સાંવરિયા’ના ટુવાલવાળો ડાન્સ કરી એ ટુવાલ પર ઑટોગ્રાફ કરવાનું કહ્યું ત્યારે તે તરત જ માની ગયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK