રાજીવ ખંડેલવાલની રિલીઝ થયેલી વધુ એક વેબ-ફિલ્મ શું છે?

Published: 23rd April, 2020 18:39 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી પ્રિયમણી ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’ બાદ આ વેબ-ફિલ્મ ‘અતીત’માં દેખાશે

રાજીવ ખંડેલવાલ
રાજીવ ખંડેલવાલ

ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઇવ લૉકડાઉન દરમ્યાન દર્શકોના મનોરંજન માટે એક પછી એક રસપ્રદ કન્ટેન્ટ પીરસી રહ્યું છે. તાજેતરમાં આ પ્લૅટફૉર્મ પર કોરોના વિશે બહુચર્ચિત કોરિયન સિરીઝ ‘માય સિક્રેટ ટેરીઅસ’ રિલીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૧ એપ્રિલે ‘અતીત’ નામની ઝીફાઇવ ઓરિજિનલ ફિલ્મ રિલીઝ થઈ છે જે સસ્પેન્સ, ડ્રામા અને હોરર-ટ્વિસ્ટથી ભરપૂર છે. આ ફિલ્મમાં રાજીવ ખંડેલવાલ (મર્ઝી), પ્રિયમણી રાજ (ધ ફૅમિલી મૅન), સંજય સૂરી (ઇનસાઇડ એજ) મુખ્ય કલાકારો છે.

જ્યારે કૅપ્ટન અતીત રાણા (રાજીવ ખંડેલવાલ) ગુમ થઈ જાય છે અને ઇન્ડિયન આર્મી તેને મૃત જાહેર કરે છે ત્યારે તેનો કલીગ વિશ્વકર્મા (સંજય સૂરી) અતીતની પત્ની જાહ્નવી (પ્રિયમણી રાજ) સાથે લગ્ન કરે છે અને તેની દીકરીને સંભાળે છે.

આશરે એક દાયકા પછી અતીત પાછો આવીને પોતાના પરિવારને મેળવવાના પ્રયત્ન કરે છે ત્યારે રહસ્યમય ઘટનાઓ બને છે. એ પછી ‘અતીત’ જીવે છે કે મૃત્યુ પામેલો છે એની આસપાસ આખી વાર્તા ફરે છે. આ ફિલ્મને તનુજ ભ્રામરે ડિરેક્ટ કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK